મેકઅપ વિના આવી દેખાય છે આ 9 હિરોઈન, અસલી ફોટો જોઈને તો ઓળખવી પણ મુશ્કેલ.

0
2692

પડદા ઉપર સેલીબ્રીટીઝ મેકઅપમાં દેખાય છે. ત્યાં સુધી કે લંચ સમય હોય કે પછી પાર્ટી તે બધી જગ્યાએ તે મેકઅપમા જ જોવા મળે છે. તે વખતે લોકોના મનમાં પ્રશ્ન ઉઠવા સ્વભાવિક છે કે ખરેખર આ ફિલ્મી કલાકારો મેકઅપ વગર કેવા દેખાતા હશે.

હાલમાં જ ‘સિંઘમ ફેમ હિરોઈન કાજલ અગ્રવાલે સોશિયલ મીડિયા ઉપર પોતાનો મેકઅપ વગરનો ફોટો શેર કર્યો છે. અ ફોટામાં કાજલ ફિલ્મી પડદાથી એકદમ અલગ જોવા મળી રહી છે. બોલીવુડની મોટી હિરોઈનો વગર મેકઅપ વાળા ફોટા દેખાય છે.

સારા અલી ખાન આ દિવસોમાં ‘લવ આજ કલ ૨’ ના શુટીંગમાં વ્યસ્ત છે. સારા અને કાર્તિક આયર્ને દિલ્હીમાં શુટિંગનો પહેલો શેડ્યુલ પૂરો કર્યો છે. હાલમાં જ સારા મુંબઈ એયરપોર્ટ ઉપર જોવા મળી. તે દરમિયાન તે મેકઅપ વગર જોવા મળી.

માનુષી છીલ્લરે ‘મિસ વર્લ્ડ ૨૦૧૮નો એવોર્ડ જીતીને ભારતનું નામ રોશન કર્યું હતું. થોડા દિવસ પહેલા માંનુંષીએ ઈંસ્ટાગ્રામ ઉપર મેકઅપ વગરના ફોટા પોસ્ટ કરવામાં આવ્યા હતા. આ ફોટા જોઇને ખરેખર તમે તેને ઓળખી નહિ શકો. આ ફોટામાં માનુષી પોતાના મેકઅપ વાળા ફોટાથી ઘણી અલગ લાગી રહી છે, ત્યાં સુધી કે પહેલી નજરમાં તમે તેને ઓળખવામાં પણ થાપ ખાઈ શકો છો.

ફેશન ડીવા કહેવાતી સોનમ કપૂર હંમેશા પરફેક્ટ લુકમાં દેખાય છે. થોડા દિવસો પહેલા સોનમે મેકઅપ વગરનો ફોટો સોશિયલ મીડિયા ઉપર શેર કર્યો. સોનમે પોતાના ઈંસ્ટાગ્રામ ઉપર પોતે એ ફોટો શેર કર્યો. તેમને કેપ્શનમાં લખ્યું – ‘મેકઅપ વગર’.

કેટરીના કેફ પણ હાલમાં જીમની બહાર મેકઅપ વગર જોવા મળી. ખાસ વાત એ છે કે કેટરીના મેકઅપ વગર પણ ફોટામાં સુંદર લાગી રહી છે. કેટરીના હાલના દિવસમાં સલમાન સાથે ભારત ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે.

ભૂતપૂર્વ યુનિવર્સલ સુષ્મિતા સેન હાલના દિવસોમાં પોતાના બોયફ્રેન્ડને લઈને ઘણી ચર્ચામાં છે. ૪૩ વર્ષની ઉંમરમાં પણ તેના ચહેરા ઉપર હજુ પણ ચમક જળવાયેલી છે, પરંતુ આ ચમક કદાચ મેકઅપને કારણે જ છે. મેકઅપ વગર સુષ્મિતા સેન કાંઈક આવા પ્રકારની જોવા મળે છે.

બોલીવુડની રાની મુખર્જી પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી સુંદર અભિનેત્રીઓ માંથી એક છે. રાનીએ પોતાની મહેનતથી બોલીવુડમાં પોતાનું અલગ સ્થાન બનાવ્યું છે. પડદા ઉપર સુંદર દેખાતી રાની મેકઅપ વગર કાંઈક આવા પ્રકારની દેખાય છે.

માધુરી દીક્ષિતના ચહેરા ઉપર પણ ચમક જળવાયેલી છે. હજુ પણ માધુરી દીક્ષિત ઘણા ટીવી શો અને ફિલ્મો કરી રહી છે. મેકઅપને કારણે આજે પણ માધુરી દીક્ષિત ઘણી સુંદર દેખાય છે. રીયલ લાઈફમાં મેકઅપ વગર કાંઈક આવી દેખાય છે.

બોલીવુડની પ્રસિદ્ધ અભિનેત્રી તબ્બુ ૯૦ના દશકમાં ટોપની અભિનેત્રીઓ માંથી એક છે. ૪૭ વર્ષની થઇ ગયેલી તબ્બુના જીવનમાં હજુ સુધી કોઈ પાર્ટનર નથી આવ્યો. ફિલ્મોમાં સુંદર દેખાતી તબ્બુ રીયલ લાઈફમાં કાંઈક આવી દેખાય છે.

રવિના ટંડન ૯૦ના દશકની સૌથી પ્રસિદ્ધ અભિનેત્રીઓ માંથી એક છે. રવિના ટંડન ૪૪ વર્ષની થઇ ગઈ છે, હજુ પણ તે ઘણા ઈવેંટસમાં જોવા મળે છે. રીયલ લાઈફમાં મેકઅપ વગર તે આવી દેખાય છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.