નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા રસોઈ સ્પેશિયલ લેખમાં સ્વાગત છે. મિત્રો, નવી નવી વાનગીઓ બનાવતા શીખવાનો ઘણા બધાને શોખ હોય છે. અને નવી નવી વાનગીઓ ખાવાનો શોખ તો ઘરમાં બધાને જ હોય છે. એટલા માટે અમે તમારા બધા માટે થોડા થોડા સમયે નવી નવી વાનગીઓ લઈને આવતા રહીએ છીએ. અને આજે અમે તમારા માટે સાઉથ ઇન્ડિયન વાનગીઓ માંથી એક વાનગીની રેસિપી લઈને આવ્યા છીએ.
એ સાઉથ ઇન્ડિયન વાનગીનું નામ છે મિક્સ વેજીટેબલ અપ્પમ. જણાવી દઈએ કે અપ્પમ બનાવવામાં ખૂબ સહેલા છે, અને તે ઝડપથી બની પણ જાય છે. પણ એ જણાવી દઈએ કે, એને ગેસ પર બનાવવા પહેલાની પ્રોસેસ વધુ સમય માંગે છે. અને અપ્પમ ખાવાની એક જુદી જ મજા હોય છે. જેને તમે નાસ્તા માટે પણ બનાવી શકો છો.
મિક્સ વેજીટેબલ અપ્પમ માટે જરૂરી સામગ્રી :
1/4 કપ : અડદની દાળ
1 કપ : ચોખા
1/4 કપ : શાકભાજી બારીક
1 કપ : નારિયેળનું ખમણ
1/2 ચમચી : હળદર
સમારેલા ગાજર, કેપ્સિકમ, કાંદા
2 ચમચી : સાકર
1/2 ચમચી : મરચું
જરૂરિયાત મુજબ તેલ
સ્વાદ અનુસાર મીઠું,
ચટણી.
અન્ય સામગ્રી : અપ્પમનું વાસણ.
મિક્સ વેજીટેબલ અપ્પમ બનાવવાની રીત :
મિક્સ વેજીટેબલ અપ્પમ બનાવવા માટે સૌથી પહેલા ચોખા અને અડદની દાળ લઈને એને અલગ અલગ વાસણમાં 4 થી 5 કલાક માટે પલાળીને મૂકી દો. ત્યારબાદ ચોખા અને અડદની દાળને અલગ અલગ વાટી લેવાં. પછી બન્ને સામગ્રીને સારી રીતે મિક્સ કરી દો. ત્યારબાદ તેમાં પીસેલું નારિયેળ મિક્સ કરવું. પછી સાકર, મરચું, હળદર, મીઠું અને બધી સામગ્રી નાખી એમાં આથો લાવવા માટે મૂકી દો. એને પાંચથી છ કલાક જેટલો સમય જોઈશે. આ બે પ્રોસેસ તમારો સમય લેશે.
ત્યારબાદ ઝીણી શાકભાજીને બાફી લેવી અથવા તો એને ખમણી નાખવી. પછી મિશ્રણમાં એ શાકભાજી મિક્સ કરી રાખવી. હવે અપ્પમના વાસણને ગરમ કરવું. પછી એને તેલથી ગ્રીસ કરી એમાં ચમચીથી મિશ્રણ નાખી ઢાંકીને સીઝવવું. પછી પાછું એને નીચેથી ઉપર કરી બન્ને સાઇડ ગોલ્ડન કલરનું થાય ત્યાં સુધી કુક કરવું. તો હવે તૈયાર છે તમારી સ્વાદિષ્ટ વાનગી મિક્સ વેજીટેબલ અપ્પમ. તો પરિવાર સાથે એના સ્વાદની મજા માણો.
મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.