હનુમાનજીનું એવું ચમત્કારીક મંદિર, જ્યાં મનગમતા સાથી સાથે લગ્નની અને સાથેજ બીજી તમામ ઈચ્છાઓ થાય છે પૂરી

0
2154

એ વાત તો બધા જાણે છે કે મહાબલી હનુમાનજી ભગવાન શ્રીરામજીના સૌથી મોટા પરમ ભક્ત છે, તેમજ તે પોતે બાલ-બ્રહ્મચારી પણ છે. એવું માનવામાં આવે છે કે મહાબલી હનુમાનજી જે વ્યક્તિ ઉપર મહેરબાન થાય છે, તે વ્યક્તિનું જીવન એકદમથી બદલાઈ જાય છે. તે વ્યક્તિને ક્યારે પણ કોઈ પણ પ્રકારની કમી નથી રહેતી, અને તેના જીવનમાં આવનારી તમામ અડચણ મહાબલી હનુમાનજી દુર કરે છે.

જેવું આપણે જાણીએ છીએ કે હનુમાનજી બાલ બ્રહ્મચારી છે, તો આપણે લગ્ન સાથે એમની વાત કરીએ તો મોટાભાગના લોકોના મનમાં એ વિચાર આવશે કે બજરંગબલી તો પોતે બ્રહ્મચારી છે, અને તે આજીવન કુંવારા હતા. તો પછી બજરંગબલીનું લગ્ન સાથે શું લેવા દેવા હોય શકે. તેમજ રામાયણ પરથી સ્પષ્ટ થાય છે કે ભગવાન શ્રીરામ અને સીતાને ભેગા કરવામાં સૌથી મોટી ભૂમિકા બાલ-બ્રહ્મચારી મહાબલી હનુમાનજીની જ હતી.

જણાવી દઈએ કે હનુમાનજી પોતાના ભક્તોના દુ:ખ દુર કરવા વાળા માનવામાં આવે છે. તો પછી બજરંગબલી પોતે બ્રહ્મચારી છે તો પછી એવું નથી કે તે પોતાના ભક્તોને લગ્ન બાબતે નિરાશ કરશે, અને તેમને પણ બાલ-બ્રહ્મચારી જ રહેવા દેશે. બાલ-બ્રહ્મચારી હનુમાનજી ઘણા ઉદાર સ્વભાવના છે, અને જે વ્યક્તિ તેમના દ્વાર ઉપર પોતાની મનોકામના લઈને જાય છે તે ક્યારે પણ તેના દ્વારથી ખાલી હાથ નથી પાછા ફરતા, ભલે તે લગ્નની ઈચ્છા હોય કે પછી કોઈ બીજી ઈચ્છા.

જી હાં, હનુમાનજી પોતાના ભક્તોની લગ્નની ઈચ્છા પણ પૂરી કરે છે. તો આજે અમે તમને મહાબલી હનુમાનજીના એક એવા મંદિર વિષે જણાવીશું જે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે, અને આ મંદિર ઘણું પ્રાચીન પણ છે. આ મંદિરમાં બાલ-બ્રહ્મચારી હનુમાનજીને લગ્ન વાળા હનુમાનજીના નામથી ઓળખવામાં આવે છે.

મિત્રો અમે જે મંદિર વિષે વાત કરી રહ્યા છીએ, તે મધ્યપ્રદેશના જબલપુર શહેરથી લગભગ ૨૦ કી.મી. દુર એક આગાસૌડ ગામની અંદર આવેલું એક ઘણું જ પ્રસિદ્ધ હનુમાનજીનું મંદિર છે. અને આ મંદિર ઘણું પ્રાચીન પણ છે. એવું કહેવામાં આવે છે કે અહિયાંના હનુમાનજીને મીઠાઈ વગેરે પસંદ નથી પરંતુ ફૂલ પસંદ છે, તેમાં પણ કોઈ બીજા ફૂલ નહિ પણ લાલ ગુલાબ તેમને ઘણું વધારે ગમે છે.

આ મંદિરમાં જે કોઈ ભક્ત હનુમાનજીને લાલ ગુલાબ અર્પણ કરે છે, તેમની તમામ ઇચ્છાઓ હનુમાનજી જરૂર પૂરી કરે છે. આમ તો જોવામાં આવે તો આ મંદિરની અંદર તમામ ઈચ્છાઓ પૂરી થાય છે, પરંતુ આ મંદિરની સૌથી મોટી ખાસિયત એ છે કે હનુમાનજી મનપસંદ લગ્નની ઈચ્છા પૂરી કરે છે.

મિત્રો તમે હનુમાનજીના બીજા કોઈ મંદિરમાં જશો તો તે મંદિરમાં સામાન્ય રીતે યુવાન લોકો ઓછા જોવા મળશે. પણ આ લગ્ન વાળા હનુમાનજીના મંદિરમાં યુવક અને યુવતીઓની ભીડ લાગેલી રહે છે. કારણ કે આ મંદિરમાં લોકો પ્રેમ લગ્ન કરવાની મનોકામના માંગવા આવે છે, તો કોઈ પોતાના મનપસંદના સાથી માંગવા આવે છે.

આમના સિવાય આ મંદિરમાં એ લોકો પણ આવે છે, કે જેમના લગ્નમાં વિલંબ થઇ રહ્યો છે, કે પછી કોઈ પ્રકારની કોઈ અડચણ આવી રહી છે. લગ્ન વાળા બાલ-બ્રહ્મચારી હનુમાનજી બધાના લગ્ન કરાવે છે અને સૌની મનોકામના પૂરી કરે છે તેમના દ્વારથી કોઈ પણ નિરાશ નથી જતા. જય બજરંગબલી.