15 થી 18 મિનિટમાં ટ્રેડિશનલ માવો બનાવવાની રેસીપી, બજારમાં વેચાતા નકલી માવાથી બચો અને ઘરે બનાવો માવો

0
12582

બજારમાં વેચાતો નકલી માવો ખાવાનું છોડો અને આ રીતે ઘરે જ ટ્રેડિશનલ માવો બનાવીને ખાવ, મિનિટોમાં તૈયાર થઈ જાય છે.

મિત્રો દુધનો માવો બધાને ઘણો પ્રિય હોય છે. તો આજે આપણે હોમ મેડ માવો બનાવતા શીખીશું. માવો ઘણી બધી વસ્તુઓ બનાવવામાં તેનો ઉપયોગી થતો હોય છે. આપણી ભારતીય મીઠાઈ લોકપ્રિય છે જેમાં માવાનો ઉપયોગ થાય છે, અને ઘણા લોકો મીઠાઈ બનાવવા માટે માવો તૈયાર લાવે છે. પણ હમણાં બજારમાં મળતા મિલાવટી અને ખરાબ માવાથી બચવા માટે તમે માવો ઘરે જ બનાવી શકો છો. અને કોઈપણ મીઠાઈમાં તાજો માવો એડ કરીયે તો તેનો સ્વાદ બહુ સારો રહે છે.

તેમજ ઘણા બધા લોકો બહારના માવાનો ઉપયોગ નથી કરતા તે લોકો માટે આ રેસિપી ઘણી ઉપયોગી છે. દુધનો માવો પણ ઘણી બધી રીતે બનતો હોય છે. ત્યારે અમે તમને ઘરમાં જે દૂધ અને મલાઈથી સરસ રીતે બહારના જેવો માવો કેવી રીતે બનાવવાનો એ શીખડવાના છીએ. અને આ માવો ખાલી 15 થી 17 મિનિટમાં તૈયાર થઇ જાય છે. એનું રિઝલ્ટ અને ટેસ્ટ બહારના માવા કરતા પણ સરસ મળે છે. તો આવો આજે ઘરે માવો કેવી રીતે બનાવવો તે જાણીએ.

માવો બનાવવાની સામગ્રી :

500 ml દૂધ

1/2 કપ મલાઈ

1/4 ઘી

માવો બનાવવાની રીત :

સૌથી પહેલા દૂધને ગાળીને એક વાસણમાં કાઢી લો. ત્યારબાદ દૂધને ગેસ પર ગરમ કરવા મૂકી દેવાનું છે. અને તેને ગરમ કરવા બને ત્યાં સુધી નોન સ્ટિક અથવા જાડા તળિયા વાળી કઢાઈ વાપરવાની છે. અને એમાં મલાઈ એડ કરી દેવાની છે. ઘણા લોકો એકલા દૂધનો પણ માવો બનાવતા હોય છે, પણ એ રીતે માવો બનાવવામાં વધારે સમય પણ લાગે છે, અને એમાં છેલ્લે જે માવો બને છે તે ઘણો ઓછો બને છે. મલાઈ નાખ્યા બાદ તેને સતત હલાવતા રહેવાનું છે. જયારે આપણે મલાઈ એડ કરીયે તો તેમાં ફેટ વધે અને આપણો માવો વધારે પ્રમાણમાં બને છે. હવે આ દૂધને મીડીયમ ગેસ ઉપર ઉકાળવાનું છે.

તમારે વચ્ચે વચ્ચે તેને હલાવતા રહેવાનું છે અને કઢાઇની વચ્ચે જે ચોટેલું દૂધ હોય છે તેને પણ ઉખાડતાં રહેવાનું છે. અને તેને હલાવતા રહેવાનું છે. 10 મિનિટ પછી દૂધ ઉકળવા લાગશે. દૂધ ઘટ્ટ થાય એટલે એને સતત હલાવતા રહેવાનું છે. જેથી તે નીચે ચોંટે નહિ. જો તમારે કોઈ પંજાબી શાક માટે માવો ઉપયોગ કરવો હોય તો આ ટાઈમે ગેસ બંધ કરી દેવાનો છે, કારણકે શાકમાં હમેશા થોડો ઢીલો હોય એવા જ માવાનો ઉપયોગ કરવામાં આવે છે.

હવે તે સમયે ઘી ઉમેરવાનું છે. ઘી એક વિકલ્પ છે. ઘી એડ કરવાથી માવામાંથી ખુબજ સરસ સુગંધ આવે છે. કોઈ પણ વસ્તુમાં થોડું ફેટ રિલીઝ કરો તો તે બીજી વસ્તુમાં પણ ઝડપથી રિલીઝ થવા મળે છે. તમે જેમ જેમ હલાવતા જાસો તેમ તેમ ઘી રિલીઝ થવા માંડશે, અને એના ગોળા જેવું બનવા લાગશે, ત્યારે તેને પ્લેટમાં લઇ કાઢી લેવાનો છે. અને તેને ઠંડો થવા દેવાનો છે. આ એક મોસીયર વાળો અને કળી વાળો માવો તૈયાર થઇ ગયો છે. હવે આ માવો સર્વિંગ કરવા માટે તૈયાર છે.

ઘરે બનેલા આ માવા માંથી તમે કોઈપણ ભારતીય મીઠાઈ બનાવી શકો છો. અમે જણાવ્યું તે પ્રમાણે પંજાબી શાકમાં માવાનો ઉપયોગ કરવો હોય તો એના માટે માવો થોડો ઢીલો રાખવો જોઈએ. જયારે માવો ઢીલો હોય ત્યારે ગેસ બંધ કરી દેવાનો છે.

આ માવો ઠંડો થઇ જાય ત્યારે તેને હવાચુસ્ત ડબ્બામાં ભરી ફ્રિજરમાં 1 મહિના સુધી સ્ટોર કરી શકો છો. દૂધની વસ્તુ હોય તો અમારા મુજબ તેને 1 મહિનાથી વધારે રાખવું જોઈએ નહિ. પણ ઘણા લોકો તેને એક મહિના કરતા વધારે રાખે છે. પણ આને બનાવામાં એટલી વાર પણ નથી લગતી તો પણ તમને લાગે કે થોડો ગ્લો વધ્યો છે તો તેને ફ્રીજરમાં એરટાઈટ ડબ્બામાં ભરીને સાચવીને રાખી શકો છે.

વિડિઓ : (વિડીયો લોડ થવામાં સમય લાગી શકે છે, રાહ જોવા વિનંતી.)