મતદાન કર્મચારીઓને હેલિકોપટરની સવારી કરવી પડી મોંઘી, ઝારખંડની જગ્યાએ પહુંચી ગયા..

0
486

તમે એ કહેવત તો જરૂર સાંભળી હશે કે, જવું હતું જાપાન અને પહોંચી ગયા ચીન. આ કહેવત મતદાન અધિકારીઓની એક ટીમ ઉપર એકદમ ફિટ બેસે છે. એવું એટલા માટે કારણ કે, ભારતીય વાયુસેનાના એક ચોપરે ભૂલથી મતદાન અધિકારીઓની એક ટીમને ઝારખંડની જગ્યાએ છત્તીસગઢ ઉતારી દીધા.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, આ બધા અધિકારીઓની ડ્યૂટી પાડોશી રાજ્ય ઝારખંડમાં થવા વાળી પહેલા ચરણની ચૂંટણીમાં લાગી હતી. આ 18 મતદાન અધિકારીઓએ લાતેહાર સ્થિત જિલ્લા મુખ્યાલયથી મહુઆડાંડમાં ચટકપુર જવા માટે હૈલીપેડ પરથી ઉડાણ ભરી હતી. પણ એમણે પોતાને છત્તીસગઢથી સુરજપુર જિલ્લાના પ્રતાપપૂર ભૈંસામુંડા ક્ષેત્રમાં મેળવ્યા.

લાતેહાર જિલ્લા પ્રશાસન દ્વારા 18 સભ્યોની ટીમને મનિકા વિધાનસભા ક્ષેત્રના ચટકપુર જિલ્લા માટે રવાના કરવામાં આવ્યા હતા. તે એ 13 વિધાનસભા સીટોમાંથી એક છે, જ્યાં 30 નવેમ્બરે પહેલા ચરણ માટે મતદાન થયું હતું. મતદાન કર્મચારીઓમાં ક્ષેત્રના નવ મતદાન કેન્દ્રો માટે નવ પીઠાસીન અધિકારી અને નવ પ્રથમ મતદાન અધિકારી શામેલ હતા. મનિકા વિધાનસભા ક્ષેત્રમાં 321 પોલિંગ સ્ટેશન છે.

ખોટા લેન્ડિંગ વિષે ખબર પડતા મતદાન કર્મચારીઓએ લાતેહારના ડેપ્યુટી કમિશનર અને જિલ્લા નિર્વાચન અધિકારી જીશાન કમરને સૂચિત કર્યા. એમણે પોતાના છત્તીસગઢના સમકક્ષ દીપક સોનીને આની જાણકારી આપી. જલ્દી જ છત્તીસગઢની એક ટીમ લેન્ડિંગ સાઈટ પર પહોંચી અને પોલિંગ પાર્ટીના 18 સભ્યોને સુરક્ષા પ્રદાન કરવામાં આવી. એ પછી વાયુસેનાના એક હેલીકૉપટરને લાતેહારથી મતદાન કર્મચારીઓને લાવવા માટે મોકલવામાં આવ્યું, જેના વડે એમને એમના મૂળ સ્થળ પર પહોંચાડવામાં આવ્યા.

લાતેહારના ડેપ્યુટી કમિશનરએ કહ્યું, ‘ચોપર રસ્તો ભટકી ગયું અને મતદાન કર્મચારીઓને છત્તીસગઢની પાસે ઉતારી દીધા. પાયલોટે ખોટા સ્થાનનું વિવરણ લઈ લીધું હતું. તે બધા સુરક્ષિત છે અને એમને ચટકપૂર પાછા લાવવામાં આવ્યા છે.’ એક મતદાન કર્મચારી રઈસ એહમદે કહ્યું, ‘ભારતીય વાયુસેનાના ચોપરના પાઈલટે અમને એક ક્ષેત્રમાં એ કહીને ઉતરવા કહ્યું કે, એન્જીનમાં કોઈ ટેક્નિકલ ખરાબી આવી ગઈ છે. અમે એની વાત માની અને ઉતરી ગયા. એ પહેલા કે અમે કાંઈ સમજી શકીયે તે અમને છોડીને જતો રહ્યો.’

આ માહિતી ફીરકી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.