માતાજી ના આ ચમત્કારિક મંદિરમાં હાજરી આપવા પહોંચે છે લાખો ભક્ત, બધાની ઈચ્છાઓ થાય છે પુરી

0
673

માતાજીના આ ચમત્કારિક મંદિરમાં બધાની ઈચ્છાઓ થાય છે પુરી, જાણો તેની ખાસિયત

ભારતમાં ઘણા બધા પ્રસિદ્ધ મંદિર રહેલા છે. આપણા દેશમાં દેવી દેવતાઓના એવા ઘણા મંદિર છે જ્યાં લોકો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવે છે. તેમાંથી એક વિંધ્યાચલ હિંદુઓનું ખાસ તીર્થ સ્થળ માનવામાં આવે છે. ગંગા નદીના કાંઠા ઉપર આવેલું આ મંદિર ભારતનું સૌથી મુખ્ય શક્તિપીઠ માનવામાં આવે છે.

અહિયાં માતાનું એક મંદિર આવેલું છે જેના વિષે એવું કહેવામાં આવે છે કે, જે ભક્ત અહિયાં દર્શન કરવા માટે આવે છે તેની તમામ મનોકામનાઓ માતા રાની પૂરી કરે છે. આમ તો આ મંદિરમાં ભક્તોનું આખું વર્ષ આવવા જવાનું ચાલતું જ રહે છે. પરંતુ નવરાત્રીના દિવસોમાં આ મંદિરમાં ભક્તો લાખોની સંખ્યામાં હાજર રહે છે.

અમે તમને માતાના જે પ્રસિદ્ધ મંદિર વિષે માહિતી આપવા જઈ રહ્યા છીએ તે મિરઝાપુરમાં આવેલું છે. આ મંદિર વિંધ્યાચલમાં વિંધ્યવાસીની મંદિરના નામથી ઓળખવામાં આવે છે. મિરઝાપુરથી લગભગ ૭ કી.મી.ના અંતરે આવેલું વિંધ્યાચલ ભૌગોલીક દ્રષ્ટિથી ભારતનું મધ્ય બિંદુ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, આ સ્થાન ઉપર વિંધ્યવાસીની બિરાજમાન છે, જ્યાં ગંગા નદી વિંધ્ય પર્વતને સ્પર્શ કરીને પ્રવાહિત થાય છે. માન્યતા મુજબ નવરાત્રીના દિવસોમાં વર્તમાન સમયમાં પણ માતા વિંધ્યવાસીની ભક્તો માટે ધજા (પતાકા) ઉપર બિરાજમાન હોય છે.

માતાના આ તીર્થ સ્થળને દેશના ૫૧ શક્તિપીઠોમાંથી એક માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે, નવરાત્રીના દિવસોમાં માતાના દર્શન માત્રથી ભક્તોના તમામ દુઃખ દુર થઈ જાય છે. જો માતા રાની પાસે કોઈ મનોકામના માગવામાં આવે તો તે જરૂર પૂરી થાય છે. લાખોની સંખ્યામાં ભક્ત માતાના દર્શન કરવા માટે લાંબી લાઈનોમાં ઉભા રહે છે.

જે ભક્ત માતાના આ દરબારમાં દર્શન કરવા માટે આવે છે તેમનું કહેવું છે કે, માતા રાનીના દરબારમાંથી કોઈ પણ ભક્ત ખાલી હાથ પાછા નથી ફરતા. અહિયાં 3 કિ.મી.ના વિસ્તારમાં 3 દેવીઓના દર્શન થાય છે. આ તીર્થ સ્થળના કેન્દ્રમાં માં વિંધ્યવાસીની કાલીખોહ(સ્થળનું નામ) ઉપર બિરાજમાન છે. તેની પાસે જ માં અષ્ટભુજા અને મહાકાળી દેવી અષ્ટભુજા નામના બીજા પહાડ ઉપર નિવાસ કરે છે.

બીજા શક્તિપીઠોમાં દેવીના અલગ અલગ અંગોની પ્રતિક રૂપે પૂજા કરવામાં આવે છે, પરંતુ આ શક્તિપીઠ એક માત્ર એવું છે જ્યાં દેવી માતાના સંપૂર્ણ શરીરના દર્શન કરી શકાય છે. ત્રિકોણ યંત્ર ઉપર સ્થાપિત દેવી લોકહિત માટે મહાકાળી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતીના રૂપ ધારણ કરે છે. ખાસ કરીને આ મંદિરમાં ૧૦ દિવસ સુધી માતાના દર્શન કરવા માટે ભક્તોની ઘણી ભીડ લાગેલી રહે છે.

ભક્ત આ મંદિરમાં પોતાની મનોકામનાઓ પૂરી કરવાની પ્રાર્થના કરે છે. અને ભક્તોને કોઈ પ્રકારની કોઈ મુશ્કેલી ન થાય તેના માટે તંત્ર પણ સુરક્ષાની તમામ વ્યવસ્થા કરી રાખે છે. વધુ ભીડને નિયંત્રણ કરવા માટે ગર્ભ ગૃહમાં પણ પોલીસ કર્મચારીઓ ગોઠવવામાં આવે છે. આ મંદિરમાં ભક્તોના તમામ દુઃખ તકલીફો માતા રાની દુર કરે છે.

આ માહિતી લાઈવ હિન્દુસ્તાન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.