ગજબ : આ છે ગુજરાતનું એવું ગામ જ્યાં ‘સગીરો’ માટે મોબાઇલ ફોન વાપરવા પર છે પ્રતિબંધ

0
1275

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. તમે બધા એ વાત સારી રીતે જાણો છો કે, આજના સમયમાં દરેક માં-બાપ એ વાતથી પરેશાન રહે છે કે, એમનું બાળક બહાર રમવા નથી જતું અને આખો દિવસ મોબાઈલ લઈને જ બેસી રહે છે. અને ટિક્ટોક અને પબજીમાં તેઓ દિવસનો મોટાભાગનો સમય બરબાદ કરી દે છે. એવામાં જો તમને એવું કહીએ કે, ગુજરાતમાં એક ગામ એવું પણ છે જ્યાં રહેતા યુવાનો મોબાઈલ ફોનનો ઉપયોગ નથી કરતા. તો શું તમે આ વાત પર વિશ્વાસ કરશો? પરતું, આ એક સત્ય હકીકત છે.

તમે જાણો છો કે, આજના સમયમાં બાળકો મોબાઈલ વગર પોતાના જીવનની કલ્પના જ નથી કરી શકતા. પણ એક ગામ એવું પણ છે જ્યાં બાળકો અને યુવાનો મોબાઈલ નથી વાપરતા. આજકાલ તો જો મોબાઈલની બેટરી પણ ઉતરી જાય તો બાળકો બેચેન થઇ જાય છે, અને જો ચાર્જીંગ કરવાનો મોકો પણ ન મળે તો ગુસ્સાથી એટલા બધા લાલ પીળા થઇ જાય છે કે વાત જ ના થાય. નાના બાળકોના હાથમાંથી પણ જો મોબાઈલ છીનવી લેવામાં આવે તો તે આખું ઘર માથે લઇ લે છે. અને આ રીત વધુ પડતો મોબાઈલનો ઉપયોગ એમના માટે નુકશાન કારક જ છે.

પણ આજે અમે તમને એક એવા ગામ વિશે જણાવીશું જ્યાં યુવાનો મોબાઈલનો ઉપયોગ કરતા નથી. અને એમાં એમના વડીલો પણ સાથ આપી રહ્યા છે. મળેલી જાણકારી અનુસાર આ મહત્વનો નિર્ણય એ ગામના સરપંચે કરેલો છે. એમણે નક્કી કર્યું છે કે, ૧૮ વર્ષથી નાના બાળકોએ મોબાઈલનો ઉપયોગ ન કરવો. તો ચાલો જાણી લઈએ એ ગામ વિશે વિસ્તારથી.

અમે જે ગામની વાત કરી રહ્યા છીએ એ ગામ છે ગુજરાતના મહેસાણાનું લીંચ ગામ. અહીં ૧૮ વર્ષથી ઓછી ઉંમરના યુવાનો પર મોબાઈલનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે. આ નિર્ણય ગામના સરપંચનો છે અને બાળકોથી લઈને એના વાલી વડીલો સુધી દરેક લોકો આ નિર્ણયના વખાણ કરી રહ્યા છે.

અંજનાબેન પટેલ જે આ ગામના સરપંચ છે એમનું કહેવું છે કે, ગામમાં ઘણી એવી ઘટનાઓ થઇ છે જેનું કારણ મોબાઈલ હતું. (એ ઘટનાઓ વિષે વિસ્તારથી માહિતી મળી નથી.) પછી પંચાયતનું આયોજન કરવામાં આવ્યું અને દરેક લોકોએ મળીને આ નિર્ણય કર્યો કે, ૧૮ વર્ષથી ઓછી ઉંમરના બાળકો મોબાઈલનો ઉપયોગ નહિ કરી શકે. સાથે જ આ નિયમ ગામના દરેક બાળકો પર લાગુ પડે છે. આ નિર્ણયને પૂર્ણ કરવામાં બાળકોના વાલીઓ પણ મદદ કરશે.

આ બાબતે ગામના બાળકોને પૂછવામાં આવ્યું તો એમણે જણાવ્યું કે, શરૂઆતમાં થોડા દિવસો સુધી એમને મોબાઈલ વગર સારું લાગતું ન હતું. એમને પરેશાનીનો અનુભવ થયો હતો, પરતું હવે બધું યોગ્ય છે. એમનું જીવન મોબાઈલ વિના વધારે ખુબસુરત થઇ ગયુ છે, અને જીવન એકદમ સરળ થઇ ગયું છે. પહેલા મોબાઈલ પર દરરોજના ઘણા કલાકો બરબાદ થઇ જતા હતા, પરતું હવે આમારું ધ્યાન અભ્યાસમાં પૂરી રીતે લાગવા લાગ્યું છે.

હવે અમે બધા નવરાશના સમયમાં એક બીજાને મળીએ છીએ અને રમત પણ રમીએ છીએ. પહેલા હંમેશા દરેકની સાથે મોબાઈલ રહેતા હતા અને એમાં જ બધા પડ્યા રહેતા હતા. સરપંચનો આ નિર્ણય અત્યારે બીજા ગામના લોકો માટે પણ પ્રેરણા રૂપ બની ગયો છે.

આ લેખ ગમ્યો હોય તો લાઈક અને શેયર જરૂર કરજો અને. આ વિષયમાં તમારું શું મંતવ્ય છે? એ કમેન્ટ કરી જણાવી શકો છો. આ માહિતી ઝી 24 અને અન્ય એજન્સીઓમાંથી સંપાદન કરી લેવામાં આવી છે.