માથાની ભવર જાણો શું આપે છે? સંકેત, એક વખત જરૂર વાચી લો નહિ. સાંભળ્યું હશે ઘણીવાર તમે.
મિત્રો તમે બધાએ જોયું હશે કે, જયારે પણ કોઈના ઘરમાં બાળકનો જન્મ થાય છે, તો તેના શરીર પર અમુક જન્મના નિશાન હોય છે. કોઈ બાળકના હાથ ઉપર કાળું નિશાન હોય છે, તો કોઈના માથા ઉપર. આવી જ રીતે બાળકોના વાળમાં પણ એક ગોળ ગોળ ભવર જોવા મળે છે.
અને વાળમાં જોવા મળતી આ ભવર કોઈ બાળકને એક હોય છે, તો કોઈ બાળકને બે હોય છે. તમે તમારા ઘરના બાળકના વાળમાં જોઈ શકો છો કે, આ ભવર કોઈકના સીધા હાથ તરફ વળેલી હોય છે તો કોઈકના ઉંધા હાથ તરફ વળેલી છે. પણ તેના વાળમાં હોવાથી જે સંકેત મળે છે તે સંકેતો વિષે કદાચ કોઈ નહી જાણતા હોય.
જાણો માથામાં ભવર હોવાનો શું સંકેત હોય છે?
આજે અમે તમને આ લેખના માધ્યમથી એનાથી મળતા સંકેત વિષે જાણકારી આપવાના છીએ. તો આવો જાણીએ કે આજના લેખમાં શું ખાસ છે?
જેના માથામાં એક ભવર હોય છે તે ઘણા દયાળુ હોય છે :
જાણકારી માટે જણાવી દઈએ કે, જે બાળકના માથામાં માત્ર એક જ ભવર બનેલી હોય છે, તે બાળકના લક્ષણ ઘણા જ શાંત સ્વભાવ વાળા હોય છે. આવા પ્રકારના બાળક ભવિષ્યમાં પોતાના કુટુંબને સન્માન આપે છે. સાથે જ ઘણા દયાળુ પણ હોય છે.
જો આ બાળકો પાસે કોઈ કાંઈ માંગે છે, તો તે પોતાની વસ્તુને વગર વિચાર્યે એમ જ આપી દે છે. આવા બાળકો અભ્યાસમાં હોંશિયાર હોવાની સાથે સાથે બુદ્ધિશાળી પણ હોય છે.
જે બાળકોના માથામાં બે ભવર હોય છે તે ઘણા જીદ્દી હોય છે :
મિત્રો ઘણા બાળકોના માથા પર બે ભવર પણ હોય છે. અને એમની વાત કરીએ, તો જે બાળકોના માથા ઉપર બે ભવર હોય છે, તેવા પ્રકારના બાળક ઘણા જ જીદ્દી અને તોફાની હોય છે.
આવા બાળકો પોતાની માતા કરતા વધુ પિતાને પ્રેમ કરે છે. આમ તો તેઓ દિલના સાચા હોય છે. પણ તે તમામ લોકોનું સન્માન નથી કરતા. પોતાની જિદ્દને કારણે તેમણે નુકશાન પણ સહન કરવું પડે છે.
જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.