નવસારીમાં પતિ-પત્નીના ઝઘડાનું સમાધાન કરાવતા મૌલવીની થઈ ગઈ ધોલાઈ, જાણો કેમ ને જુઓ ધોલાઈનો વિડીયો

0
615

આપણા દેશમાં લોકોને ઠગવાના ઘણા બનાવો બનતા રહે છે, જેમાં અંધશ્રદ્ધામાં વિશ્વાસ કરાવીને લોકોને ઠગવાના ઘણા કિસ્સા સામે આવે છે. આજે અમે તમને એક એવા જ કિસ્સા વિષે જણાવીશું, પણ એમાં જે ઠગ હતો એની પાછળથી ધોલાઈ થઈ ગઈ હતી. જણાવી દઈએ કે એક પતિ-પત્ની વચ્ચેનાં ઝઘડાનું સમાધાન કરાવવા માટે, એક મૌલવીએ મહિલા પાસેથી 48 લાખ રૂપિયા પડાવ્યા હતા. એનાથી ઉશ્કેરાયેલી મહિલા અને તેની માતાએ એ મૌલવીને જબરજસ્ત મેથીપાક ચખાડી એને પોલીસને હવાલે કર્યો હતો. એનો વીડિયો પણ ઘણો વાયરલ થયો છે.

મળેલી જાણકારી અનુસાર, નવસારીમાં પતિ-પત્નીના ઝઘડાનું સમાધાન લાવવા માટે એક મહિલાને નવસારીનાં જ એક મૌલવીએ તાવીજ બનાવી આપવા માટે કહ્યું, અને એમની પાસેથી તબક્કાવાર 48 લાખ રૂપિયા પડાવ્યા હતા. આ બાબતે જ્યારે એ મહિલાની માતાને જાણ થઈ તો તે થતા રૂપિયા કઢાવવા મૌલવી પાસે પહોંચી હતી. જ્યાં તેમની વચ્ચે મારામારી થઇ હતી. આ બનાવનો વીડિયો ઘણો વાયરલ થયો છે. મૌલવી સામે મહિલાએ પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે. અને પોલીસ મૌલવીની ધરપકડ કરી લીધી છે.

મૌલવી પાસે તાવીજ તથા અન્ય વિધિ કરાવી હતી :

ત્યારબાદ એ પરીણિતાએ ગુરૂવારે નવસારી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી અને એમાં એણે જણાવ્યું હતું કે, તેમના એક લગ્ન તૂટી જતા તેમણે બીજા લગ્ન કર્યા હતા. જેની જાણ પ્રથમ પતિના ભાઈ થઈ, તો એણે તેના બીજા લગ્ન તોડવા માટે એના પ્રથમ લગ્નનો વિડિયો તેના પિતાને બતાવીને બ્લેકમેઈલિંગના પ્રયત્નો કર્યા હતા.

પછી આ બાબતે તેની માતાએ વલસાડમાં રહેતા જાવેદભાઈ નામના એક રિક્ષાવાળાને આ બધી વાત જણાવી હતી. અને જાવેદભાઈ પરીણિતાએ આ કામ માટે નવસારીના ચારપુલ ખાતે, જૂના બસ ડેપોની બાજુમાં આવેલા એવન એપાર્ટમેન્ટમાં ઇલ્યાસ અબ્દુલરસીદ હજાત (રહેવાસી દરગાહનો વાડો, નવસારી) નામનો કહેવાતો મૌલવી પાસે લઈ આવ્યો હતો. એ મૌલવી વશીકરણ કરવાનું કામ કરે છે. પરીણિતાએ તેની પાસે તાવીજ તથા અન્ય વિધિ કરાવી હતી. તેના લગ્ન બીજા યુવક સાથે થયા હતા અને લગ્નના છ માસ બાદ બીજો પતિ તેને છોડી તેના ઘરે ગયો હતો.

આ બાબતે માહિતી મેળવતા તેના પ્રથમ પતિના ભાઈએ બીજા પતિને તેના અગાઉ લગ્નની વાત કરી હતી. તે સમસ્યાના હલ માટે પરીણિતાએ નવસારીના કહેવાતા મૌલવીનો ફરીથી સંપર્ક કર્યો હતો. મૌલવીએ આ પરીણિતાને તેને પૈસાની જરૂર છે તેમ કહીને પ્રથમ રૂ. 3.50 લાખ માંગ્યા હતા. જે તેણીએ આપ્યા હતા, ત્યારબાદ તેણે વારંવાર પૈસાની માંગણી કરી કુલ 48 લાખ રૂપિયા જેટલી રકમ કઢાવી હતી. એટલું જ નહીં એણે પાછળથી એક કાર અને સોનાનાં દાગીના પણ આપ્યા હતા. એ મૌલવી સાઉથ આફ્રિકા જતા તેમના નજીકના ઇસમે તેના વશીકરણનો પર્દાફાશ કરી દીધો હતો.

પરીણિતા અને તેની માતાને માર માર્યો :

છેવટે એ પરીણિતા અને તેની માતા નવસારી ખાતે પોતાના નાણા પરત લેવા આવ્યા હતા. તેઓ મૌલવીના ફ્લેટ ઉપર જતા માતા-પુત્રીએ નાણા માંગતા તે ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળાગાળી કરીને પરીણિતા અને તેની માતા ઉપર હુમલો કર્યો હતો. તેમજ તેણે પરીણિતાના પતિને મારી નાંખવાની ધમકી પણ આપી હતી. પછી પરીણિતા અને એની માતાએ મૌલવીની ધોલાઈ કરી હતી. આ બાબતની પરીણિતાએ નવસારી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

જુઓ વિડીયો :