તમે તમારા વર્ષો પહેલાના ડીલીટ થયેલા ફોટોઝને 2 મિનિટમાં આવી રીતે પાછા મેળવી શકો છો.

0
9536

આપણી યાદોને સાચવવા માટે આપણે દરેક અવસર પર ફોટા પડાવીએ છીએ. જ્યારથી કેમેરા આવ્યા છે ત્યારથી લોકો પોતાની દરેક યાદોને કેમેરામાં સાચવતા આવ્યા છે. અને સમય વીતી જાય છે, તો આ ફોટા જોઈને દિલ ફરીથી ખુશ થઈ જાય છે. અને હવે તો સેલ્ફીનો જમાનો આવી ગયો છે, જેમાં લોકો મોટેભાગે સેલ્ફી લેવામાં મગ્ન રહે છે. કોઈ મોકો મળ્યો નથી કે ફોનનો કેમેરો ઓન કરી 10-15 સેલ્ફી લઈ લીધી.

અને મોબાઈલમાં કેમેરાની સુવિધા આવ્યા પછી, દરેક અવસર પર સૌથી પહેલા ફોટા પાડવાનું ચલણ શરુ થયું હતું હે આજ સુધી કાયમ છે. અને એ સુવિધાનો આપણે પૂરે પૂરો ઉપયોગ કરીએ છીએ. તમે તમારા મોબાઈલમાં પોતાના આખા પરિવાર, પોતાના પ્રેમ કે જીવનસાથીના ફોટા રાખો છો. બાળપણના, જવાનીના, જુની ઓફીસના, એક્સ ગર્લફ્રેન્ડ અથવા બોયફ્રેન્ડના અથવા કોઈ ટ્રીપના ફોટા વગેરે દરેક ફોટાઓને તમે મોબાઈલમાં સાચવી રાખો છો.

એવામાં ક્યારેક કોઈ કારણ સર મોબાઈલ બદલવાનો થાય, અથવા ઘણી વાર પોતાની જ કોઈ ભૂલને કારણે મોબાઈલના બધા ફોટો ડીલીટ થઈ જાય છે. આવું થયા પછી દિલને ખુબ જ તકલીફ થાય છે, કે તમારી આટલી બધી યાદો ડીલીટ થઈ ગઈ અને તમે એને બચવવા માટે કંઈ કરી શક્યા નહી.

જયારે પણ મોબાઈલ માંથી કોઈ જરૂરી ફોટા ડીલીટ થઈ જાય છે, ત્યારે મનને ઘણી ચિંતા થાય છે. મગજ વિચારવા લાગે છે કે તે ફોટાને પાછા કઈ રીતે લાવવા. તો મિત્રો, જણાવી દઈએ કે હવે તમારે આ વાતની ચિંતા કરવાની કોઈ જરૂર નથી. કારણ કે હવે અમે તમને એક એવી સરળ ટ્રીક જણાવવાના છીએ જેનાથી તમે પોતાના જુના ડીલીટ થઈ ગયેલા ફોટા પાછા મેળવી શકશો. તમને જણાવી દઈએ કે તમે 2 મિનીટમાં વર્ષો પહેલા ડીલીટ થયેલા ફોટા પાછા મેળવી શકો છો.

આ કામ કઈ રીતે કરી શકાય?

ઉપર જણાવેલો પ્રશ્ન તમારા દરેકના મનમાં ઉભો થયો હશે. તો જણાવી દઈએ કે, જે મોબાઈલથી ફોટા ડીલીટ થયા હોય તેમાં એક એપ્લીકેશન ડાઉનલોડ કરો. પ્લે સ્ટોર પર તમને ખુબ સરળતાથી આ એપ મળી જશે. આ એપનું નામ છે ‘ડીસ્ક્દીગ્ગર’. તેને ડાઉનલોડ કર્યા પછી તમને ફોટો સ્કેન કરવાનો ઓપ્શન મળશે. અને તમે તેના પર ક્લિક કરશો તો થોડી વારમાં જ આ એપ તમારા મોબાઈલમાં એ બધા ફોટા ગોતીને તમારી સામે લાવીને મૂકી દેશે જે ડીલીટ થઈ ગયા હતા.

હવે તમને એમાંથી જે ફોટા પાછા જોઈતા હોય તેને ડાઉનલોડ કરી લો. તો આ રીતે તમે એક એપ ડાઉનલોડ કરીને મીનીટોમાં જ પોતાના જુના ફોટાને ડાઉનલોડ કરી શકો છો. અને આની સૌથી ખાસ વાત એ છે કે, આવી રીતે તમને પોતાના વર્ષો જુના ડીલીટ થયેલા ફોટા પણ મળી જશે.

જાણકારી માટે જણાવી દઈએ કે આવી કોઈ મુશ્કેલીથી બચવા માટે, તમે પોતાના બધા ફોટાને ગુગલ ફોટો પર પણ સેવ રાખી શકો છો. આનાથી મોબાઈલ બદલવા અથવા ચોરી થઈ જાય તો પણ તમને પોતાના ફોટા પાછા મળી જશે. મિત્રો આપણા જીવનમાં ફોટા ખુબ મહત્વ ધરાવે છે, તેથી તેમને ખુબ જ સાચવી રાખવા જોઈએ. તે ખોવાઈ જાય તો તમારી યાદો પણ ખોવાઈ શકે છે.

ફોટા સેફ રાખવાની ટીપ્સ :

પોતાના એન્ડ્રોઇડ મોબાઈલમાં જીમેલ આઈડી લોગ ઈન કરી પોતાના ફોટાને ત્યાં સેવ રાખો.

તેમજ તમારા બધા ફોટાને મેમરી કાર્ડ અથવા પેન ડ્રાઈવમાં પણ રાખો, જેથી ક્યારેક ફોન બદલવા અથવા ચોરી થાય તો મેમરી કાર્ડ અથવા પેન ડ્રાઈવ માંથી પોતાના ફોટા પાછા લઈ શકાય.

જો તમે પોતાના બધા ફોટાનું બેક અપ રાખશો તો તેમને પાછા મેળવવા માટે કઈ કરવું નહી પડે. તેનાથી તમને તકલીફ પણ નહી થાય અને તમારી યાદો પણ સુરક્ષિત રહેશે. આજે ટેકનોલોજીની મદદથી તમે ચપટીઓમાં પોતાની દરેક મુશ્કેલીને સરળ બનાવી શકો છો.