તમે પણ વૃક્ષ ઉગાવવા માંગતા હોય તો આ રીત અપનાવો એક જ વખત પાણી નાખવાથી ઉગી જશે ઝાડ

0
4090

પાણીની ખુબ સમસ્યા છે પાણીને કેવી રીતે બચાવી શકાય છે? આજે અમે તમને એક એવા ખેડૂત સાથે મળાવવા જઈ રહ્યા છે, જે ફક્ત એક લીટર પાણીથી આખું ઝાડ ઉગાડી શકે છે. ઝાડના જીવન કાળમાં ફક્ત એક લીટર પાણી જ લાગે છે. રાજસ્થાન જયપુર સીકરના ખેડૂત તેઓએ જણાવેલ પુરી જાણકારી આપીશું.

તેઓ જણાવે છે તેઓએ 2 થી 3 જેવી શોધ કરી છે, તેમાંથી એક છે એક લીટર માંથી છોડ ઉગાડવાની અને આ ટેક્નિક રાજસ્થાનના રણ પ્રદેશ વાળા જિલ્લામાં પણ ખુબ સફળ થઇ છે. તેઓ આના વિષે જણાવે છે. વરસાદમાં જે પાણી વરસે છે, તે પાણી જમીનમાં અવશોષિત થઇ જાય છે, તે પાછું બે કારણોથી નીકળે છે.

પહેલું કારણ છે, ખેતરમાં જે ઘાસ ઉગે છે, તે પાણીને એક મીટરની અંદર જેટલો પણ ભેજ છે તે ખેચી લે છે. બીજું કારણ હોય છે કે જે જમીન પડી રહે છે તેમાં બાષ્પીભવનના કારણે જમીનમાં છિદ્ર પડી જાય છે, તે પાણી તે છિદ્ર બનાવથી ઘણું ખરું બાષ્પીભવનમાં નીકળી જાય છે. તેને આપણે વૈજ્ઞાનિક ભાષામાં કેપિરિયેક્શન કહીએ છીએ. જે કેપિરિયેક્શન અને ઘાસથી બંનેથી જે પાણી નીકળે છે, તો કંઈક એવું આપણે કરવું કે આ બંને કારણ રહે નહિ. પછી તે પાણી જમીનમાં જ રહેશે.

અમે એવું કરીએ છીએ કે જે ખેતરમાં છોડ લગાવવાના છે, તે ખેતરમાં 2 વાવણી કરીએ છીએ. 2 ઊંડી વાવણી કરી છીએ, 2 ઊંડી વાવણી એટલા માટે કરીએ છીએ કે એક તો નીંદણ ન થાય અને એપેલીટી બ્રેક થઇ જાય. તેનો સમય છે, તે ખુબ ધ્યાનમાં રાખવાની જરૂરત છે. જયારે પહેલો વરસાદ પડે છે. તેના 5-6 દિવસ પછી પહેલી વાવણી કરવી પડે છે.

તેનાથી એવું થાય છે કે જેટલી પણ ઘાસ હોય તે 5-6 દિવસમાં ઉગી ગયેલ હોય છે. બીજી વાવણી વરસાદ ગયા પછી એટલે કે છેલ્લો વરસાદ થઇ જાય પછી, સામાન્ય રીતે રાજસ્થાનમાં સપ્ટેમ્બરમાં વરસાદ જાય છે, સપ્ટેમ્બરમાં વાતાવરણ વિભાગ અને અન્ય વિભાગ દ્વારા જાણકારી મળે કે આ છેલ્લો વરસાદ હોઈ શકે છે, તેના પછી બીજી વાવણી કરવી પડે છે.

પહેલા તો જે વરસાદમાં જે ઘાસ ઊગેલ છે તે નષ્ટ થઇ જાય છે, પછી જે જમીન ઉપર જે છિદ્ર બનેલા હોય છે તે નષ્ટ થઇ જાય છે. સામાન્ય રીતે જે વાવણી થાય છે, તે 25 થી 30 સેમીમાં થાય છે. ઉપરના 25 થી 30 સેમી વાળી જગ્યા પર નવા છિદ્ર છે અને નવું ઘાસ છે પરંતુ નીચેની જે જમીન છે તેમાં છિદ્ર બનેલા હોય છે.

જો આપણે છોડ લગાવવા માટે દોઢ ફૂટનો ઊંડો ખાડો કરવો પડે છે અને લંબાઈ અને પહોળાઈ 4 થી 5 ઇંચ રાખવાની છે. હવે તે દોઢ ફૂટમાં 1 ફૂટ નીચે તે છોડના મૂળ હોવા જોઈએ. જે છોડ હોય છે, તેની જે પ્લાસ્ટિકની થેલી હોય છે તે લગભગ એક ફૂટની હોય છે એટલે તે એક ફૂટ તેમાં જતું રહે છે અને બાકી નો જે અડધો ફૂટ છે, તેમાં એક લીટર પાણી નાખી દેવાનું છે.

જેવું આપણે ચોમાસામાં છોડ લગાવીશું એટલે વરસાવાદના કારણે ભેજ ઉપરના સ્તર પર વધારે હોય છે, છોડના મૂળ ત્યાં જ ફેલાય છે, જયારે ચોમાસુ ચાલ્યું જાય છે. તો ઉપરની જમીન પહેલા સુકાય છે. તો તેનાથી એવું થાય છે કે છોડના મૂળ પણ સુકાય છે એવામાં થાય એવું કે બે વિકલ્પ રહે છે તેને પાણી આપો અથવા છોડ સુકાઈ જશે. સીધું કહેવામાં આવેલ તો છોડની આદત થઇ જાય છે કે તે પાણી પીવાની.

આ ટેક્નિકમાં એવું છે જેવું શિયાળો આવે છે, જમીન ઉપરથી ધીમે સુકાય છે. છોડ લગાવવાનો સમય છેલ્લો વરસાદ એટલે ઓગસ્ટના અંતથી લઈને ઓક્ટોમ્બર સુધી હોઈ શકે છે. આજ મહિનામાં છોડ લગાવવો ખુબ સારો રહે છે. કારણ કે નીચે ભેજ વધારે હોય છે એટલે છોડના મૂળ નીચે જાતે જ વધતા જશે એટલે તે છોડને ક્યારેય પાણીની જરૂર પડતી નથી.

આજના સમયમાં પાણીનો ઘટાડો જોવા મળે છે એટલે આ ટેક્નિકથી તમે પાણીની પણ બચત કરી શકો છો. આ ટેક્નિકથી રાજસ્થાન જેવી જગ્યાને પણ લીલુંછમ બનાવી શકાય છે.

આ માહિતી યુટ્યુબ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.

વધુ જાણકારી માટે નીચે આપેલ વિડીઓ જુઓ :