નાની ઉંમરે પોતાના પિતા ગુમાવનાર આ ગુજરાતી યુવક કમાય છે વર્ષે ૨૫ લાખ

0
6862

આપણા દેશમાં ઘણા બધા લોકો એવા છે જેમણે નાનપણમાં પોતાના માતા પિતા માંથી કોઈ એક અથવા બંનેને ગુમાવી દીધા હોય છે. એમાંથી ઘણા લોકો આજે પણ મજુરી કરીને પોતાનું પેટ ભરતા હોય છે. તો અમુક એવા હોય છે જે એ પરિસ્થિતિ માંથી બહાર આવીને કંઈક કરી દેખાડે છે, જે બધી સગવડ ધરાવતા લોકો પણ નથી કરી શકતા. તેઓ પોતાની મહેનત અને ધગસથી સફળતા મેળવે છે અને પોતાનું નામ રોશન કરે છે. તો મિત્રો આજે અમે તમને એક એવા જ વ્યક્તિ વિષે જણાવીશું જેણે આવી પરિસ્થિતિનો સામનો કર્યો છે અને સફળ થઈને દુનિયામાં પોતાનું નામ બનાવ્યું છે.

વાત છે ગોંડલ તાલુકાના મોવિયા ગામે રહેતા સામાન્ય ગુજરાતી પરિવારની. આ પરિવારેના મોભી મોટા રોગનો શિકાર બનતાં પરિવારની સઘળી જવાબદારી પરિવારની મહિલા પર આવી હતી. આ જવાબદારીને નિભાવી અને એ મહિલા પુરુષની સમોવડી બની અને ખેતમજૂરી કરીને પુત્રને ભણાવી-ગણાવી લાયક બનાવ્યો. અને આજે પટેલ યુવાન અમેરિકાની કંપનીમાં લાખોનો પગારદાર બન્યો છે, અને ખાસ તો એણે તેની માતાનું ગૌરવ વધાર્યુ છે. પુત્ર વર્ષે 25 લાખ જેટલી કમાણી કરે છે.

આ માતાએ ખેતમજૂરી કરી દીકરાને ભણાવ્યો છે.

માતાએ અપાવ્યું પુત્રને ઉચ્ચ શિક્ષણ :

મિત્રો ગુજરાતના ગોંડલ તાલુકાના મોવિયા ગામે રહેતા અને ખેત મજૂરીકામ કરી ઘરનું ગુજરાન ચલાવતા ધીરુભાઈ ઠુંમરના પરિવાર કુદરતની કારમી પરીક્ષામાં સપડાવું પડ્યું હતું. ધીરુભાઈનું અકાળે નિધન થતાં તેમના પત્ની લલીતાબેન પર સઘળી જવાબદારી આવી હતી. મોટો પુત્ર હર્ષદ ભણવામાં સામાન્ય જ્યારે નાનો પુત્ર મિતુલ ભણવામાં ખૂબ હોશિયાર હોય તેને ઉચ્ચ શિક્ષણ આપવાનું સપનું લલીતાબેન સેવ્યું હતું. અને આ સપનું એમણે મજુરી કરીને પૂરું કર્યુ, અને પુત્રને ઉચ્ચ શિક્ષણ અપાવવામાં સફળ થયા.

પોતાના મિત્ર વર્તુળ સાથે મિતુલ :

અમે જેની વાત કરી રહ્યા છીએ એ મિતુલ ધોરણ 12 સુધી મોવિયામાં ભણ્યો. ત્યારબાદ કોલેજ રાજકોટમાં કરી અને એમસીએ કરવા બેંગ્લોર પહોંચ્યો હતો. એમસીએ પૂરું કરી માત્ર સાત હજાર રૂપિયાની નોકરીયે લાગી ગયો હતો. અને આજે તે અમેરિકાની 250 વર્ષ જૂની કંપનીમાં રૂપિયા 18 લાખના પેકેજ સાથે કામ કરી રહ્યો છે. ઉપરાંત વધારાના કામમાં બીજી પાંચથી સાત લાખની કમાણી કરી રહ્યો છે. આમ વિધવા માતાએ જોયેલુ સપનું દીકરાએ સાર્થક કરી બતાવ્યું છે. માતાનું સમર્પણ મોટાભાઈના સહયોગ અને પોતાની મહેનતથી આજે પટેલ યુવાને ખાસ કરીને તેનું માતાનું ગૌરવ વધાર્યુ છે. અને આ યુવકની અને એની માતાની મહેનત પરથી ઈ કથન સત્ય થાય છે કે, ‘કોશીસ કરને વાલોકી કભી હાર નહિ હોતી’.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.