જુગારમાં કરોડો રૂપિયા હારી ગયો દુનિયાનો આ સૌથી ‘અય્યાશ’ વ્યક્તિ, ભારતમાં પણ આવી ચુક્યો છે

0
361

ઇંસ્ટાગ્રામના કિંગ કહેવાતા અને દુનિયાના સૌથી મોટા અય્યાશના રૂપમાં ઓળખાતા પ્રખ્યાત અમેરિકન પોકર ડેન બિલ્જેરિયન જુગારમાં કરોડો હારી ગયા છે. જો કે એ પછી તેમણે પોતાનું મોટું દિલ દેખાડ્યું.

હકીકતમાં UFC 246 ના એક કાર્યક્રમમાં કૉનર મૈકગ્રેગર અને ડોનાલ્ડ સેરોન વચ્ચેની ફાઈટમાં કૉનર મૈકેગ્રેગર જીતી ગયા. આ ફાઇટ પર ડેન બિલ્જેરિયને ડોનાલ્ડ સેરોન પર બાજી લગાવી હતી.

ડેન બિલ્જેરિયને ડોનાલ્ડ સેરોન પર દાવ લગાવીને કરોડો રૂપિયા ખોઈ નાખ્યા. જો કે તેમણે પોતાનું મોટું દિલ દેખાડતા સોશિયલ મીડિયાના માધ્યમથી તેમના શાનદાર પ્રદર્શન માટે ડોનાલ્ડ સેરોનને અભિનંદન આપ્યા.

જણાવી દઈએ કે, ડેન બિલ્જેરિયનને ઇંસ્ટાગ્રામના કિંગ એટલા માટે કહેવામાં આવે છે, કારણ કે તેમના 28.5 મિલિયન ફોલોઅર્સ છે. સાથે જ તેમની લાઈફસ્ટાઇલ જોઈને લોકો ચકિત રહી જાય છે.

કદાચ જ દુનિયામાં કોઈ એવો વ્યક્તિ હશે જે ડેન બિલ્જેરિયન જેવી અય્યાશી ભરેલી લાઈફસ્ટાઇલ જીવતા હોય. ઇંસ્ટાગ્રામ પરના દરેક ફોટા તેમની લાઈફસ્ટાઇલ દર્શાવે છે.

દરેક સમયે છોકરીઓથી ઘેરાયેલા ડેન બિલ્જેરિયન ઘણા અજીબોગરીબ શોખ માટે ઓળખાય છે. ક્યારેક તે તમને સાંપ અને મગર સાથે રમતા જોવા મળશે, તો કયારેય ચાર્ટડ પ્લેનમાં ફરતા જોવા મળશે.

એક ઈંગ્લીશ વેબસાઈટ અનુસાર, ડેન બિલ્જેરિયનની સંપત્તિ 150 મિલિયન ડોલર એટલે કે લગભગ 1 હજાર કરોડ રૂપિયા છે. તેમના ઘણા બિઝનેસ છે, અને સાથે જ તે પોકરના સારા ખેલાડી પણ માનવામાં આવે છે.

આખી દુનિયાની ઘણી પોકર ઈવેન્ટમાં ડેન બિલ્જેરિયન હાજર રહેતા હોય છે. એવું કહેવામાં આવે છે કે, તેમની સંપત્તિનો સૌથી મોટો ભાગ પોકર દ્વારા જ આવે છે.

એવું પણ કહેવામાં આવે છે કે, ડેન બિલ્જેરિયન સીલ નેવીમાં જોડાવા માંગતા હતા પણ તેવું થઈ ન શક્યું. પછી તેમણે બિઝનેસ સંભાળ્યો અને પોકર રમવા લાગ્યા.

ગયા વર્ષે સપ્ટેબરમાં ડેન બિલ્જેરિયન ભારતની સૌથી મોટી પોકર ઇવેન્ટ ‘ઇન્ડિયા પોકર ચૅમ્પિયનશિપ’ માં હાજરી આપવા માટે ભારત આવ્યા હતા. ગોવાની આલીશાન બિગ ડેડી ક્રુઝ પર થયેલી આ ઇવેન્ટમાં ભારત સહીત આખી દુનિયાના લોકો હાજર રહ્યા હતા.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.