Micromax ના અપકમિંગ ફોનની કિંમત, લોન્ચ ડેટ અને સ્પેસિફિકેશન આવ્યા સામે

0
85

ઘણા જોરદાર ફીચર સાથે લોન્ચ થશે ભારતીય કંપની Micromaxનો આ સ્માર્ટફોન, જાણો પુરી વિગત. સ્વદેશી કંપની માઇક્રોમેક્સ (Micromax) નવા સ્માર્ટફોન સાથે ભારતીય બજારમાં પાછા આવવાની તૈયારી કરી રહી છે. શુક્રવારે માઇક્રોમેક્સના સહ-સ્થાપક રાહુલ શર્માએ ટ્વિટર પર એક વીડિયો શેયર કર્યો હતો, અને માહિતી આપી હતી કે કંપની ‘in’ સિરીઝ હેઠળ ભારતમાં નવા સ્માર્ટફોન લોન્ચ કરશે. હવે એક પબ્લિકેશન દ્વારા આ ફોન્સ વિશેની કેટલીક માહિતી બહાર આવી છે.

ધ મોબાઈલ ઈન્ડિયનના એક રિપોર્ટ મુજબ, માઇક્રોમેક્સ in સિરીઝ હેઠળ બે નવા સ્માર્ટફોન લોન્ચ કરશે અને તેનું લોન્ચિંગ 2 નવેમ્બરના રોજ કરવામાં આવશે.

પબ્લિકેશને આ ડિવાઇસના કેટલાક સ્પેશિફિકેશનનો પણ ખુલાસો કર્યો છે. રિપોર્ટ અનુસાર, બંનેમાંથી એક ફોનમાં મીડિયાટેક હેલિઓ જી 35 પ્રોસેસર હશે અને બીજામાં મીડિયાટેક હેલિઓ જી 85 પ્રોસેસર આપવામાં આવી શકે છે. તેમની કિંમત 7,000 થી 15,000 રૂપિયાની વચ્ચે રાખી શકાય છે.

પબ્લિકેશને સૂત્રોના હવાલેથી જણાવ્યું છે કે, મીડિયાટેક હેલિઓ જી 35 પ્રોસેસરવાળા ફોનમાં 6.5 ઇંચની એચડી પલ્સ ડિસ્પ્લે મળશે, અને તે 2 જીબી + 32 જીબી અને 3 જીબી + 32 જીબી વેરિએન્ટમાં આવશે. તેની બેટરી 5000 એમએએચની હશે અને તે સ્ટોક એન્ડ્રોઇડ પર ચાલશે.

ફોટોગ્રાફી માટે, 2 જીબી વેરિએન્ટના પાછળના ભાગમાં 13 એમપી અને 2 એમપી એમ કુલ બે કેમેરા અને આગળના ભાગમાં 8 એમપી કેમેરો હશે. તેમજ 3 જીબી વેરિઅન્ટના પાછળના ભાગમાં 13 એમપી, 5 એમપી અને 2 એમપી એમ કુલ ત્રણ કેમેરા મળશે. અહીં સેલ્ફી માટે આગળ 13 એમપી કેમેરો હશે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.