જાણો એક એવા ચમત્કારી મંદિર વિષે, જ્યાં શિવનો અભિષેક કરતા જ વાદળી થઇ જાય છે દૂધ, જાણો વધુ વિગત

0
554

ભગવાન ભોલેનાથના સૌથી પ્રિય મહિના એવા શ્રાવણમાં દેશના તમામ શિવાલયોમાં ભક્તોની ભીડ લાગેલી રહે છે. આમ તો જોવામાં આવે તો આપણા દેશમાં ભગવાન શિવજીના ઘણા મંદિરો રહેલા છે, અને આ મંદિરોની પોતપોતાની અલગ અલગ વિશેષતાઓ પણ છે. એને કારણે જ આ મંદિરો દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. હંમેશા મંદિરોની અંદર કોઈને કોઈ પ્રકારના ચમત્કારો જોવા મળે છે, જેને કારણે જ લોકો દુર દુરથી મંદિરોમાં દર્શન કરવા માટે આવે છે અને તેમની આસ્થા આ મંદિરો સાથે જોડાયેલી છે.

દેશમાં આવેલા શિવ મંદિરોમાંથી એક એવું શિવ મંદિર છે, જ્યાં ભક્તોની ઘણી ભીડ લાગેલી રહે છે. અને આ મંદિરની અંદર લોકો શિવલિંગના ચમત્કારના દર્શન કરવા માટે આવે છે. કારણ કે આ મંદિરમાં જયારે શિવલિંગનો અભિષેક કરવામાં આવે છે, તો તેની ઉપર ચડાવવામાં આવતું દૂધ વાદળી બની જાય છે.

જી હાં, તમે બરાબર સાંભળી રહ્યા છો. દેશમાં એક એવું ચમત્કારિક શિવ મંદિર પણ છે, જ્યાં શિવલિંગ ઉપર જે દૂધ અર્પણ કરવામાં આવે છે તે વાદળી બની જાય છે. અમે તમને જે શિવ મંદિર વિષે જાણકારી આપી રહ્યા છીએ, તે શિવ મંદિર કેરળમાં આવેલું છે. આ ચમત્કારિક શિવલિંગ કેરળના ફિજાપેરુમપલ્લમ ગામમાં કાવેરી નદીના કાંઠા ઉપર રહેલું છે. જેને નાગનાથ સ્વામી મંદિરના નામથી લોકો ઓળખે છે.

અહિયાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ દર્શન માટે આવે છે. આ મંદિરની અંદર કેતુ ગ્રહની શાંતિ માટે અને કુંડળીમાં કાલસર્પ દોષ હોય તો પણ વિશેષ પૂજા થાય છે. આ મંદિરની અંદર મુખ્ય દેવતાના રૂપમાં ભગવાન શિવજીની પૂજા કરવામાં આવે છે. પણ આ મંદિર કેતુની પૂજા માટે ઘણું પ્રસિદ્ધ છે.

આ મંદિર વિષે એવું કહેવામાં આવે છે કે, આ મંદિરમાં રાહુની મૂર્તિ ઉપર સાંપ જોવા મળે છે. તેને નાગોના સ્વામી કહેવામાં આવે છે. કેતુને સાંપોના દેવતા પણ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે અહિયાં રહેલા શિવલિંગ ઉપર દૂધ ચડાવવાથી દૂધનો રંગ બદલાઈને વાદળી થઇ જાય છે. પરંતુ એવું બધા લોકો સાથે નથી બનતું. જે લોકો ઉપર રાહુ કેતુની અસર રહે છે, તે લોકો સાથે જ આ પ્રકારની ઘટના બને છે. જેમની કુંડળીમાં કેતુના દોષ છે, અને જો તે અહિયાં આવીને પૂજા કરે છે, તો તેને કેતુની ખરાબ અસરમાંથી છુટકારો મળે છે.

લોકોનું એવું માનવું છે કે દુધનો રંગ વાદળી થવું તે ભગવાન શિવજીનો ચમત્કાર છે. એવું કહેવામાં આવે છે કે, એના દ્વારા ભગવાન શિવજી એ સંકેત આપે છે કે, વ્યક્તિની કુંડળીમાં દોષ છે જેને કારણે આ દુધનો રંગ વાદળી થઇ ગયો છે. કુંડળીના દોષમાંથી છુટકારો મેળવવા માટે અહિયાં વિશેષ પૂજા કરવામાં આવે છે.

જો આ મંદિરની પૌરાણીક કથા મુજબ જોવામાં આવે, તો એવું કહેવામાં આવે છે કે એક સમયે રાહુને એક ઋષિએ નષ્ટ થઇ જવા માટેનો શ્રાપ આપી દીધો હતો. ત્યારે રાહુ પોતાના શ્રાપમાંથી છુટકારો મેળવવા માટે પોતાના તમામ સમૂહ સાથે ભગવાન શિવજીના શરણોમાં ગયા હતા, અને બધાએ ભગવાન શિવજીની આકરી તપસ્યા કરી હતી. એનાથી પ્રસન્ન થઈને શિવરાત્રીના દિવસે ભગવાન શિવજીએ રાહુને દર્શન આપ્યા, અને તેને ઋષિના શ્રાપમાંથી મુક્તિના આશીર્વાદ આપ્યા હતા. તેને કારણે જ આ મંદિરની અદંર રાહુના અનેક સમૂહ સાથે જોઈ શકાય છે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.