તમારા ન્હાવાના પાણીમાં ભેળવશો આ 7 વસ્તુ, તો થશે અદ્ભુત અસર, વાળ-ચહેરાની ચમક વધશે, બીજા ફાયદા પણ થશે

0
2219

મિત્રો, આપણે બધા ટીવી પર સાબુઓ અને શેમ્પુઓની ઘણી નવી-નવી જાહેરાતો જોતા હોઇએ છીએ. જો કે એ બધી ગ્રાહકને લલચાવવા માટે જ હોય છે. એના જાત-જાતના દાવાઓ પણ કરવામાં આવે છે. અને આ બધા દાવાઓમાં ખરેખર કેટલું સત્ય છે, એ વાતોનો આપણે સાબુ કે શેમ્પુ ખરીદતી વખતે વિચાર પણ કરતા નથી.

કન્ઝયુમર રિસર્ચ એન્ડ એજ્યુકેશન સોસાયટી :

ખરેખર સાબુ વડે સ્નાન કરવાથી આપણી ચામડીને કોઈ પ્રકારનો ફાયદો થાય છે ખરો?

જાણકારી માટે જણાવી દઈએ કે, અમદાવાદમાં આવેલ કન્ઝયુમર રિસર્ચ એન્ડ એજ્યુકેશન સોસાયટી દ્વારા થોડા સમય અગાઉ આ પ્રશ્નનો વૈજ્ઞાનિક જવાબ શોધવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ સોસાયટીએ બજારમાં મળતાં સાબુની આઠ કંપનીઓનું પ્રયોગશાળામાં પરીક્ષણ કરાવ્યું, તો કેટલીક આશ્વર્યજનક બાબતો જાણવા મળી.

શિયાળામાં સાબુ :

એમના જણાવ્યા અનુસાર શિયાળામાં સાબુથી નહાવું હિતાવહ નથી. કારણ કે શિયાળાની ઋતુમાં ઠંડુ અને સુકું વાતાવરણ હોવાને લીધે આમ પણ ચામડી સૂકી જ રહેતી હોય છે. અને તેમાં સાબુ વાપરવામાં આવે તો ત્વચા બરછટ બની જતી હોય છે.

શેમ્પુ :

અને આપણે માથું ઘોવા માટે જે શેમ્પુ વાપરીએ છીએ એ પણ સાબુ જેવું છે. જો કે શેમ્પુથી ઝડપથી વાળ ધોઈ શકાય છે અને તેમાંથી કચરો, મેલ વગેરે પણ સરળતાથી દૂર કરી શકાય છે. પરંતુ તેમાંનાં ક્ષારોનું પ્રમાણ વધારે હોય તો વાળના મૂળ પાસે આવેલી તેલગ્રંથિઓના સ્ત્રાવ ઓછા થઈ જાય છે.

અનિયમિત જીવનધોરણ અને દોડધામ વાળા જીવનને લીધે પોતાની સુંદરતાને મેન્ટેન કરવું અઘરું હોય છે. એવામાં સરળ રીતે ફોલો કરીને વાળ અને સ્કીનની જાળવણી કરી શકાય છે. અને મિત્રો, જો તમે તમારા ન્હાવાના પાણીમાં થોડી એવી વસ્તુ ભેળવી લો, તો સુંદરતાને લગતી ઘણી તકલીફ દુર થાય છે. બ્યુટી નિષ્ણાંત જણાવી રહ્યા છે એવી જ ૭ વસ્તુ વિષે જેનાથી કાળાશ દુર થાય છે. વાળ ઘાટા અને ચમકદાર થાય છે.

કાચું દૂધ : જણાવી દઈએ કે તેમા મળી આવતા એન્ટીઓક્સીડેંટસ સ્કીન અને વાળની ચમક વધારે છે. એટલે એક ડોલ પાણીમાં ૨ ચમચી દૂધને ભેળવો અને એનાથી સ્નાન કરો.

મીઠું : તમે જાણતા જ હશો કે તેમાં મિનરલ્સ અને સોડીયમ હોય છે. તો જણાવી દઈએ કે તેનાથી લોકો ગોરા થાય છે. તેનાથી ચહેરાની ચમક વધે છે. એના માટે એક ડોલ ન્હાવાના પાણીમાં એક ચમચી મીઠું ભેળવો.

મધ : જાણકારી માટે જણાવી દઈએ કે, તેમાં એન્ટી બેક્ટેરીયલ પ્રોપર્ટીજ હોય છે, અને તેનાથી સ્કીનનો ગ્લો વધે છે. તો એક ડોલ ન્હાવાના પાણીમાં ૧ ચમચી મધ ભેળવો.

મોસંબીના છોતરા : મિત્રો, મોસંબીના છોતરામાં વિટામીન ‘સી’ તેમજ એન્ટીઓક્સીડેંટ હોય છે. તેનાથી સન ટેનિંગ દુર થાય છે અને વાળની ચમક પણ વધે છે. તો એક ડોલ ન્હાવાના પાણીમાં એક મોસંબીના છોતરા નાખો.

બેકિંગ સોડા : તેમાં એન્ટી સેપ્ટિક અને એન્ટી ફંગલ પ્રોપર્ટી હોય છે. તેનાથી ખંજવાળ, રેશેજ અને ખોડો દુર થાય છે. તો એક ડોલ પાણીમાં એક ચમચી બેકિંગ સોડા નાખી સ્નાન કરવાથી ફાયદો થાય છે.

ઓલીવ ઓઈલ : ઓલીવ ઓઈલની વાત કરીએ તો તેમાં વિટામીન ‘ઈ’ હોય છે, જેનાથી સ્કીન સોફ્ટ અને શાઈની થાય છે. એટલા માટે એક ડોલ પાણીમાં અડધી ચમચી ઓલીવ ઓઈલ નાખી સ્નાન કરવું જોઈએ.

ગ્રીન ટી : તેમાં કેટેચીન હોય છે, જેનાથી સ્કીન ગ્લોઇન્ગ અને વાળ લાંબા થાય છે. તો એક ડોલ પાણીમાં ૧ કપ ગ્રીન ટી નાખો અને એનાથી સ્નાન કરો.

ઘણા લોકોના મનમાં એ સવાલ ઉઠયો હશે કે, ચામડી અને વાળને ચોખ્ખા સ્વચ્છ રાખવા માટેનો સાબુ-શેમ્પુનો વિકલ્પ શું?

મિત્રો આ સાબુ અને શેમ્પુની શોધને ઘણા વધારે વર્ષો થયા નથી. આદિકાળથી શરીરની ચામડી અને વાળને સ્વચ્છ કરવા માટે લોકો વનસ્પતિઓના પાવડરનો ઉપયોગ કરતા આવ્યા છે. જો કે આ બધા પાવડર વાપરવાનો હેતુ વધારે ફીણ વાળવાનો નહોતો, પરંતુ તેનાથી ચિકાશ, મેલ, ખોડો વગેરે સરળતાથી દૂર કરવા માટે થતો હતો.

જાણકારી માટે જણાવી દઈએ કે, શરીરની ચામડી પરથી મેલની ચિકાશ દૂર કરવા માટે હળદર, ચણાનો લોટ, કપૂર, કાચલીનું ચૂર્ણ, સુખડનો વેર આ બધી વસ્તુ સરખા ભાગે લઈને એમને ભેળવીને રાખવા. આ પાવડરને દૂધમાં પલાળીને ફેસ પેક તરીકે પણ વાપરી શકાય છે. આ મિશ્રણથી રોજ ન્હાવાથી લાંબા સમય સુધી ચામડીને તેજસ્વી અને કોમળ રાખી શકાય છે, અને ચામડીના રોગોથી પણ બચી શકાય છે.

તેમજ વાળ ધોવા માટે કે માથું ધોવા માટે અરીઠાં (૧ ભાગ) અને શિકાકાઈનો ઉકાળો બનાવી એનાથી વાળ ધોવામાં આવે તો વાળ ચમકદાર બને છે. જો ખોડો રહેતો હોય તો એમાં દળેલી હળદર અડધો ભાગ ઉમેરી દેવી. તેનાથી ખંજવાળ, ખોડો દૂર થાય છે અને વાળનો વિકાસ થઈ વાળની લંબાઈ વધે છે.