તમારું જીવન બદલી શકે છે આ મેથી, સ્વસ્થ અને જવાન રહેવા માટે આવી રીતે કરો એનો ઉપયોગ.

0
3127

મિત્રો દુનિયાનો દરેક વ્યક્તિ એવું ઇચ્છે છે કે, તે હમેશા સ્વસ્થ અને જવાન રહે. એના માટે યોગ્ય ખાવા પીવાથી લઈને કસરત કરવી જરૂરી છે. આપણે ત્યાં ઘણા બધા લોકો એવા છે જેમના શરીરમાં કોઈ ને કોઈ સમસ્યા બની જ રહે છે. પણ એવું નથી કે સ્વસ્થ રહેવું વાસ્તવિકમાં એટલું દુષ્કર છે. હકીકતમાં લોકો જો આયુર્વેદની સલાહ લે તો તે લોકો ન માત્ર તંદુરસ્ત રહે છે, પણ જવાન પણ દેખાશે.

આ વાતને ધ્યાનમાં રાખીને આજે અમે તમારા માટે આયુર્વેદનો એક એવો ઉપાય લઈને આવ્યા છીએ, જેના પ્રયોગથી તમે વૃદ્ધ થશો ત્યાં સુધી સ્વસ્થ અને જવાન રહેશો. તેમજ તમને ક્યારેય પણ ડાયબિટીસ, હાઈ બ્લડપ્રેશર, હૃદય રોગ અને સાંધાનાં દુ:ખાવા જેવી બીમારીઓ પણ હેરાન નહિ કરે.

મિત્રો જાણકારી માટે જણાવી દઈએ કે, આપણા ઘરના રસોડામાં જ એવા ઘણા બધા ખાદ્ય પદાર્થો રહેલા છે, જેનું યોગ્ય રીતે સેવન કરવામાં આવે તો આપણે આજીવન સ્વસ્થ રહેશું. અને એમાંથી જ એક અત્યંત સ્વાસ્થ્ય વર્ધક વસ્તુ છે મેથી. જી હા, મેથી પોતાના ઔષધીય ગુણોના કારણે આયુર્વેદમાં ખુબ પ્રચલિત છે.

મેથી માંથી ઘણા પ્રકારના ફાયદાકારક ફિટોન્યુટ્રીએંટ્સ મળે છે. આ ફિટો ન્યુટ્રીએંટ્સ, ઝાડ છોડમાં જોવા મળતા તત્વો છે જે વૃક્ષને બીમારી અને ફંગસથી બચાવે છે, અને સાથે સાથે તે આપણા સ્વાસ્થ્ય માટે પણ ઘણા ફાયદાકારક છે. તેમજ આ મેથીમાં રહેલા ફાયબર અને સેપોનિન એક આશ્ચર્યજનક ઔષધિ બનાવે છે, જે આપણું સ્વાસ્થ્ય જાળવી રાખે છે.

જણાવી દઈએ કે, એના સિવાય મેથીમાં મ્યુસીલેજ નામનું સ્ટીકી (ચીપચીપુ) તત્વ પણ હોય છે, જે મેથીને પાણીમાં પલાળવા પર જૈલમાં પરિવર્તન થઇ જાય છે. અને આ જ જૈલ શરીરના તંતુઓને સારું કરી તેને મજબૂત બનાવવાનું કામ કરે છે. એવામાં જો તમે નિયમિત રૂપથી મેથીનું સેવન કરતા રહેશો, તો તમારું શરીર સંપૂર્ણ રીતે નિરોગી થઇ જશે. જો તમે મેથીને ખાવાની સાચી વિધિ નહી જાણતા હોવ તો એ નીચે મુજબ છે.

મિત્રો, અલગ-અલગ બીમારીઓનો ઉપચાર કરવાં માટે મેથીનો ઉપયોગ પણ અલગ-અલગ રીતે કરવામાં આવે છે. જેમ કે તમે મેથીને પલાળીને તેનું પાણી પી શકો છો, કે તેને પલાળીને ચાવી શકો છો. તેજ મેથીનો ઉપયોગ શાક બનાવામાં કે કઢી બનાવવામાં પણ કરી શકો છો. જયારે કેટલાક લોકો તો મેથીના લાડુ પણ બનાવીને ખાય છે. પરંતુ મેથી ખાવાનું સૌથી સારી રીતે છે તેને પલાળીને સવારે તેને ચાવી ચાવીને ખાઈ જવી.

એના માટે વ્યક્તિની જેટલી ઉંમર હોય તે પ્રમાણે મેથી લઈને ધીરે ધીરે ખુબ ચાવી ચાવીને રોજ સવારના સમયે ખાલી પેટ પાણીની મદદથી ખાવી જોઈએ. જો ચાવવામાં તકલીફ પડતી હોય તો પાણીની મદદથી તેને ગળી શકો છો. આવું દરરોજ નિયમિત કરવાથી વ્યક્તિ હંમેશા નિરોગી અને ચુસ્ત બની રહેશે. એનું સેવન કરવાથી ડાયાબિટીસ, સાંધાનો દુ:ખાવો, બ્લડ પ્રેશર, વારંવાર પેશાબ આવવો વગેરે સમસ્યાથી રાહત મળશે.

તેમજ એ પણ જણાવી દઈએ કે, મેથી ખાવાથી મહિલાઓને પણ વિશેષ ફાયદા થાય છે. મેથીને નિયમિત ખાવાથી સ્તન કેન્સરના રોગનું નિવારણ થઇ શકે છે. સાથે મોનોપોઝની સમસ્યાઓ, માસિક ઘર્મની અનિયમિતતા, અતિશય રક્તસ્રાવથી પણ મેથી નિવારણ આપે છે. આના સિવાય આને ખાવાથી ગર્ભાશયનું ઢીલાપણુ પણ દૂર કરી શકાય છે. સાથે પ્રસવ પછી પણ મેથીના લાડુ ખાવાથી કમજોરી દૂર થાય છે.