દિલ્લીના કુતુબમિનારથી પણ ઉંચો છે આ ૫૦૦ વર્ષ જુનો મહેરાનગઢ કિલ્લો, જાણો આ ઐતિહાસિક સ્થળ વિષે.

0
1911

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. આજે અમે તમને મહેરાનગઢ કિલ્લા વિષે જણાવીશું, જે ભારતના રાજ્ય રાજસ્થાનના જોધપુર શહેરમાં આવેલો છે. ઇતિહાસમાં નોંધવામાં આવ્યું છે કે, જોધપુરના શાસક રાવ જોધાએ ૧૨ મે ૧૪૫૯ ના રોજ આ કિલ્લાનો પાયો ખોદ્યો હતો, અને મહારાજ જસવંતસિંહ (૧૬૩૮-૭૮) ના રોજ આ કિલ્લાને પૂરો કર્યો. એટલે કે આ કિલ્લાનો ઈતિહાસ ૫૦૦ વર્ષ જુનો છે.

જણાવી દઈએ કે ૧૯૬૫ માં ભારત પાકિસ્તાનના યુદ્ધમાં સૌથી પહેલા મહેરાનગઢના કિલ્લાને જ નિશાન બનાવ્યું હતું. પણ એવું માનવામાં આવે છે કે, માતાની કૃપાથી અહિયાં કોઈનો વાળ પણ વાંકો થયો ન હતો.

શું છે આનું મહત્વ?

જાણકારી માટે જણાવી દઈએ કે, આ કિલ્લાની દીવાલો ૧૦ કી.મી. સુધી ફેલાયેલી છે. તેની ઉંચાઈ ૨૦ ફૂટથી લઈને ૧૨૦ ફૂટ અને પહોળાઈ ૧૨ ફૂટથી લઈને ૭૦ ફૂટ સુધી છે. તેના પરકોટામાં છુપા રસ્તા વાળા સાત આરક્ષિત કિલ્લા બનેલા હતા. ગોળાકાર રોડ સાથે જોડાયેલ આ કિલ્લામાં ચાર દરવાજા છે. કિલ્લાની અંદર ઘણા ભવ્ય મહેલ, અદ્દભુત નકશીવાળા દરવાજા અને જાળીવાળી બારીઓ છે.

મિત્રો આમ તો ભારતમાં ફરવા માટે એટલા બધા સુંદર સ્થળો છે કે તમારું આખું જીવન ઓછું પડી જાય. અને ભારતમાં આવેલા તમામ ઐતિહાસિક કિલ્લાને જોવા માટે તમને વર્ષોના વર્ષો લાગી જશે. એમાંથી જ એક આ મહેરાનગઢ કિલ્લો છે. જોધપુરનો મહેરાનગઢ કિલ્લો ૧૨૦ મિટર ઊંચા એક પહાડ ઉપર બનેલો છે. આવી રીતે આ કિલ્લો દિલ્હીના કુતુબમિનારની ઉંચાઈ (૭૩ મીટર) થી ઉંચો છે. આ કિલ્લા પરિસરમાં સતી માતાનું મંદિર પણ છે.

કિલ્લા માંથી દેખાય છે પાકિસ્તાન :

જેવું કે અમે આગળ જણાવ્યું કે, ૧૯૬૫ માં ભારત પાકિસ્તાનના યુદ્ધમાં સૌથી પહેલા મહેરાનગઢના કિલ્લાને નિશાન બનાવ્યું હતું. પણ અહિયાં કોઈનો વાળ પણ વાંકો થયો ન હતો. અને આ કિલ્લાની ટોચ ઉપરથી તમે સરળતાથી પાકિસ્તાનની બોર્ડર જોઈ શકો છો.

જાણો કેવી રીતે પહોચી શકાય :

હવે અહીં પહોંચવાની વાત કરીએ, તો જો તમે વિમાનથી જવા માંગો તો તમે જોધપુર વિમાનમથકથી થઈને સરળતાથી પહોંચી શકો છો. તેમજ ટ્રેનથી જવા માટે જોધપુર રેલ્વે સ્ટેશનથી ટ્રેન મળી રહે છે. બધા મોટા શહેરો માટે ટેક્સી, બસ કે રીક્ષા મળી જશે. તમે અહિયાં બસ દ્વારા પણ પહોંચી શકો છો. નવી દિલ્હી અને આગ્રાથી જયપુર માટે ઘણી સીધી બસ મળે છે. દિલ્હી અને આગ્રા વચ્ચેનો આ રોડ ગોલ્ડન ટ્રાવેલ વિસ્તારનો ભાગ છે. તો રજાના દિવસોમાં એકવાર આ ભવ્ય કિલ્લાની મુલાકાત જરૂર લેજો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.