સ્વાસ્થ્ય માટે હાનિકારક ખાંડને છોડો, અને મીઠાઈ માટે અપનાવો આ 5 વસ્તુઓ, રહેશો હરહંમેશ તંદુરસ્ત.

0
4729

મિત્રો એ વાતમાં કોઈ શંકા નથી કે, પહેલાનાં સમયથી લઈને અત્યાર સુધીમાં આપણા રોજીંદા ભોજન અને ખાનપાનમાં ઘણાં પ્રકારના પરિવર્તન આવી ચુક્યા છે. પહેલાના જમાનામાં ભોજન ભૂખ દૂર કરવા, શરીર માટે જરૂરી ઉર્જા પ્રાપ્ત કરવા, અને સ્વસ્થ રહેવા માટે કરવામાં આવતું હતું.

અને હવે તો આપણે બધા એવી વસ્તુઓ પસંદ કરીએ છીએ, જે સ્વાદમાં સારી લાગે અને દેખાવવામાં પણ સુંદર હોય. અને તે આપણા શરીરની અંદર ગયા પછી આપણને નુકશાન કરશે, તે જાણવા છતાં પણ જીભના ચટાકા માટે આપણે સતત આ વસ્તુઓનું સેવન કરતા રહીએ છીએ.

તમને બધાને એ વાત ખરબ છે કે, ભોજનમાં મીઠાસ લાવતી વસ્તુ એવી ખાંડ દુનિયામાં જોવા મળતી બીમારીઓ માંથી 60% બીમારીઓનું કારણ છે. તેમજ આના ઉપયોગને કારણે ફેલાતી બીમારીઓની સંખ્યા સતત વધતી જઈ રહી છે. અને તેનું કારણ એ છે કે લોકો ખાંડ ખાવાનું છોડી નથી શકતા. જયારે પણ લોકોને મીઠું ઓછું કરવાની સલાહ આપવામાં આવે છે, ત્યારે તેમને એવું લાગે છે કે મીઠું(સ્વીટ) ખાવાનું બંધ કરવું પડશે. જયારે એવું બિલકુલ નથી.

તમારે એક વાતનું હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે, મીઠું અને સાકર બંને અલગ અલગ વસ્તુ છે. કોઈ વ્યક્તિ મીઠુંતો ભરપૂર માત્રામાં ખાઈ શકે છે પરંતુ ખાંડ બિલકુલ નહીં. યુનિવર્સીટી ઓફ કૅલીફૉનિયાના પ્રોફેસર ડોક્ટર રોબર્ટ લૅસ્ટિકનું કહેવું છે કે, ખાંડ આપણા શરીર પર દારૂની જેમ અસર કરે છે, અને એટલી જ ખતરનાક પણ છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, રોબર્ટ લૅસ્ટિક ક્લિનિક અને મેડિકલ ઈન્ડસ્ટ્રીથી જોડાયેલુ પ્રખ્યાત નામ છે. આ તેજ વ્યક્તિ છે જે દેશમાં ખાંડના સેવનથી ટાઈપ ટુ ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેસર, મોટાપો, ફેટી લીવર, સેક્સુઅલ કમજોરી અને હૃદયની બીમારીઓને લીધે ખાંડના ઉપયોગ વિરુદ્ધ સૌથી પહેલા આવાજ ઉઠાવ્યો હતો.

તો આજના આ લેખમાં અમે તમને જણાવીશું કે, ખાંડ સિવાય તે કઈ કઈ વસ્તુ છે જેનાથી ભોજનમાં મીઠાસ લાવી શકાય છે, અને તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક પણ હોય. પણ એ પહેલા એ વિષય પર વાત કરીએ કે, ખાંડ આટલી ખતરનાક કેવી રીતે છે? કેમ આજના લોકો આનાથી પીછો છોડવવા માટે સુગર ફ્રી વસ્તુનું સેવન કરી રહ્યા છે?

એ તો તમે બધા જાણો છો કે, ખાંડ શેરડીના રસથી બનાવવામાં આવે છે. શેરડીના રસ માંથી ખાંડ બનવા સુધીની આખી પ્રક્રિયામાં આના બધા નૂયુટરીયન્સ ખત્મ થઇ જાય છે, સાથે એમાં ઘણા હાનિકારક કેમિકલનો પણ ઉપયોગ થાય છે. પોષકતત્વની તરફ જોવામાં આવે તો ખાંડમાં મીઠાપણું અને કેમિકલ્સ સિવાય બીજું કાઈ હતું નથી. એટલે કે આની અંદર પ્રોટીન, વિટામિન અને મિનરલ્સની માત્ર ઝીરો છે.

જણાવી દઈએ કે, જયારે આપણે કઈ પણ ખાઈએ છીએ, ત્યારે તેની પચાવવાની ક્રિયા ભોજન ચાવતાની સાથે જ શરુ થઇ જાય છે. પરંતુ ખાંડ ખાવાથી આવું નથી થતું. ખાંડ પેટમાં ગયા પછી પણ સારી રીતે પચતી નથી, અને અહીંયા સુધી કે આપણા આંતરડા પણ આને સંપૂર્ણ રીતે પચાવવામાં અસમર્થ હોય છે. એટલા માટે ખાંડનો એક એક કોળિયો આપણા શરીરમાં વજન વધારે છે.

મિત્રો આપણા શરીરમાં સુગરની માત્રા વધવાથી આપણી ત્વચામાં કરચલીઓ ઝડપથી વધવા લાગે છે. એટલે કે વધારે ખાંડનું સેવન આપણને વૃદ્ધ બનાવી દે છે. ખાંડ એસિડિક હોય છે, એટલા માટે ચહેરા અને શરીર પર થનાર ખીલ પણ ખાંડના વધારે સેવનથી થઇ શકે છે.

ખાંડથી બનેલ ડ્રિન્ક જેમ કે શરબત, કોલ્ડ કોફી અને કોલ્ડ ડ્રિન્ક વગેરેનું સેવન કરવાથી ટાઈપ 2 ડાયાબિટીસ થવાનો ખતરો 83 ટકા વધી જાય છે. વધારે ખાંડના સેવનથી ઈંસોલિનનું સંતુલન બગડી જાય છે. સાથે જ મીઠી વસ્તુઓ દાંત સડવા અને પીળા પણાને ફેલાવે છે.

એટલું જ અહીં વાત અહિયાં પૂરી નથી થતી. આ ખાંડની અસર આપણા મગજ પર પણ થાય છે. મોટાભાગના લોકોને ખાંડના કારણે મીઠું ખાવાની આદત પડી જાય છે. જે લોકો વધારે મીઠું ખાવાનું પસંદ કરતા નથી તેમને પણ થોડા સમય પછી મીઠું ખાવાની આદત પડી જાય છે. આ એક એવી વસ્તુ છે જેને વારંવાર ખાવાનું મન થયા કરે છે. દરેક સમયે એને ખાવાની ઈચ્છા પહેલાથી વધારે થતી રહે છે.

તેમજ આપણા પેટ અને શરીરના અલગ અલગ ભાગમાં જામવા વાળી વધારાની ચરબી ખાંડને કારણે થાય છે. ખાંડ દ્વારા જામવા વાળી ચરબીથી આપણને હ્ર્દય રોગ, હાઈ બ્લડ પ્રેસર, સાંધાનો દુ:ખાવો, ગઠિયા, યુરિક એસિડ, કિડની બીમારી અને કેન્સર જેવી 60 થી વધારે બીમારી થઇ શકે છે.

ખાંડથી આપણા શરીર પર જેટલા નુકશાન જણાવવામાં આવે તેટલા ઓછા છે. આ જાણવા છતાં સવારની ચા થી લઈને રાતના દૂધ સુધી મીઠાઈ, જ્યુસ, ઘણા પ્રકારના પકવાન બનાવતા સમયે ખાંડનો ઉપયોગ કરતા રહીએ છીએ. કેવું લાગે જયારે ખાંડ જેવી બીજી વસ્તુ છે જે આપણને નુકશાન પહોંચાડવાની જગ્યાએ ફાયદો પહોંચાડે. ચાલો જાણીએ 5 એવી વસ્તુ વિશે જેને દરેક પ્રકારની વસ્તુમાં કુદરતી ખાંડ કે સ્વીટ તરીકે ઉપયોગ કરી શકો છો.

1. દેશી ખાંડ કે મિશ્રી :

જણાવી દઈએ કે, દેશી મિશ્રીનું સેવન આપણે ત્યાં પહેલાનાં સમયથી કરવામાં આવી રહ્યું છે. પરંતુ ખાંડ આવ્યા પછી લોકો આને ભૂલી ગયા છે. શેરડીના રસને ગરમ કરી લગભગ ત્રણ દિવસ સુધી હલાવવામાં આવે છે. ત્યારબાદ તેને વોશિંગ મશીનની જેમ એક મશીનમાં ફેરવવામાં આવે છે. જેમાં તેને પાણી અને દૂધની મદદથી સાફ કરવામાં આવે છે. જેનાથી આમાં રહેલી બધી ગંદકી દૂર થઇ જાય છે. અને સુકાઈ ગયા પછી આનો રંગ સફેદ થઇ જાય છે. આ રીતે દેશી ખાંડ બારીક રવાના પાઉડરના રૂપમાં તૈયાર થાય છે.

ત્યારબાદ ખાંડ બનાવવા માટે દેશી ખાંડને ગરમ કરીને ઓગાળવામાં આવે છે અને એમાં લાંબા દોરાને નાખીને એને ક્રિસ્ટલના રૂપમાં બદલી નાખવામાં આવે છે. સ્વસ્થ રહેવા માટે બજારમાં જે ચોરસ અને નાની ખાંડ મળે છે, તેનો ઉપયોગ કરવાનો નથી. એની જગ્યાએ હંમેશા ફક્ત દોરા વાળી મોટી મિશ્રીનો જ ઉપયોગ કરવો જોઈએ.

તમને આ બંને વસ્તુઓ તમને કરિયાણાની દુકાનમાં સરળતાથી અને ઓછી કિંમતમાં મળી જાય છે. મિશ્રી અને દેશી ખાંડ આપણા શરીરને ઠંડક પહોંચાડે છે. એટલા માટે આયુર્વેદમાં પણ આનો ઉપયોગ અલગ અલગ જડીબુટીઓ અને દવાઓમાં કરવામાં આવે છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, ખાંડમાં જ્યાં કોઈ ખનીજ લેવલ જોવા મળતા નથી, ત્યાં દેશી ખાંડ અને મિશ્રી પોષક તત્વોથી ભરપૂર હોય છે. કારણ કે આને રીફાઇન્ડ કરવામાં આવતી નથી. આ બંનેને ખાંડની જગ્યા પર મીઠાસ માટે લસ્સી, ખીર, હળવા, મીઠાઈ, ચા વગેરે વસ્તુઓમાં ઉપયોગમાં લાવી શકાય છે. આ કેલ્શિયમ, મેગ્નીશિયમ, આયર્ન, ડાયટ્રી ફાઈબર અને એન્ટીઓક્સીન્ટથી ભરપૂર હોય છે.

2. ગોળ :

આ યાદીમાં આગળ આવે છે ગોળ. જણાવી દઈએ કે, તે પણ ખાંડની જગ્યા પર ઉપયોગ કરવા વાળો ખુબ સારો વિકલ્પ છે. ગોળ ગરમ હોય છે એટલા માટે મોટાભાગે આનો ઉપયોગ શિયાળા કે ચોમાસામાં કરવામાં આવે છે. પોષક તત્વની દ્રષ્ટીએ જોવામાં આવે તો ગોળમાં વિટામિન્સ અને મિનરલ્સની માત્રા મિશ્રી, ખાંડ અને કોકોનટ સુગરથી ખુબ વધારે હોય છે. કારણ કે આ સૌથી વધારે અનરિફાઈંડ અને રો-ફોમમાં હોય છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, ખાંડ જ્યાં એસિડિક હોય છે ત્યાં ગોળ ગરમ હોવા છતાં અલ્કવેટિક હોય છે. જે વ્યક્તિ વધારે અલ્કલાઈન ડાયટ ફોલો કરે છે તેટલો જ વધારે સ્વસ્થ અને નિરોગી બની રહે છે. જે લોકોના શરીરમાં કફની માત્રા વધારે હોય છે તેમણે ગોળનું સેવન વધારે માત્રામાં કરવું જોઈએ. આ નશોમાં આવેલ બ્લોકેજને સારું કરવાથી લઈને લીવરની સફાઈ કરવા માટે પણ ખુબ ફાયદાકારક છે.

3. કોકોનટ સુગર :

જો તમને ખબર ન હોય તો જણાવી દઈએ કે, દેશી ખાંડ અને મીશ્રીની જેમ જ કોકોનટ સુગર પણ અનરિફાઈંડ હોય છે. એટલે કે આને બનાવવામાં ખુબ વધારે સફાઈ, ધોલાઈ અને કેમિકલનો ઉપયોગ થતો નથી. કોકોનટ સુગર બનાવવા માટે સૌથી પહેલા નારિયેળના ઝાડના ફૂલો અને દાંડીઓ માંથી મીઠું પાણી ભેગું કરવામાં આવે છે. આને પકવ્યા પછી ઠંડુ કરીને જમાવી નાખવામાં આવે છે. કોકોનટ સુગરમાં કેલરી સામાન્ય ખાંડની બરોબર જ હોય છે. અને આને આપણું શરીર સરળતાથી પચાવી પણ શકે છે, તેમજ આની કોઈ સાઈડ ઇફેક્ટ પણ નથી.

કોકોનટ સુગર સામાન્ય ખાંડ કરતા ખુબ હલકી હોય છે. આમાં આર્યન, પોટેશિયમ, ઝીંક અને કેલ્શિયમ જેવા પોષક તત્વો જોવા મળે છે, અને આનું ગ્લાસ્મિક ઈન્ડેક્ષ પણ ખાંડ કરતા ખુબ ઓછું હોય છે. કોકોનટ સુગર તમને કોઈ પણ સુપરમાર્કેટ કે ઓનલાઇન સરળતાથી મળી જશે.

4. કાચું મધ :

તમે સામાન્ય ખાંડના વિકલ્પ તરીકે મધ પણ વાપરી શકો છો. કારણ કે કાચું મધ ન ફક્ત મીઠાશનું સારું સ્ત્રોત છે, પણ તે આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક હોય છે. પણ બહાર બજારમાં મળતા અશુદ્ધ અને મિક્સિંગ વાળા મધના કારણે હંમેશા લોકો આનાથી મળવા વાળા ફાયદાથી વંચિત રહી જાય છે. મધને ફાયદાકારક નહીં માનવાની ભૂલ કરી નાખે છે. મધ ક્યારેય ખરાબ થતું નથી. એટલા માટે મોટી મોટી કંપનીઓ આને રીફાઇન્ડ કરીને વેચે છે.

આપણે હંમેશા એવા મધનો ઉપયોગ કરવાનો છે જેમાં અનરિફાઈંડ કે પ્યોર હની લખેલુ હોય છે. થઇ શકે તો પોતાના ક્ષેત્રમાં લોકલ મધ કાઢવા વાળની તપાસ કરીને તેમના જોડેથી કાચું મધ ખરીદો. આ શરીરમાં દરેક પ્રકારની એલર્જીને સારું કરવા માટે ખુબ ફાયદાકારક હોય છે. સાથે વજન મેનટેઈન કરવામાં ખુબ ઉપયોગી હોય છે.

5. ખજૂરની સુગર :

જાણકારી માટે જણાવી દઈએ કે, આપણે ખજૂરને પણ સાકરની જેમ મીઠાસ માટે ઉપયોગ કરી શકીએ છીએ. અને ખજૂરની સુગર ઘરે પણ બનાવી શકાય છે. તમે ઈચ્છો તો તેને માર્કેટ માંથી તૈયાર પણ લઇ શકો છો. એને ઘરે બનાવવા માટે સુકાયેલા ખજૂરના બીજ કાઢીને એને હલકા સેકી નાખો. મીક્ષરમાં એનો પાઉડર બનાવી નાખો. પાઉડર બનાવ્યા પછી તેને ગાળીને કોઈ જારમાં રાખી મુકો. ખજુરથી બનેલ આ સુગરનો ચા કે કોફી જેવી વસ્તુઓમાં ઉપયોગ કરી શકો નહીં, કારણ કે આનું પોતાનું અલગ ફ્લેવર હોય છે.

મિત્રો ખજૂરની સુગરમાં ફાયબરની માત્રા વધારે હોવાના કારણે આ તરલમાં સંપૂર્ણ રીતે ઓગળી શકતી નથી. તો પણ આનો ઉપયોગ દૂધની સાથે, મીઠાઈ કે સ્વીટ પકવાન જેમ કે ખીર, હલવો, ઓટ્સ અને કેક જેવી વસ્તુઓ બનાવવામાં કરી શકાય છે.

ખજૂરની સુગરને રોજના ઉપયોગમાં ખુબ સારી માનવામાં આવે છે કારણ કે આમાં વિટામિન્સ, મિનરલ્સ અને ફાઇબર્સની માત્રા ખુબ વધારે હોય છે. આના ઉપયોગથી શરીરમાં જામેલ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે, અને આ આપણા હાડકાઓને પણ મજબૂત બનાવે છે. જે લોકોનું ભોજન સરળતાથી પચતું નથી કે જેમને થાક અનુભવાય છે તેમના માટે પણ આ ખુબ ઉપયોગી છે.

તો મિત્રો આજના આ ખાસ લેખથી જાણવા મળે છે કે, એક કે વધારે વસ્તુઓનો તમે અલગ અલગ જગ્યાએ ખાંડના વિકલ્પ તરીકે ઉપયોગ કરી શકો છો. આનાથી તમને ખાંડથી હંમેશા માટે છુટકારો મળી જશે. અને ખાંડને છોડી દેવાથી મોટાપો અને ડાયાબિટીસનો ભય તો દૂર થાય છે, સાથે એસીડીટી, હાઇપર ટેન્સન, હાઈ બ્લડ પ્રેસર, કોલેસ્ટ્રોલ અને માઈગ્રેન જેવી બીમારીઓમાં પણ ખુબ લાભ મળે છે.

આ લેખમાં જણાવેલી દરેક વસ્તુઓ આપણા આરોગ્ય માટે ખાંડ જેટલી ખતરનાક નથી, તો પણ મીઠાપણાના કારણે આમાં કેલરીની માત્રા ખાંડ કરતા ખુબ ઓછી થઇ. એટલા માટે આનો ઉપયોગ તો કરી શકો છો. પરંતુ ખુબ વધારે માત્રામાં કોઈ પણ મીઠા પદાર્થનું સેવન આપણે કરવું જોઈએ નહીં.