મેનેજરે ઉડાવી સમોસા વાળાની મજાક, પછી સમોસાવાળાએ કીધું કંઈક એવું કે થઈ ગઈ મેનેજરની બોલતી બંધ, જાણો.

0
2948

એક મોટી કંપનીના દરવાજા સામે એક પ્રખ્યાત સમોસાની દુકાન હતી, લંચ ટાઈમમાં હંમેશા કંપનીના કર્મચારી ત્યાં આવીને સમોસા ખાતા હતા. એક દિવસ કંપનીના એક મેનેજર સમોસા ખાતા ખાતા સમોસાવાળાની સાથે મજાકના મૂડમાં આવી ગયા.

મેનેજર સાહેબે સમોસાવાળાને કહ્યું, ગોપાલ તારી દુકાન તે ઘણી સારી રીતે મેન્ટેન કરી છે. પરંતુ શું તને નથી લાગતું કે તું તારો સમય અને ટેલેન્ટ સમોસા વેચીને વેડફી રહ્યો છે? વિચાર કે તું મારી જેમ આ કંપનીમાં કામ કરતો હોત તો આજે ક્યાં નો ક્યા હોત? બની શકે કે કદાચ તું પણ આજે મારી જેમ મોટો મેનેજર હોત.

એ વાત ઉપર સમોસાવાળા ગોપાલે થોડો સમય વિચાર્યું અને કહ્યું, સાહેબ આ મારું કામ તમારા કામથી ઘણું સારું છે, ૧૦ વર્ષ પહેલા હું ટોપલીમાં સમોસા વેચતો હતો, ત્યારે તમે નોકરી ઉપર ચડ્યા હતા, ત્યારે હું મહિનામાં એક હજાર રૂપિયા કમાતો હતો અને તમારો પગાર હતો ૧૦ હજાર.

આ ૧૦ વર્ષમાં આપણે બંનેએ ઘણી મહેનત કરી, તમે સુપરવાઈઝર માંથી મેનેજર બની ગયા. અને હું ટોપલીમાંથી આ પ્રસિદ્ધ દુકાન સુધી પહોચી ગયો. હવે તમે મહીને ૫૦,૦૦૦ કમાવ છો અને હું મહીને ૨,૦૦,૦૦૦ પરંતુ રૂપિયાને કારણે હું મારા કામને તમારા કામથી સારું કામ નથી ગણાવતો. આ તો હું બાળકો માટે કરી રહ્યો છું.

થોડું વિચારો સાહેબ મેં તો ખુબ ઓછી કમાણી ઉપર બિજનેશ શરુ કર્યો હતો, પરંતુ મારા દીકરાને એ બધું સહન નહિ કરવું પડે. મારી દુકાન મારા દીકરાને મળશે, મેં જીવનમાં જે મહેનત કરી છે, તે અને તેનો લાભ મારા બાળકો ઉઠાવશે. એની સામે તમારી જીવનભરની મહેનતનો લાભ તમારા માલિકના છોકરા ઉઠાવશે. હવે તમારા દીકરાને તમે સીધો તમારી જગ્યા ઉપર એટલે કે મેનેજરની જગ્યા ઉપર તો નહિ બેસાડી શકો ને, તેને પણ તમારી જેમ ઝીરોથી શરૂઆત કરવી પડશે. અને પોતાની નોકરીના અંતે ત્યાં પહોચી જશે, જ્યાં અત્યારે તમે છો.

જયારે મારો દીકરો ધંધાને અહિયાથી વધુ આગળ લઇ જશે. અને તમારા કામના સમયગાળામાં અમે સૌથી ઘણા આગળ નીકળી જઈશું. હવે તમે જ જણાવો કોનો સમય અને ટેલેન્ટ વેડફાઈ રહ્યું છે?

મેનેજર સાહેબે સમોસાવાળાને ૨ સમોસાના ૨૦ રૂપિયા આપ્યા અને કાંઈ પણ બોલ્યા વગર ત્યાંથી ચુપચાપ નીકળી ગયા.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.