એક મુઠ્ઠી મીઠામાં છુપાયેલો છે કુબેરનો ખજાનો. મીઠાનો આ ઉપયોગ તમને બનાવી શકે છે પૈસાદાર.

0
1743

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં એકવાર ફરી સ્વાગત છે. આજે આપણે મીઠાને લઈને થોડી ચર્ચા કરીશું. મીઠું એક એવી વસ્તુ છે, જે તમને દરેક રસોડામાં જોવા મળે છે. આ મીઠું રસોઈના મસાલામાં સૌથી મુખ્ય ઘટક હોય છે. તેના વગર ખાવાનો સ્વાદ ફિક્કો રહે છે. મીઠું શાકમાં ઓછું નાખવામાં આવે તો મજા નથી આવતી અને વધુ થઇ જાય તો નુકશાન થાય છે. તેથી મીઠાને યોગ્ય માપ કે પ્રમાણમાં નાખવું સૌથી વધુ જરૂરી હોય છે.

આ મીઠાને વાસ્તુશાસ્ત્રમાં પણ મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. જો આપણે વાસ્તુનું માનીએ તો મીઠામાં એક જુદા જ પ્રકારનું આકર્ષણ હોય છે. આથી તેનો ઉપયોગ કોઈ મંત્ર અને તૂટકામાં પણ કરવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે મીઠું નકારાત્મક ઉર્જાને દુર ભગાડવામાં ઘણું ફાયદાકારક હોય છે. સાથે જ તેના યોગ્ય ઉપયોગથી તે સકારાત્મક ઉર્જાને પણ પોતાની તરફ આકર્ષિત કરે છે.

આ કારણે ઘણા લોકો વશીકરણ માટે પણ મીઠાનો ઉપયોગ કરે છે. આમ તો મીઠાનો જો સાચા મંત્ર તંત્ર સાથે ઉપયોગ કરવામાં આવે, તો તે તમને રાતોરાત પૈસાદાર પણ બનાવી શકે છે. તો આવો જાણીએ મીઠાના વાસ્તુશાસ્ત્ર સાથે જોડાયેલ થોડા ઉપાય.

૧. જાણકારી માટે જણાવી દઈએ કે, મીઠું અને કાંચ આ બન્ને જ રાહુના કારક હોય છે. એટલે તમે મીઠાને કોઈ કાચની પ્યાલીમાં ભરીને શૌચાલય કે સ્નાનાગારમાં રાખો, તો ત્યાંથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે. સાથે જ આ ઉપાયથી ત્યાં રહેલ સુક્ષ્મ જીવાણુંઓનો પણ નાશ થાય છે. કહેવામાં આવે છે કે, શૌચાલયમાં સૌથી વધુ નકારાત્મક ઉર્જા હોય છે. તેવામાં આ ઉપાય તેને દુર કરી દેશે.

૨. મીઠાનો આ બીજો ઉપાય ઘણો સરળ છે. એ કરવા માટે જયારે પણ તમે ઘરમાં પોતું લગાવો છો, તો તે પાણીમાં થોડુ મીઠું ઉમેરી દો. અઠવાડિયામાં ઓછા માં ઓછું એક બે વખત મીઠાવાળું પોતું લગાવવાથી ઘણો લાભ થાય છે. આ મીઠું આખા ઘરને સકારાત્મક ઉર્જાથી ભરી દે છે. તેને કારણે ઘરમાં વિકાસ જલ્દી થાય છે. અને સાથે જ એ સકારાત્મક ઉર્જા લક્ષ્મીને પણ ઘરમાં પ્રવેશ કરવા માટે આકર્ષિત કરે છે.

૩. જાણકારી માટે જણાવી દઈએ કે, મીઠાવાળા પાણીથી હાથ પગ ધોવા કે સ્નાન કરવાથી વધુ ફાયદો થાય છે. તેનાથી તમારું શરીર ફ્રેશ થાય છે અને અંદર સકારાત્મક ઉર્જા આવે છે. સાથે જ મીઠા વાળા પાણીથી સ્નાન કરીને સુવાથી ઊંઘ પણ સારી આવે છે. એટલું જ નહિ તમે અઠવાડિયામાં એક વખત બાળકને ચપટી ભર મીઠું નાખીને તે પાણીથી નવરાવશો, તો તેને નજર નહી લાગે. સાથે જ તેને એલર્જી સાથે જોડાયેલ કોઈ બીમારી પણ નહી થાય.

૪. ધનની બરકત માટે મીઠાને કાંચની પ્યાલીમાં ભરીને તેની અંદર ચાર પાંચ લવિંગ મૂકી દો. આમ કરવાથી ઘરમાં ધનની બરકત જળવાઈ રહેશે અને લક્ષ્મી માતાનું આગમન થશે. આ ઉપાયથી મીઠાની સુગંધ પણ જળવાઈ રહે છે, અને ઘરમાં સકારાત્મક ઉર્જા પણ જળવાયેલી રહે છે.

૫. જે લોકોને નોકરી નથી મળી રહી કે પછી ઘંધામાં નુકશાન થઇ રહ્યું છે, તો એવા લોકો પોતાના હાથમાં વાટેલું મીઠું લઈને તેને માથે ઉપરથી ત્રણ વખત ફેરવો. હવે આ મીઠાને દરવાજાની બહાર ફેંકી દો. આવું ત્રણ દિવસ સુધી સતત કરો. જો તેનાથી પણ લાભ ન મળે તો મીઠાને માથા ઉપરથી ફેરવીને શૌચાલયમાં નાખી દો. તેનાથી ચોક્કસ લાભ મળશે.