ગણિતના આ સવાલ પર લોકોના ઉડી ગયા હોશ, ચકરાઈ ગયું માથું, તમે આપી શકશો સાચો જવાબ?

0
995

ગણિતના આ પ્રશ્નોએ ઈન્ટરનેટ ઉપર સટાસટી બોલાવી દીધી છે. દરેક જણ તેને ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યા છે. પણ નવાઈની વાત એ છે કે, આ પ્રશ્નોના સાચા જવાબ કોઈ શોધી નથી શક્યા. લોકોના મગજ ફરી ગયા છે અને પોપટ ઉડી ગયા છે. આવો જાણીએ શું છે આ પ્રશ્ન?

આ પ્રશ્નને em નામના વ્યક્તિએ ૨૮ જુલાઈના રોજ ટ્વીટર હેન્ડલ ઉપર શેયર કર્યો હતો. જેમાં પ્રશ્નમાં ૮ ને ૨ વડે ભાગવાના છે. અને ત્યાર પછી કાઉંસની અંદર ૨+૨ છે. જે આ મુજબ છે. ૮%૨ (૨+૨)=? હવે ઈન્ટરનેટ ઉપર આ ઉકેલવાનું યુદ્ધ શરુ થઇ ગયું છે. જોત જોતામાં આ પ્રશ્ન ઘણો વાયરલ થઇ ગયો છે.

સોશિયલ મીડિયા ઉપર લોકો આ પ્રશ્નને ઉકેલવામાં લાગી ગયા છે. ઘણા લોકોનું કહેવું છે કે તેનો જવાબ ૧ છે, તો અમુકનું કહેવું છે ૧૬. અને ઘણા લોકો તે બંને જવાબ સાચા ગણાવી રહ્યા છે. તેવામાં દ્વિધા એ છે કે, ગણિતના પ્રશ્નના બે જવાબ કેવી રીતે હોઈ શકે છે?

Bodmas ના નિયમનો ઉપયોગ કરીને તેમણે પ્રશ્નનો જવાબ ૧૬ કાઢ્યો છે.

અમુક લોકો ન તો ૧ ની તરફ છે ન તો ૧૬ તરફ, તેમણે બંને જવાબ સાચા જાહેર કરી દીધા છે. કુલ મળીને લોકો આ પ્રશ્નને લઈને વહેચાઈ ગયા છે. એક છોકરી તો પુરા આત્મવિશ્વાસ સાથે કહી રહી છે કે, મારી પાસે ગણિતની ૨ ડીગ્રીઓ છે. આ પ્રશ્નનો જવાબ ૧ જ છે. તેણે કેલ્કયુલેટરની મદદથી ચપટીમાં પ્રશ્નનો જવાબ ૧ કાઢી દીધો.

એક યુઝરે equations and linear algebra માં કલાસીસ લીધા છે. તેને આધારે તેનું કહેવું છે કે, પ્રશ્નનો સાચો જવાબ ૧૬ છે.

શું છે સાચો જવાબ?

પ્રશ્નનો જવાબ શું હશે તે એ વાત ઉપર આધાર રાખે છે કે, તમને સ્કુલમાં શીખવાડવામાં આવેલું BODMAS કે PEMDAS માંથી કઈ પદ્ધતિનો ઉપયોગ કરો છો. જો તમે BODMAS વાપરો છો તો ()બ્રેકેટ, ઓર્ડર, ડીવીઝન, મલ્ટીપ્લાઈ, એડીશન (સરવાળો) અને સબ્સટ્રેક્સન (બાદબાકી) દ્વારા તમારો જવાબ ૧૬ આવશે.

અને જો તમે પ્રશ્ન ૮ % ૨ (૨+૨)=? ને હલ કરવા માટે PEMDAS રીતનો ઉપયોગ કરો છો, તો તમારો જવાબ ૧ હશે. જાવ તમે પણ તમારો સાચો જવાબ આ વાયરલ ટ્વીટ ઉપર આપો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.