જાણી લો લીંબુના રસને 6 મહિના સુધી સ્ટોર કરવાની એકદમ સરળ રીત, ક્લિક કરીને જાણો વિસ્તારથી.

0
2925

મિત્રો, શિયાળામાં લીંબુ સરસ મળતા હોય છે. આથી ઘણા લોકો ઉનાળા માટે એમાંથી લેમોનેડ બનાવતા હોય છે. અને તમે કોઈ પણ સિઝનમાં લીંબુના લેમોનેડ બનાવી શકો છો. એના વિષેની જાણકારી તમને નીચે મળી રહેશે.

જો તમે લીંબુના રસને મહિનાઓ સુધી સ્ટોર કરવાં માંગતા હોવ, તો આજે અમે તમને એના વિષેની માહિતી આપવાના છીએ. એના માટે લીંબુનો રસ કાઢીને એને બરફ જમાવવાની ટ્રે માં જમાવી એના ક્યુબ્સ બનાવી લેવાના છે. જણાવી દઈએ કે, એક ક્યુબ બરાબર હાફ લીંબુનો રસ હોય છે. પછી આ ક્યુબ્સને ઝીપલોક બેગમાં ભરી ફ્રીઝરમાં મુકી દેવા. આને ૬ મહિના સુધી વાપરી શકાય છે. અને આ રીતે સ્ટોર કર્યા પછી તે કયારેય પણ ચટણી, લેમન ટી, શરબત વગેરે બનાવવા માટે તરત જ ઉપલબ્ધ રહે છે.

આ સિવાય લીંબુ માંથી લેમોનેડ બનાવવાથી એમાંથી શરબત તરત જ બનાવી શકાય છે. એના માટે ચમચો ભરી લેમોનેડ લઇ એને પાણીમાં ભેળવી, એમાં સંચળ, ફુદીનો, જીરા પાવડર, જલજીરા વગેરે નાંખીને તરત જ શરબત બનાવી શકાય. આ લેમોનેડ વર્ષ સુધી બરણીમાં બહાર જ સ્ટોર કરી શકાય છે. આવો તમને લેમોનેડ બનાવવાની રીત જણાવી દઈએ.

લેમોનેડ બનાવવા માટે જરૂરી સામગ્રી :

લીંબુ : ૩૦ નંગ,

સાકર : ૧ કીલો.

લેમોનેડ બનાવવા માટે ૬-૭ લીંબુ માટે ૧ કપ સાકર વાપરવી. અથવા તો તમે રસ જેટલો હોય તેની ડબલ માત્રામાં સાકર લઈ શકો. તમને જે ફાવે એ રીતે માપ રાખી શકો. ત્યારબાદ એક કાચની બરણીને સારી રીતે ધોઇને કોરી કરી એમાં સાકર નાખવી. અને લીંબુનો રસ કાઢી ગળણીથી ગાળીનેને બરણીમાં નાખવો. લીંબુને ધોઇને સાવ કોરા કરવા અને ક્યાંય પણ પાણી વાળું વાસણ ના વાપરવું. એમાં રસ નાંખી કોરા ચમચાથી હલાવવું અને સાકર ઓગળે ત્યાં સુધી રોજ એને તડકે મુકવું. હલાવતા વખતે કોરા ચમચાનો જ ઉપયોગ કરવો.

અને આને તમારે રોજ અથવા બે દિવસે હલાવતા રહેવાનું છે. આમાં રહેલી સાકર ઓગળે પછી ઢાંકણ બંધ કરી એને રુમમાં રાખવાનું છે. પછી જ્યારે પણ શરબત પીવું હોય ત્યારે સંચળ, જીરુ, ફુદિનો, મીઠું વગેરે ટેસ્ટ મુજબ લઈ અને પાણીમાં બરફ નાખીને બનાવી લેવું. એમાં જરુર પુરતું લેમોનેડ લઇને પાછી બરણી મુકી દેવી. અને પાણી વાળા ચમચા બરણીમાં નાખવા નહિ. અથાણાની જેમજ આ પણ સરસ બહાર જ રહેશે.

– રેણુકા પટેલ

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.