યુવકને તેની પત્નીના ફોટા સાથે મેસેજ મળ્યો – તારી પત્ની એ ફક્ત તારી નથી બધાની સાર્વજનિક છે, પછી પોલીસ…

0
124

આજકાલ રાજ્યમાંથી વિચિત્ર બનાવો સામે આવી રહ્યા છે. કોઈ યુવક એક તરફી પ્રેમમાં કાંઈ પણ કરી દેવાની ધ-મકી આપે છે, તો કોઈ પરણેલી અને સંતાનો ધરાવતી મહિલા કુંવારા યુવક સાથે નવો ઘરસંસાર શરૂ કરવા ઘરમાં ભાગી જાય છે. કેટલાક લોકો પોતાને ગમતી છોકરી સાથે લગ્ન ન થવા પર તેનું જીવન બરબાદ કરવાની ધ-મકી પણ આપતા જોવા મળે છે. તો કેટલાક લોકો અંગત ફોટા સોશિયલ મીડિયા પર શેર કરી દેવાનું કહી લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવે છે.

એવામાં હાલમાં અમદાવાદમાંથી જે કિસ્સો સામે આવ્યો છે તે ઘણો ચકિત કરી દેનારો છે. સ્થાનિક સૂત્રો દ્વારા મળતી જાણકારી અનુસાર, અહીંના એક રૂઢીચુસ્ત પરિવારના યુવકના લગ્ન થયા બાદ તેની પત્ની સામાજિક રીતિ રિવાજ પુરા કરીને તેના ઘરે આવે, તે પહેલા તો તેના જીવનમાં ભૂકંપ આવી ગયો.

તે યુવકના ફોન પર એક મેસેજ આવ્યો જેમાં તેની પત્નીનો ફોટો હતો અને તેની સાથે લખ્યું હતું કે, તારી પત્ની એ ફક્ત તારી નથી બધાની સાર્વજનિક છે. આવો મેસેજ વાંચીને તે યુવકના પગ નીચેથી જમીન સરકી ગઈ. પછી તે યુવકે આવો મેસેજ મોકલનાર વ્યક્તિ કોણ છે અને તે આવું શું કામ કરી રહ્યો છે? તે જાણવા માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસ પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.

અમદાવાદના એક રૂઢિચુસ્ત પરિવારમાં રહેતા એક યુવકના લગ્ન પરિવારના રિવાજ મુજબ એક યુવતી સાથે થયા હતા. લગ્નના રિવાજ અનુસાર લગ્ન બાદ આણું કર્યા પછી જ યુવતી તેના સાસરે જશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું. તેમના લગ્નને 3 વર્ષ થઈ ગયા હતા પણ હજી આણું થયું ન હોવાથી યુવતી પોતાના પિયરમાં જ રહેતી હતી.

આ દરમિયાન એક દિવસ યુવકના મોબાઈલ પર અજાણ્યા નંબરથી એક મેસેજ આવ્યો. તે મેસેજમાં તેની પત્નીનો ફોટો હતો અને તેમાં લખ્યું હતું કે, તારી પત્ની એ ફક્ત તારી નથી બધાની સાર્વજનિક છે. તે મેસેજમાં અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તે યુવકે મેસેજ મોકલનાર કોણ છે તે જાણવા પ્રયત્ન કર્યો પણ તેમાં સફળ થયો નહિ, આથી તેણે કોઈ વ્યક્તિ તેના લગ્ન તોડવા ઈચ્છતું હોય તેવી શંકાના આધારે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. ફરિયાદ મળ્યા બાદ પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી હતી.