સ્કૂલના બાળકોએ એક સંદેશ લખી બોટલમાં મૂકી તેને દરિયામાં ફેંકી, 37 વર્ષ પછી આ જગ્યાએ મળી તે બોટલ.

0
176

37 વર્ષ પહેલા જાપાનના દરિયામાં બાળકોએ બોટલોમાં મુક્યો હતો એક સંદેશ… હવે અહીંથી મળી તે બોટલ.

સમુદ્રની લહેરો એટલે કે સમુદ્રના મોજા કેવી રીતે આગળ વધે છે તે જાણવા માટે 37 વર્ષ પહેલા સ્કુલના કેટલાક બાળકોએ એક પ્રયોગ કર્યો હતો. આ પ્રયોગ હેઠળ તે બાળકોએ 750 બોટલોમાં એક ખાસ સંદેશ લખીને જાપાનમાં ટોક્યો પાસે આવેલા એક દ્વીપ પરથી તેને દરિયામાં નાખી દીધી હતી.

આટલા વર્ષોમાં અત્યાર સુધી આ બોટલો દુનિયાભરમાં અલગ અલગ 17 જગ્યાઓ ઉપર મળી ચુકી છે. પણ છલ્લે 50 મી બોટલ 2002 માં જાપાનમાં જ એક દરિયા કિનારે મળી હતી અને ત્યાર પછી આ મિશનમાં લાગેલા લોકોએ તેના વિષે વિચારવાનું પણ બંધ કરી દીધું હતું. પણ આ મહીને ટોક્યોથી 6 હજાર કી.મી. દુર એક બીજા મહાદેશમાંથી તે સ્કુલને મેસેજ મળ્યો કે તેમને બોટલ મળી છે.

37 વર્ષ પછી મળી સંદેશ વાળી આ ખાસ બોટલ : 37 વર્ષ પહેલા કાચની બોટલોમાં એક ખાસ સંદેશ લખીને જાપાનની એક હાઈસ્કુલના બાળકોએ એક વિશેષ હેતુથી તેને દરિયામાં છોડી દીધી હતી. આ સંદેશનો હેતુ દરિયાની લહેરો વિષે સમજવાનો હતો. જાપાનના ટોક્યોના પૂર્વમાં આવેલા ચીબાની ‘ચોશી હાઈસ્કુલ’ ના નેચરલ સાયન્સ ક્લબના બાળકોએ 1984 અને 1985 માં દરિયામાં કુલ 750 બોટલ છોડી હતી. તેમનો હેતુ તે ચકાસવાનો હતો કે દરિયાની લહેરો કેવું વર્તન કરે છે?

તે બોટલો ઉપર ત્રણ ભાષાઓમાં સંદેશ લખીને દરિયામાં નાખવામાં આવી હતી. તે ભાષાઓ અંગ્રેજી, જાપાની અને પુર્તગાલી હતી. બધા ઉપર એક જ સંદેશ લખવામાં આવ્યો હતો, કે તેને મેળવવા વાળા મોકલવા વાળાનો સંપર્ક કરે. આ બોટલો ટોક્યો પાસે આવેલા મિયાકેજીમા દ્વીપ પરથી છોડવામાં આવી હતી.

37 વર્ષમાં 6,000 કી.મી. વહીને હવાઈ પહોંચી બોટલ : આ 750 બોટલોમાંથી છેલ્લી 50 મી બોટલ 19 વર્ષ પહેલા એટલે 2002 માં જાપાનના જ દક્ષીણ પશ્ચિમ કાગોશિમા પ્રાંતમાં મળી હતી. 51 મી બોટલ ટોક્યોથી 6 હજાર કી.મી. દુર 9 વર્ષની એક બાળકીને જુન મહિનામાં હવાઈમાં મળી હતી, જેના વિષે સ્કુલને હવે સંદેશો મળ્યો છે. આ બોટલ ઉપર હજુ પણ પોસ્ટકાર્ડ આકાર વાળો તે સંદેશ છે જે વાંચવા લાયક છે.

આંતરરાષ્ટ્રીય ન્યુઝ એન્જસી એએફપીએ શુક્રવારના રોજ જણાવ્યું કે, સ્કુલના વાઈસ પ્રિન્સીપાલ જુન હયાશીએ જણાવ્યું કે, હું ખુબ જ ચકિત હતો. 50 મી બોટલ 19 વર્ષ પહેલા મળી હતી, એટલા માટે મને લાગ્યું કે બીજી બોટલો ખલાસ થઇ ગઈ છે. મેં નહોતું વિચાર્યું કોઈ બીજી બોટલ મળશે, મને લાગ્યું કે તે બધી ડૂબી ગઈ છે.

જે ક્લબે કર્યો હતો પ્રયોગ તે 2007 માં બંધ થઇ : વાઈસ પ્રિન્સીપાલના જણાવ્યા મુજબ તે હકીકતમાં ખુબ જ રોમાંચક લાગી રહ્યું છે કે, 51મી બોટલ મળી ચુકી છે. હયાશીનું કહેવું છે કે, આશા છે કે કોઈને હવે 52 મી બોટલ પણ મળી જશે. ખાસ વાત એ છે કે જે ક્લબે રીસર્ચ માટે બોટલોને દરિયામાં નાખી હતી, તે 2007 માં જ બંધ થઇ ગયું છે.

સ્કુલે જણાવ્યું કે, વિદ્યાર્થીના બે પ્રતિનિધિ શોધકર્તા બોટલ શોધવા વાળાને એક પત્ર અને એક નાનો ઝંડો મોકલવાની યોજના બનાવી રહ્યા છે, જેનું નામ હવાઈ ટ્રીબ્યુન હેરાલ્ડ સમાચાર પત્રએ એબ્બી ગ્રાહન જણાવ્યું છે. એબ્બીને આ બોટલ હવાઈ પેરેડાઈઝ પાર્કના પથરાળ બીચ ઉપર મળી હતી. તેમાં સ્પષ્ટ લખ્યું હતું કે, તેને ચોશી સ્કુલના બાળકોએ નાખી છે અને મેળવવા વાળાએ આ સ્કુલનો સંપર્ક કરવાનો છે.

ભૂતકાળની યાદો તાજી કરી દીધી છે : 1984-85 માં નેચરલ સાયન્સ ક્લબની સભ્ય રહેલી મયુમી કોંડોએ જણાવ્યું કે, આ શોધે તેમના સ્કુલના દિવસોના ભૂતકાળની યાદો તાજા કરી દીધી છે. તેમણે જણાવ્યું કે, સાડત્રીસ વર્ષ માણસ માટે એક લાંબો સમય છે. પણ બીજી તરફ તે હકીકતમાં એ જણાવે છે કે પૃથ્વી અને પ્રકૃતિ હકીકતમાં કેટલી મોટી અને રહસ્યમય છે.

એબ્બીએ ચોશી હાઈસ્કુલને સપ્ટેમ્બરની શરુઆતમાં જે સંદેશ મોકલ્યો છે, તેમાં તેણે પોતાનું અને પોતાની બહેન સુશીનું ડ્રોઈંગ પણ મોકલ્યું છે. 1985 માં બોટલો છોડી ગયા પછી અત્યાર સુધીમાં કુલ 17 સ્થળોએથી બોટલો મળી ચુકી છે, જેમાં એકીનાવા, ફીલીપિંસ, કેનેડા, ચીન, અમેરિકાના પશ્ચિમ કાંઠા અને અલાસ્કા વગેરે સ્થળો સામેલ છે.

આ માહિતી વન ઇન્ડિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.