મેષથી મીન રાશિના સ્વામી કોણ, જાણો કેવી રીતે જોડાયેલ છે તમારી સફળતાનો સંબંધ

0
2466

જ્યોતિષમાં કુલ ૧૨ રાશીઓ હોય છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ રાશીઓ જ વ્યક્તિના નસીબ અને સફળતાની ચાવી હોય છે. આ તમામ રાશીઓના માલિક ગ્રહ પણ હોય છે. કુંડળીમાં નવ ગ્રહોની શુભ અને અશુભ અસર જ વ્યક્તિની કુંડળીમાં સુખ અને દુઃખ, સફળતા અને નિષ્ફળતાની પ્રાપ્તિ થાય છે. આવો જાણીએ તમામ ૧૨ રાશીઓના ગ્રહ માલિક કોણ હોય છે અને કુંડળીમાં તેની અસર થાય છે.

મેષ રાશી :-

મેષ રાશિના માલિક મંગળ ગ્રહ હોય છે. જ્યોતિષમાં મંગળ ગ્રહને તમામ ગ્રહોના વડાનું સ્થાન મળેલું છે. આ રાશિના લોકોએ મંગળવારના દિવસે હનુમાનજીની પૂજા કરવી જોઈએ અને તેને સિંદુર અને લાલ ફૂલ અર્પણ કરવા જોઈએ.

વૃષભ રાશી :-

જે લોકોની રાશી વૃષભ હોય છે, તેના રાશી માલિક શુક્ર હોય છે. શુક્ર ગ્રહને વૈભવ, શાંતિમય અને લકઝરી જીવન જીવવાનું માધ્યમ કહેવામાં આવે છે. આ ગ્રહને પ્રસન્ન કરવા માટે શિવલિંગ ઉપર ગંગાજળ અને દૂધથી અભિષેક કરો.

મિથુન રાશી :-

મિથુન રાશી, રાશી ચક્રમાં ત્રીજા નંબર ઉપર આવે છે. આ રાશીના માલિક બુધ હોય છે. બુધને પ્રસન્ન કરવા માટે બુધવારે ગાયને લીલું ઘાસ ખવરાવો.

કર્ક રાશી :-

આ રાશિના માલિક ચન્દ્રમા હોય છે. કર્ક રાશિના લોકો સોમવારના દિવસે શિવલિંગ ઉપર જળ અર્પણ કરે, કર્ક રાશિના લોકો સફેદ વસ્તુનું દાન કરે.

સિંહ રાશી :-

સિંહ રાશિના માલિક સૂર્ય હોય છે. આ રાશિના લોકોએ સૂર્યની આરાધના કરવી જોઈએ. કુંડલીમાં સૂર્યને મજબુત કરવા માટે દરરોજ સવારે જળ અર્પણ કરો.

કન્યા રાશી :-

કન્યા રાશીના લોકો માટે તેમના ગ્રહના માલિક બુધ હોય છે. બુધ કન્યા મિથુન રાશિના પણ માલિક છે. બુધને પોતાની તરફ કરવા માટે ભગવાન ગણેશને દુર્વા ઘાસ અર્પણ કરવું જોઈએ. આ ઉપાયથી ગ્રહ દોષ ઓછા થાય છે.

તુલા રાશી :-

તુલા રાશીના ગ્રહના માલિક શુક્ર હોય છે. શુક્ર ગ્રહને પ્રસન્ન કરવા માટે કપડાનું દાન ગરીબોને કરો.

વૃશ્ચિક રાશી :-

આ રાશિના માલિક મંગળ ગ્રહ છે. મંગળ મેષ રાશિના પણ માલિક છે. મંગળને મજબુત કરવા માટે હનુમાનજીની ઉપાસના કરવી જોઈએ.

ધન રાશી :-

દેવતાઓના ગુરુ બૃહસ્પતી ધન રાશિના માલિક છે. બૃહસ્પતીને મજબુત કરવા માટે બૃહસ્પતીના દિવસે દાન કરવું શુભ ફળદાયક રહે છે.

મકર રાશી :-

મકર રાશીમાં માલિક શની દેવ છે. શની દેવને ન્યાયધીશનું સ્થાન મળેલું છે. મકર રાશી વાળા લોકોને શની દેવને પ્રસન્ન કરવા માટે રોજ હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ.

કુંભ રાશી :-

મકર રાશી ઉપરાંત કુંભ રાશિના માલિક પણ શની દેવ છે. કુંડળીમાં શની ગ્રહને મજબુત કરવા માટે કાળા તલનું દાન કરવું શુભ ગણાય છે.

મીન રાશી :-

મીન રાશીના માલિક દેવગુરુ બૃહસ્પતી છે. મીન રાશિના માલિકને મજબુત કરવા માટે પીળા રંગના વસ્ત્ર પહેરો અને દાનમાં લાડુ આપો.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.