ભારતની એકમાત્ર મહિલા BMW ફોર્મ્યુલા-4 કાર રેસર છે ગરવી ગુજરાતની આ છોકરી છે, જાણો તેના વિષે.

0
119

આજે અમે તમને જણાવીશું ગુજરાતની એક એવી છોકરી વિષે જે ભારતની પહેલી અને એકમાત્ર મહિલા BMW ફોર્મ્યુલા-4 રેસર છે. તેનું નામ છે મીરા એરડા. તેની ઉંમર માત્ર 20 વર્ષ છે. જણાવી દઈએ કે, મીરા એરડાએ 8 વર્ષની ઉંમરે જ કાર્ટ રેસિંગ ડ્રાઇવ કરવાની શરૂઆત કરી હતી. વર્ષ 2011 માં મીરાએ નેશનલ લેવલની કાર્ટ રેસિંગ ચેમ્પિયનશિપ જીતી હતી, અને પોતાના પ્રોફેશનલ કેરિયરની શરૂઆત કરી હતી.

મીરાએ 6 વર્ષ ગો કાર્ટ રેસિંગ કર્યા બાદ વર્ષ 2014 માં ફોર્મ્યુલા કાર રેસિંગની શરુઆત કરી હતી. અને વર્ષ 2016 મીરા ફોર્મ્યુલા-4 એલજીબી ક્લાસમાં રૂકી ચેમ્પિયન બની હતી. 2016 માં મીરાનું સપનું ત્યારે હકીકત બન્યું, જ્યારે તેણીએ BMW ફોર્મ્યુલા-4 કાર 230 ની સ્પીડે ચલાવી અને તે ભારતની એકમાત્ર BMW ફોર્મ્યુલા-4 કાર રેસિંગ વુમન બની.

મીરાએ રેસિંગ દરમિયાન થયેલા પોતાના અનુભવો વિશે વાત કરતા મીડિયાને જણાવ્યું કે, ઘણી રેસમાં એવું બને છે કે, જ્યારે હું રેસ પૂરી કરી હેલ્મેટ ઉતારું છું ત્યારે લોકો આશ્ચર્ય સાથે એવું બોલે છે અરે…આ તો છોકરી છે. મીરાએ એ પણ જણાવ્યું કે, અમદાવાદમાં છોકરીઓ માટે ઘણો સ્કોપ છે. અહીંયાં સ્પોર્ટ્સ માટે જેવું જોઈએ તેવું ઇન્ટરનેશનલ લેવલનું ઇન્ફાસ્ટ્રક્ચર છે. અને હવે થોડા મહિનાઓમાં જ અમદાવાદમાં ગુજરાતનો સૌથી લાંબો ગો કાર્ટ રેસિંગ ટ્રેક પણ બનવા જઈ રહ્યો છે.

મીરાએ બીજી છોકરીઓને પણ રેસિંગ શીખવાડવા માંગે છે. તેણીએ કહ્યું કે, જ્યારે પણ મને તક મળશે ત્યારે હું અમદાવાદની છોકરીઓને ગો કાર્ટ રેસિંગ શીખવીશ. તે કહે છે કે, તમે છોકરી છો એવું સમજી તમારે એક ડગલું પાછળ નહીં પણ આગળ વધવાની જરૂર છે. આ દિશામાં મારે આવનારા સમયમાં કામ કરવું છે.

મીરા ફોર્મ્યુલા કાર રેસિંગ કરતી તેના મગજમાં શું ચાલતું હોય છે? તે વિષયમાં વાત કરતા કહે છે કે, મેં અત્યાર સુધી ઘણી ગો કાર્ટ રેસિંગ અને ફોર્મ્યુલા-4 રેસિંગ કોમ્પિટિશનમાં ભાગ લીધો છે. પરંતુ જ્યારે પણ હું રેસિંગ ટ્રેક પર ઊતરું છું ત્યારે હું પહેલાથી કોઈ પ્લાન બનાવતી નથી. અને જેવી રેસ શરૂ થાય છે ત્યારે હું મારું બેસ્ટ પર્ફોર્મન્સ આપીશ એવું કહીને ટ્રેક પર પરિસ્થિતિ પ્રમાણે કાર ચલાવું છું. કાર ચલાવતી વખતે મને ખુશી થાય છે એટલે હું જ્યારે પણ રેસિંગ કરું ત્યારે એ ક્ષણને એન્જોય કરું છું.

મીરાએ ફક્ત 8 વર્ષની ઉંમરે ગો કાર્ટ કાર ચલાવી હતી. તે 10 વર્ષની ઉંમરે નેશનલ લેવલની પહેલી ગો કાર્ટ રેસિંગ ચેમ્પિયનશિપ જીતી છે. વર્ષ 2014 માં તેણીએ ફોર્મ્યુલા કાર રેસિંગ શરૂ કર્યું. વર્ષ 2016 માં મીરા ફોર્મ્યુલા-4 એલજીબી ક્લાસમાં રૂકી ચેમ્પિયન બની. અને 2016 માં રૂકી ચેમ્પિયનશિપમાં ભાગ લેનાર તે દેશની પ્રથમ છોકરી છે. મીરાએ વર્ષ 2017 માં ફોર્મ્યુલા-4 BMW ચલાવવાની શરૂઆત કરી.