શિવલિંગ ઉપર દૂધ, દહીં, ઘી, મધ, સાકર ચડાવીને કરવો જોઈએ મહામૃત્યુંજય મંત્રનો જાપ, થાય છે આ ફાયદા

0
864

શિવજીનો પ્રિય શ્રાવણ મહિનો શરુ થઈ ગયો છે. કહેવામાં આવે છે કે, આ મહિનામાં શિવજીની પૂજા કરવાથી ભક્તની તમામ ઇચ્છાઓ પૂરી થાય છે. શ્રાવણ મહિનામાં હંમેશા સારા કામ કરવા જોઈએ, કોઈને નુકશાન થાય તેવા કામ ન કરવા જોઈએ.

ઉજ્જેનના જ્યોતીષાચાર્ય પંડિત મનીષ શર્માના જણાવ્યા મુજબ જો કોઈ વ્યક્તિને અજાણતા ડર લાગવા લાગે છે, તો મહામૃત્યુંજય મંત્રના જાપ કરવા જોઈએ. આ મંત્રના જાપથી આત્મવિશ્વાસમાં વધારો થાય છે. પણ એમાં અમુક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. તો જાણી લો કે આ મંત્રના જાપમાં કઈ કઈ વાતો ધ્યાનમાં રાખવી જોઈએ.

આ છે મહામૃત્યુંજય મંત્ર :

ऊँ त्रयम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्। उर्वारूकमिव बन्धनान्मृत्योर्मुक्षीय मामृतात्।।

મંત્રનો સરળ અર્થ : આપણે ત્રણ નેત્રો વાળા ભગવાન શિવની પૂજા કરીએ છીએ, શિવજી દરેક પ્રાણીમાં શક્તિનો સંચાર કરે છે. શિવજી આખી શ્રુષ્ટિનું પાલન પોષણ કરે છે. મહાદેવ પાસે આપણે પ્રાર્થના કરીએ છીએ કે, તે આપણને મૃત્યુના બંધનો માંથી મુક્ત કરે અને મોક્ષ પ્રદાન કરે.

મંત્ર જાપ કરવા વાળા ભક્તો એ આ વાતો ધ્યાનમાં રાખવી જોઈએ :

મંત્ર જાપ કરવા વાળા વ્યક્તિએ રોજ સવારે વહેલા ઉઠવું જોઈએ. સ્નાન વગેરે કર્મ કર્યા પછી કોઈ શિવજીના મંદિરે જાવ કે ઘરના મંદિરમાં જ શિવજીની પૂજા કરો.

પૂજામાં શિવલિંગ ઉપર જળ ચડાવો અને પછી પંચામૃત અર્પણ કરો. પંચામૃત દૂધ, દહીં, ઘી, મધ, સાકરને એક સાથે ભેળવીને બનાવવામાં આવે છે. પંચામૃત ચડાવ્યા પછી એક વખત ફરી જળ ચડાવો. ત્યારબાદ દીવો પ્રગટાવો. અને વસ્ત્ર અર્પણ કરો.

શિવજીને પ્રિય બીલીપત્ર, ધતુરો અપર્ણ કરો. હાર ફૂલ વગેરે વસ્તુ ભગવાનને ચડાવો, કપૂર સળગાવીને એમની આરતી કરો. આવી રીતે પૂજા કર્યા પછી મહામૃત્યુંજય મંત્રના જાપ કરો. આ મંત્રનો જાપ ઓછામાં ઓછા ૧૦૮ વખત કરો. તેના માટે રુદ્રાક્ષની માળાનો ઉપયોગ કરો. ધ્યાન રાખો મંત્રનું ઉચ્ચારણ એકદમ સાચું હોવું જોઈએ.

શિવજીના ભક્તોએ ખોટા કામથી દુર રહેવું જોઈએ. એમણે ક્યારેય પણ માતા પિતા કે કોઈ બીજા વૃદ્ધનું અપમાન કરવું જોઈએ નહિ. તેમજ અનીતિના કામથી પણ દુર રહેવું જોઈએ.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેયરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.