મસાલેદાર ભરેલા ટામેટાનું શાક બનાવવાની રીત, ખાસો તો આંગળી ચાટતા રહી જશો

0
1197

મિત્રો, ટામેટાની વાત કરીએ તો એ વિશ્વમાં સૌથી વધુ ઉપયોગ કરવામાં આવતી શાકભાજી છે. અને એની પાછળનું કારણ એનો ખાટો-મીઠો સ્વાદ છે. એને લીધે જ તો ખાસ કરીને ટામેટાને દરેક શાક કે દાળમાં મિક્સ કરીને ખાવામાં આવે છે. અને ટામેટાને સલાડના રૂપમાં પણ વધુ પ્રમાણમાં ખાવામાં આવે છે. આમ તો તમે ટામેટાને અલગ અલગ શાકમાં નાખીને એને ખાતા હશો. પણ આજે અમે તમને ટામેટાથી બનતી એક એવી વાનગી વિષે જણાવીશું જે સ્પેશિયલ ટામેટાની વાનગી છે.

મિત્રો, અત્યાર સુધી તમે ભરેલાં રીંગણ, કારેલા, ભીંડાની, ભરેલી ડુંગળી વગેરેના સ્વાદિષ્ટ શાક બનાવીને ટ્રાય કર્યા હશે. પરંતુ આ લેખ વાંચ્યા પછી તમે ભરેલા ટામેટા ટ્રાય કરશો.

આજે અમે તમારા માટે ભરેલા ટામેટાનું શાક કેવી રીતે બનાવવું એ જણાવીશું. આ શાક એકદમ સહેલું હોય છે, અને ઝડપથી બની પણ જાય છે.

જરૂરી સામગ્રી : લાલ કડક ટામેટા : 10 નંગ, આખા ધાણા : 4 મોટી ચમચી, ખમણેલું કોપરું : 4 મોટી ચમચી, સાકર : 1/4 ચમચી, હળદળ : 1/2 ચમચી, જીરું : 1/2 ચમચી, ગરમ મસાલો : 2 ચમચી, સમારેલી કોથમીર : 1 ચમચો, હિંગ : 1 ચપટી, કાળામરી : 15 નંગ, તેલ : 1 ચમચો, તજ : 3 નંગ, લવિંગ : 4 નંગ, સૂકા લાલ મરચાં : 4 નંગ, મીઠું : સ્વાદ અનુસાર

બનાવવાની રીત : ભરેલા ટામેટાનું શાક બનાવવા માટે સૌથી પહેલા ટામેટાંનો ઉપરનો કાળો ભાગ કાપીને એમાં ઊભો ચીરો કરો. ત્યારબાદ દરેક સૂકા મસાલાને વાટી લો. પછી એમાં સ્વાદ પ્રમાણે મીઠું અને સાકર ઉમેરી લો. હવે એક એક ટામેટાં લઈને એમાં તૈયાર કરેલો મસાલો ભરો. ત્યારબાદ એક સ્ટીલની કઢાઈ લઇ એમાં તેલને ગરમ કરી જીરા અને હીંગનો વઘાર કરો. આ વઘારમાં હળદર નાખીને બાદમાં ભરેલાં ટામેટાંને વઘારો. હવે ટામેટાને બરાબર રીતે હલાવો કે જેથી તે તૂટી ન જાય અને તેનો મસાલો પણ બહાર ન નીકળે. ત્યારબાદ કઢાઈ ઉપર થાળીમાં થોડુંક પાણી મૂકીને તેને ઢાંકી દો. પછી 3 થી 4 મિનિટ પછી થાળીને લઈ લો.

ત્યારબાદ ગરમ મસાલો નાખીને ટામેટાં ફરીથી હલાવો. પછી 2 મિનિટ ઢાંક્યા વગર તેને ગેસ ઉપર રહેવા દો. પછી કોથમીર ભભરાવીને એને ગાર્નિશ કરો. તો હવે તૈયાર છે તમારા ટેસ્ટી મસાલા ટામેટા. એમાં તમે ઉપરથી ક્રીમ પણ ઉમેરી શકો છો. તે સિવાય તમે ઇચ્છો તો તેમા થોડૂંક પાણી ઉમેરીને ગ્રેવી પણ બનાવી શકો છો.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.