આટલા રૂપિયામાં દૂધના ખાલી પાઉચ ખરીદશે ડેરી કંપનીઓ, જાણો વધુ વિગત

0
2247

મિત્રો, આપણે બધા રોજ દુધના પાઉચ ખરીદીએ છીએ, અને એમાંથી દૂધ કાઢી લીધા પછી એને કચરામાં ફેંકી દઈએ છીએ. આ બધા પાઉચ પ્લાસ્ટિક મટીરીયલ માંથી બને છે. એટલે કે રોજ ઢગલા બંધ પ્લાસ્ટિક કચરામાં જાય છે. જો કે એ પાઉચ પ્લાસ્ટિક માંથી બનતા હોવાને કારણે એને રીસાઈકલ કરીને એનો ઉપયોગ કરી શકાય છે.

અને જો એવું ન કરવામાં આવે તો આપણા પર્યાવરણ પર એની ગંભીર અસર થાય છે. એટલા માટે સરકાર હવે ડેરી કંપનીઓને એ પાઉચને ફરી ઉપયોગમાં લેવા માટે કહી રહી છે. આમ કરવાથી એ પાઉચને રીસાઈકલ કરીને ફરીથી ઉપયોગમાં લઈ શકાશે, અને પર્યાવરણને થતા નુકશાને થોડા અંશે નિયંત્રિત કરી શકાશે.

તો મિત્રો હવે એવું થઈ શકે છે કે, દુધના જે ખાલી પાઉચને અત્યારે તમે કચરામાં ફેંકી દો છો, જલ્દી જ તમને એના બદલામાં અમુક પૈસા મળી જાય. મહારાષ્ટ્ર સરકાર પર્યાવરણને ધ્યાનમાં રાખીને આ દિશામાં ગંભીર પગલા ભરી રહી છે. રાજ્યના પર્યાવરણ મંત્રી રામદાસ કદમે કહ્યું છે કે, ડેરી કંપનીઓએ શક્ય એટલું જલ્દી પ્લાસ્ટિક મિલ્ક પાઉચને પાછા જમા કરવાં અને એમની રિસાયકલિંગ કરવાના ઉપાય કરવાં પડશે. એના માટે કંપનીઓ આ પાઉચને ગ્રાહકો પાસેથી પાછા ખરીદશે.

આ પહેલા 28 મે ના રોજ રામદાસ કદમે પ્લાસ્ટિક પાઉચને પાછા ખરીદવાની યોજના તૈયાર કરવાં માટે 15 દિવસનો સમય આપ્યો હતો. એમણે ડેરી કંપનીઓને રિસાયકલિંગ પ્લાન્ટ તૈયાર કરવાં માટે પણ કહ્યું છે. આ પહેલા માર્ચ 2018માં પણ ડેરી કંપનીઓને આવો જ આદેશ આપવામાં આવ્યો હતો.

ઇન્ડિયન એક્સપ્રેસના રીપોર્ટ અનુસાર, રાજ્યના પર્યાવરણ વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, શનિવારે રામદાસ કદમની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. એ બેઠકમાં મહારાષ્ટ્ર પર્યાવરણ નિયંત્રણ બોર્ડ અને ડેરી કંપનીઓના અધિકારી હાજર હતા. ડેરીઓએ પાઉચ જમા કરવાં માટે વૈકલ્પિક રીતો જણાવી. આ દરમ્યાન રામદાસ કદમે ડેરી કંપનીઓએ પાઉચને પાછા ખરીદવા પર સહમત કર્યા.

રામદાસ કદમે કહ્યું, ‘જો દૂધના પાઉચની કોઈ કિંમત નહીં હોય તો લોકો પાઉચ પાછા નહિ આપે. એટલા માટે અમે ડેરી કંપનીઓને કહ્યું છે કે, તે પ્રતિ પાઉચ 50 પૈસા આપે અને એમને જમા કરી રીસાઈકલ કરે.’ એમણે જણાવ્યું કે, ડેરી કંપનીઓ એવું કરવાં માટે તૈયાર થઈ ગઈ છે.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.