માટી વગરની ખેતી કરતા શીખવી રહ્યા છે ભૂતપૂર્વ નૌસેના અધિકારી, વધુ જાણકારી માટે ક્લિક કરો

0
4965

દેશ સેવા પછી હવે ખેતી વ્યવસ્થાને સારી બનાવી રહ્યા છે, ભૂતપૂર્વ નૌસેના અધિકારી માટી વગર પાક ઉગાડવાનું શીખવે છે. લગભગ છેલ્લા થોડા સમયથી ભારતમાં જ ખેતી કરવા લાયક જમીનનું સ્તર વર્ષેને વર્ષે નીચું આવતું જાય છે. ખેતી અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા કરવામાં આવેલી ૧૦મી ગણતરી મુજબ ભારતમાં ૨૦૧૦-૧૧માં ૧.૧૫ હેક્ટર્સની અપેક્ષા એ ૨૦૧૫-૧૬માં આ આંકડો ૧.૦૮ હેક્ટર્સ સુધી પહોચી ગયો છે.

આ સ્થિતિને ધ્યાનમાં રાખીને હવે જરૂર છે કે પાકને ઉગાડવા માટે બીજા વિકલ્પો અને રસ્તો લેવામાં આવે. હાઈડ્રોપોનીક્સ પણ એક સમાધાન જ હોઈ શકે છે. કેમ કે તેની મદદથી છોડને વધવા માટે માટીની જરૂર નથી પડતી અને છોડ મિનરલ્સ, ન્યુટ્રીએંટસ અને પાણીની મદદથી જ વધી શકે છે. તમામ ફાયદા અને સગવડ છતાંપણ હાઈડ્રોપોનીક્સને ભારતમાં એટલુ પ્રોત્સાહન નથી મળી રહ્યું, જેટલું મળવું જોઈએ. એ સંબંધમાં આજે અમે ભૂતપૂર્વ નેવી અધિકારી લેફટીનેંટ સી.વી.પ્રકાશના પ્રયાસોની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ.

જે હાઈડ્રોપોનીક્સની બાબતમાં જાગૃતતા ફેલાવીને તાલીમ શિબિરના માધ્યમથી ખેડૂતો અને વિદ્યાર્થીઓની મદદથી આ સ્થતિને બદલવાનો પ્રયાસ કરવામાં લાગેલા છે. ૨૦૦૮માં તેમણે કર્નાટકના ધરવાડ જીલ્લામાં પેટ ભરો પ્રોજેક્ટની શરુઆત કરી હતી. જેની હેઠળ તે વધુમાં વધુ લોકોને માટી વગર ફળ, શાકભાજીઓ, ઔષધિઓ અને ફૂલ વગેરે ઉગાડતા શીખવતા હતા. ૨૦૦૮ થી લઈને અત્યાર સુધી તે ૧૦ હજારથી વધુ વિદ્યાર્થીઓને હાઈડ્રોપોનીક્સવિધિથી પાકને ઉગાડતા શીખવી ચુક્યા છે.

પેટ ભરો પ્રોજેક્ટના ફાર્મર આ ચીફ પ્રકાશે યોર સ્ટોરી સાથે વાતચીતમાં કહ્યું, મારો ઉદેશ્ય છે કે હું લોકોને ઓછા ખર્ચે પોષણથી ભરપુર અને જંતુનાશકોના ઉપયોગ વગર ખોરાક પૂરો પાડવા માગું છું. હાઈડ્રોપોનીક્સની વિધિમાં આ તમામ જરૂરિયાતો પૂરી કરવાની ક્ષમતા છે અને એટલા માટે જ મેં આ દિશામાં કામ કરવાનું શરુ કર્યું. ઇન્ડિયન નેવીમાંથી ૧૯૯૭માં ૩૫ વર્ષની ઉંમરમાં નિવૃત્તિ લીધા પછી સી.વી.પ્રકાશ દુબઈ જતા રહ્યા, ત્યાં એવિયોનિકસ સ્પેસમાં કામ કરવા લાગ્યા. આ કામમાં તેનું મન ન લાગ્યું અને તેમણે નક્કી કર્યું તે કોઈ બીજા કામની શરુઆત કરશે જેવા કે ટી-શર્ટસ, સેકન્ડ હેન્ડ ફર્નીચર વેચવા કે પછી ટેક્સી ચલાવવું.

થોડા મહિના પછી તે ઓસ્ટ્રેલીયા જતા રહ્યા. માત્ર એક લેપટોપ અને ઈન્ટરનેટ કલેક્શનની મદદથી તેમણે એક કન્સલ્ટીંગ કંપનીની શરુઆત કરી, જેની મદદથી તે ભારત, ઓસ્ટ્રેલીયા અને યુઈએની બહારની કંપનીઓને પોતાના ટ્રાંજેક્શન યોગ્ય રીતે કરવામાં મદદ કરતા હતા. એ સમય હતો, જયારે હાઈડ્રોપોનીક્સ વિધિથી તેમનો પરિચય થયો. જુના દિવસોને યાદ કરીને તે જણાવે છે, એક દિવસ કામની બાબતમાં તેણે એક શ્રીલંકનની કંપનીનો પ્રવાસ કર્યો, જે કોકો-પીટની આયાત કરતી હતી. ત્યાંથી મને પ્રેરણા મળી અને નિષ્ણાંતો દ્વારા મેં માટીની મદદ વગર ખેતી કરવાની કળા શરુ કરી.

ઓસ્ટ્રેલીયામાં મેં લગભગ દરેક પ્રકારના ખેતરોમાં હાઈડ્રોપોનીક્સની વિધિને અજમાવીને જોયું અને તે ક્ષેત્રમાં ૮ વર્ષ સુધી રીસર્ચ કરતા રહ્યા. ત્યાર પછી સી.વી.પ્રકાશે નક્કી કર્યું કે તે ભારતમાં આ વિધિનો પ્રચાર કરશે અને તે ઉદેશ્ય સાથે જ, તેમણે પેટ ભરો પ્રોજેક્ટની શરુઆત કરી. આ પ્રોજેક્ટ હેઠળ સી.વી.પ્રકાશ નિયમિત સમયે વર્કશોપ્સનું આયોજન કરતા રહે છે. સાથે જ ત્રણ મહિનાનો રેજીડેંશ્લ કોર્સ પણ આયોજિત કરવામાં આવતો હતો. જેની હેઠળ લોકોને બીજ ઉગાડવાથી લઈને પાક કાપવા સુધીની જાણકારી આપતા હતા.

૪૦થી વધુ પાકો ઉગાડતા શીખવાડવામાં આવે છે. અનીલ લાલવાની, એક ખેડૂત છે, જે મમેહા એગ્રો નામની એક કંપની ચલાવે છે. અનિલે સી.વી.પ્રકાશ દ્વારા સીખવામાં આવેલી વિધિથી પોતાના પાકને પહેલાથી ઘણી વધુ સારી બનાવી લીધી છે. તે જણાવે છે કે પેટ ભરો અભિયાન હેઠળ ચાલતા પરીક્ષણ સુત્રોથી તેમણે ઘણી સસ્તી અને અસરકારક રીતો સીખી. જેની મદદથી તેમણે પોતાના પાકમાંથી વધુ સારી ઉપજ મેળવી.

હાલમાં સી.વી.પ્રકાશ ભારતના ૧૩ શહેરોના પ્રવાસ ઉપર છે અને તે દરમિયાન તે ભારતના ખેડૂતો, શોધકર્તા અને વિદ્યાર્થીઓને માટી વગરની ખેતી કરવાની રીત શીખવી રહ્યા છે અને આ આખા પ્રવાસમાં તે ૪૪ વર્કશોપ્સ આયોજિત કરશે. સી.વી.પ્રકાશે જાણકારી આપી કે જે ખેડૂત હાઈડ્રોપોનીક્સ ટેકનીકની મદદથી ખેતી કરવા માંગે છે, તેમના માટે માર્કેટમાં હાઈડ્રોપોનીક્સ કીટ રહેલી છે. આ કીટમાં કોકો પીટ હેલ્દી માઈક્રોબ્સ, ન્યુટ્રીએંટસ (સ્પ્રેના રૂપમાં) વગેરે બધુ જ રહેલું હોય છે.

પ્રકાશ જણાવે છે કે આ સંપૂર્ણ પ્રક્રિયામાં એકવખતનો ખર્ચ માત્ર ૨૨ હજાર રૂપિયા છે. પ્રકાશ કહે છે, અનિયમિત ઋતુની પરિસ્થિતિઓ છતાં પણ તમે હાઈડ્રોપોનીક્સની મદદથી ઉત્તમ પાક મેળવી શકો છો, પરંતુ દેશ આખામાં આ ટેકનીકને ફેલાવવા માટે સરકાર તરફથી પણ મદદની જરૂર રહેશે. ખેડૂતો અને વિદ્યાર્થીઓ ઉપરાંત પ્રકાશ અનાથ આશ્રમો અને વુધાશ્રમોમાં પણ જાય છે. તે આ નિરાધારો વૃદ્ધો અને બાળકોને આત્મનિર્ભર બનાવવા માટે સુવિધાજંક રીતે ફળ અને શાકભાજી ઉગાડતા શીખવે છે. પોતાના અસાધારણ પ્રયાસો માટે પ્રકાશને ઘણા પ્રતિષ્ઠિત પુરસ્કાર અને સન્માન પણ મળી ચુક્યા છે. ૨૦૧૬માં તેણે હોરીકલ્ચર ક્ષેત્રમાં પોતાના અસાધારણ પ્રયાસો માટે ધરવાડ કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય તરફથી જય જવાન જય કિસાન સન્માનથી સન્માનવામાં આવ્યા.

આ માહિતી યોર સ્ટોરી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.