મિલકત પર કબ્જો કરવાવાળો એનો માલિક ના હોઈ શકે : સુપ્રીમ કોર્ટ

0
2257

સુપ્રીમ કોર્ટે એક નિર્ણયમાં સુવિધા આપી છે કે, કોઈ સંપત્તિ ઉપર ગેરકાયદેસર કબ્જો કરવા વાળા વ્યક્તિ તે સંપત્તિના માલિક નથી બની શકતા. સાથે જ એ જમીનના માલિક એવા વ્યક્તિને બળજબરી પૂર્વક દુર કરી શકે છે, પછી તેનો કબજો કર્યાને ભલેને ૧૨ વર્ષથી વધુ સમય કેમ ન થઇ ગયો હોય.

નીચલી કોર્ટે કહ્યું કે, એવો કબ્જો ધરાવનારને દુર કરવા માટે કોર્ટની કાર્યવાહીની જરૂર પણ નથી. કોર્ટની કાર્યવાહીની જરૂર ત્યારે પડે છે, જયારે ટાઈટલ વગર કબ્જો ધરાવવા વાળા પાસે સંપત્તિ ઉપર કાયદેસરનો કબજો હોય, જે તેને તે કબ્જાની એવી રીતે સુરક્ષા કરવાનો અધિકાર આપે છે, જાણે કે તે ખરેખર માલિક હોય.

જસ્ટીસ એન.વી. રમણા અને એમ.એમ. શાંતનાગોડરની ટીમે નિર્ણયમાં કહ્યું કે, કોઈ વ્યક્તિ જયારે કબ્જાની વાત કરે છે, તો તેને સંપત્તિ ઉપર કબ્જા ટાઈટલ દેખાડવું પડશે, અને સાબિત કરવું પડશે કે તેનો સંપત્તિ ઉપર કાયદેસરનો કબ્જો છે. પરંતુ ગેરકાયદેસર કબ્જો (ક્યારેક છોડી દેવો ક્યારેક કબ્જો કરી લેવો કે દુરથી પોતાના કબ્જામાં રાખવું) એવા વ્યક્તિને સાચા માલિક વિરુદ્ધ અધિકાર નથી આપતો.

કોર્ટે કહ્યું કે કાયદેસર કબ્જાનો અર્થ એ છે કે, એવો કબ્જો જે કાયમી રીતે લાંબા સમયથી હોય અને આ કબ્જા ઉપર સાચા માલિક શાંતિ રાખી બેઠા હોય, પરંતુ કામચલાઉ કબજો સાચા માલિકને કબ્જો લેવામાં અટકાવી નથી શકતા.

સમિતિએ કહ્યું કે, સંપત્તિ ઉપર ક્યારે ક્યારે કબ્જો કરી લેવો કે તેમાં પ્રવેશી જવું, જે કાયમી કબ્જામાં ગણવામાં નથી આવતું, તેને સાચા માલિક દ્વારા દુર કરી શકાય છે. અને ત્યાં સુધી કે તે જરૂરી બળનો પણ ઉપયોગ કરી શકે છે. કોર્ટે કબ્જા ધારકની આ દલીલ પણ કાઢી નાખી છે કે, લીમીટેશન એક્ટ, ૧૯૬૩ ની કલમ ૬૪ હેઠળ માલિકે કબ્જા વિરુદ્ધ ૧૨ વર્ષની અંદર કેસ દાખલ નથી કર્યો. કોર્ટે કહ્યું કે આ સમય મર્યાદાની અસર-કાયમી કબ્જામાં જ લાગુ પડે છે. અને કામ ચલાઉ કબ્જાની બાબતમાં નહિ.

આ છે બાબત :

બાડમેરમાં પુનારામેં જમીનદાર પાસે ૧૯૬૬ માં થોડી સંપત્તિ ખરીદી હતી, જે એક સ્થળે ન હતી. જયારે સંપત્તિ માટે માલિકી જાહેરાત પછી તપાસ કરવામાં આવ્યું, તો કબ્જો મોતીરામ પાસે મળ્યો. મોતીરામ કોઈ દસ્તાવેજ ન દેખાડી શક્યા અને ટ્રાયલ કોર્ટે સંપત્તિ ઉપર મકાન બનાવવા માટે પાસ કરવામાં આવેલા નકશાના આધારે મોતીરામને ૧૯૭૨ માં કબ્જા માંથી દુર કરી દેવાનો આદેશ કર્યો. તે મોટી હાઈકોર્ટ ગયો અને રાજસ્થાન હાઈકોર્ટે નિર્ણય બદલી દીધો. તેની વિરુદ્ધ માલિક સુપ્રીમ કોર્ટમાં આવ્યો હતો.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે. અને એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુ માં વધુ શેર કરશો. જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોંચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે, અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ કરી શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે. કેમ કે તમારા શેયર કરવાથી જો કોઈ એક વ્યક્તિના જીવનમાં તે ઉપયોગમાં આવી જાય, તો પણ ઘણું પુણ્યનું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મનથી શક્ય હોય એટલા લોકોને જરૂરથી શેયર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી લાઈવ હિન્દુસ્તાન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.