મજેદાર જોક્સ : ચિન્ટુ : મિન્ટુ જલ્દી ઉઠ, ભૂકંપ આવી રહ્યો છે, આખું ધર હલી રહ્યું છે. પિન્ટુ : અરે સુઈ જા….

0
575

જોક્સ :

પહેલો બાળક : કાલે મેં એક રોકેટ લોન્ચ કર્યું હતું તે સીધું સુરજને અથડાયું.

બીજો બાળક : શું વાત કરે છે?

પછી શું થયું?

પહેલો બાળક : પછી શું? મને જોરદાર મેથીપાક આપ્યો.

બીજો બાળક : કોણે?

પહેલો બાળક : બાજુવાળા સુરજની મમ્મીએ.

જોક્સ :

ચિન્ટુ : મિન્ટુ જલ્દી ઉઠ, ભૂકંપ આવી રહ્યો છે,

આખું ધર હલી રહ્યું છે.

પિન્ટુ : અરે સુઈ જા ચૂપ ચાપ,

ઘર પડી જાય તો પણ આપણું શું જવાનું છે?

આપણે તો ભાડુઆત છીએ.

જોક્સ :

ટ્રાફિક પોલીસ : તમારે ચલણ ભરવું જ પડશે. નામ જણાવો પોતાનું.

વ્યક્તિ : યાગ્ન્યલ્કવલ્ક્યદાસ રામાજુક્નસ્મીજણાચાર્ય યયુત્સુ.

ટ્રાફિક પોલીસ : આ વખતે જવા દઉં છું, બીજી વખત લાઇસન્સ લીધા વગર નીકળતા નહિ.

જોક્સ :

બાપ દીકરાએ ઘણી મહેનત કરીને સાસુ-વહુને શાંત કરાવ્યા.

ત્યારે પૌત્રએ દૂરથી નાનીને આવતા જોયા એટલે જોરથી બોલ્યો,

ત્રીજી લહેર આવી ગઈ….

ત્રીજી લહેર આવી ગઈ….

જોક્સ :

ગલીમાંથી અવાજ આવ્યો…

400 રૂપિયામાં આજીવન ઘરમાં બેસીને ખાવ…

પત્નીએ ફટાફટ પોતાના પતિને બહાર મોકલ્યા.

પતિએ બહાર જઈને જોયું અને ગુસ્સે થઈને અંદર આવી ગયો.

પત્ની : શું થયું?

પતિ : અરે યાર, ખુરસી વેચી રહ્યો છે.

જોક્સ :

સવાર-સવારમાં પત્ની ઊંઘમાંથી ઉઠતા જ બોલી,

પત્ની : સાંભળો છો?

પતિ : બોલ શું થયું?

પત્ની : મને સપનું આવ્યું કે તમે મારા માટે હીરાનો હાર લઈને આવ્યા છો.

પતિ : ઠીક છે, તો પાછી સુઈ જા અને પહેરી લે.

જોક્સ :

સોનુ : તું આ ઓફિસમાં ક્યારથી કામ કરી રહ્યો છે?

મોનુ : જ્યારથી બોસે મને નોકરીમાંથી કાઢવાની વાત કરી છે ત્યારથી.

જોક્સ :

રાત્રે રૂમનું તાળું ખરાબ થઈ ગયું હતું.

પત્નીએ ટોર્ચ મને પકડાવી અને પોતે તાળું ખોલવા લાગી ગઈ.

ઘણો સમય થઈ ગયો હતો, પણ તાળું ખુલવાનું નામ જ લઇ રહ્યું ન હતું.

પત્નીનો પારો આકાશને આંબવા લાગ્યો હતો.

પછી તેણે ટોર્ચ પકડી અને મને કહ્યું કે તમે પ્રયત્ન કરો.

મેં પ્રયત્ન કર્યો અને પહેલીવારમાં જ તાળું ખુલી ગયું.

પત્ની મારા પર ભડકી ગઈ અને કહેવા લાગી,

હવે ખબર પડી? ટોર્ચ કઈ રીતે પકડાય છે.

જોક્સ :

રેસ્ટોરેન્ટમાં વેટર : મેડમ તમે પહેલા શું લેશો?

છોકરી : પહેલા હું 10-12 સેલ્ફી લઈશ,

તમે 20 મિનિટ પછી આવજો.

જોક્સ :

પરીક્ષા આપતા સમયે એક છોકરો ગુમસુમ હતો,

મેડમ : તું કંફ્યુઝ છે?

છોકરો ચૂપ રહ્યો.

મેડમ : શું તું બોલપેન ભૂલી ગયો છે?

છોકરો ફરી કાંઈ ન બોલ્યો.

મેડમ : શું તું રોલ નંબર ભૂલી ગયો છે?

છોકરો ફરી ચૂપ રહ્યો.

મેડમ : શું કેલ્ક્યુલેટર ભૂલી ગયો છે?

છોકરો : અરે ચૂપ થઈ જા મારી માં,

અહીં હું ખોટા વિષયની કાપલીઓ બનાવી લાવ્યો છું, અને તમને પેન પેન્સિલની પડી છે.

જોક્સ :

પત્ની : આપણે ક્યાંક ફરવા જઈએ અને હું ખોવાઈ જાઉં તો તમે શું કરશો?

પતિ : હું ન્યુઝ પેપરમાં જાહેરાત આપીશ.

પત્ની : તમે કેટલા સારા પતિ છો. તે જાહેરાતમાં તમે શું લખાવશો?

પતિ : હું તેમાં લખાવીશ કે તું જ્યાં પણ રહે ખુશ રહે.