ઉપરવાળાએ આપ્યું તો ‘છાપરું ફાડીને’ આપ્યું, આકાશમાંથી એવો ખજાનો પડ્યો કે કંગાળ બની ગયો કરોડપતિ.

0
367

અહીં એક વ્યક્તિના ઘરમાં આકાશમાંથી પડી આવી વસ્તુ કે તેનું ભાગ્ય બદલી નાખ્યું. તમે એક કહેવત જરૂર સાંભળી હશે કે, ઉપરવાળો જ્યારે પણ આપે છે ત્યારે છપ્પર ફાડીને આપે છે. આ કહેવત ઇન્ડોનેશિયાના એક યુવક પર એકદમ સાચી સાબિત થઈ છે. ઇન્ડોનેશિયાનો જોસુઆ હુતાગલંગુ નામનો યુવક જે શબપેટી બનાવવાનું કામ કરે છે, તે થોડી મિનિટોમાં જ કંગાળમાંથી સીધો કરોડપતિ બની ગયો.

હકીકતમાં, 33 વર્ષીય જોસુઆ એક દિવસ જ્યારે પોતાના ઘરમાં કામ કરી રહ્યા હતા, તે દરમિયાન આકાશમાંથી તેમના ઘરમાં એક એવી વસ્તુ પડી જેણે તેમને 10 કરોડ રૂપિયાના માલિક બનાવી દીધા.

જોસુઆના ઘરમાં આકાશમાંથી અત્યંત દુર્લભ ઉલ્કાપિંડનો એક એવો ટુકડો પડ્યો જેણે તેને કંગાળમાંથી કરોડપતિ બનાવી દીધો. આ ઉલ્કાનો ટુકડો આશરે 4 અબજ વર્ષ જૂનો હતો, જેના કારણે તેની કિંમત 10 કરોડ રૂપિયા આંકવામાં આવી છે.

source google

ઉલ્કાનો ટુકડો પડવાથી જોસુઆના કૌલાંગમાં આવેલા ઘરની છતમાં કાણું પડી ગયું. જે સમયે આ પથ્થર આકાશમાંથી પડ્યો હતો, ત્યારે જોસુઆ શબપેટી બનાવવાનું કામ કરી રહ્યો હતો. તે ઉલ્કાના ટુકડાનું વજન 2 કિલોથી પણ વધારે હતું, અને જ્યારે તે છત તોડતીતે નીચે પડ્યું ત્યારે તે 15 સે.મી. જમીનમાં ઘુસી ગયું હતું.

આ ઉલ્કાપિંડના બદલામાં જોસુઆને લગભગ 14 લાખ પાઉન્ડ (10 કરોડ રૂપિયા) મળ્યા. તે ઉલ્કાપિંડ અત્યંત દુર્લભ પ્રજાતિ ગપાનાનો જણાવવામાં આવી રહ્યો છે, જેના લીધે તેની કિંમત 857 ડોલર પ્રતિ ગ્રામ છે. જોસુઆએ કહ્યું કે, જે સમયે તે નીચે પડ્યો ત્યારે તે ખૂબ જ ગરમ હતો, પરંતુ પછીથી તે ઠંડો થઈ ગયો.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.