પરણિત મહિલાઓએ ન પહેરવી જોઈએ આ ત્રણ વસ્તુઓ, આને પહેરવાથી બચો, નહિ તો જીવનભર રહેશો દુ:ખી

0
2595

પ્રાચીન શાસ્ત્રોને આપણા ભારતીય સમાજમાં ઘણું મહત્વ આપવામાં આવે છે. અને લોકો એને ઘણું માને પણ છે. ઘણા લોકો કોઈ પણ નવું કામ શરુ કરતા પહેલા શાસ્ત્રો દ્વારા એ જાણે છે, કે તે જે કામ શરુ કરવા જઈ રહ્યા છે, તે તેમના માટે શુભ રહેશે કે નહિ. અને એની જાણકારી મેળવ્યા પછી જ એ લોકો એ કામની શરૂઆત કરે છે. આજના આધુનિક યુગમાં પણ ઘણા લોકો શાસ્ત્રો ઉપર વિશ્વાસ રાખે છે.

તેમજ ઘણા લોકો એવા પણ છે જે એની પર વધારે વિશ્વાસ નથી રાખતા. એવામાં લોકો એવું કામ કરી બેસે છે જે એમના માટે સારું પરિણામ નથી લાવતું. શાસ્ત્રોમાં ઘણા એવા નિયમ જણાવવામાં આવ્યા છે, જેમનું પાલન કરવું બધા માટે અનિવાર્ય હોય છે. જો કોઈ વ્યક્તિ આ નિયમોનું પાલન નથી કરતા તો એને ફાયદાનું જગ્યાએ નુકશાનનો સામનો કરવો પડે છે.

ખાસ કરીને મહિલાઓ માટે શાસ્ત્રોમાં ઘણા નિયમ જણાવવામાં આવ્યા છે. એનું પ્રમુખ કારણ એ છે કે ઘરની મહિલાઓ લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. એવામાં મહિલાઓ દ્વારા કરવામાં આવેલા અને ઉચિત અને અનુચિત કામનો પ્રભાવ આખા ઘર પર પડે છે. ઘરના દરેક મુખ્ય કામમાં મહિલાઓનું મહત્વનું યોગદાન હોય છે. પૂજા પાથથી લઈને તહેવાર દરેક વસ્તુ બધી મહિલાઓની ગેરહાજરીમાં અધૂરા હોય છે. એ જ કારણ છે કે ઘરની મહિલાઓએ શાસ્ત્રોમાં જણાવેલા નિયમોનું પાલન જરૂર કરવું જોઈએ.

આ લેખમાં અમે તમને પરણીત મહિલાઓના સંદર્ભમાં અમુક એવી વાતો જણાવવા જઈ રહ્યા છીએ, જેનું પાલન દરેક પરણિત મહિલાઓએ કરવું જોઈએ. હકીકતમાં બદલાતા જમાના સાથે મહિલાઓની વેશભૂષામાં પણ ઘણું પરિવર્તન આવ્યું છે. એવામાં મહિલાઓ અમુક એવી વસ્તુઓ પહેરી લે છે જે કોઈ પણ પરણિત મહિલાએ નહિ પહેરવી જોઈએ. આજે અમે તમને એવી જ વસ્તુઓ વિષે જણાવીશું જે પરણિત મહિલાએ કયારેય પહેરવી જોઈએ નહિ. તો આવો તમને એના વિષે જણાવીએ.

સફેદ સાડી :

જણાવી દઈએ કે પરણિત મહિલાઓએ ક્યારે પણ સફેદ સાડી પહેરવી જોઈએ નહિ. કારણ કે પરણિત મહિલાઓનું સફેદ સાડી પહેરવું અશુભ માનવામાં આવે છે. અને સફેદ સાડીને વિધવા મહિલાની નિશાની માનવામાં આવે છે. કેમ કે જયારે કોઈ મહિલાનો પતિ મરી જાય છે, તો તેને સફેદ સાડી પહેરવા માટે આપવામાં આવે છે. જેથી લોકોને ખબર પડી શકે કે આ મહિલાનો પતિ મરી ગયો છે.

માત્ર એ જ કારણ નહિ પણ સફેદ સાડી પહેરવાથી પરણિત મહિલાની પવિત્રતા ભંગ થઇ જાય છે. અને તે મહિલાના પતિના જીવન ઉપર ભય રહેવા લાગે છે, અને પતિ પત્નીના સંબંધો વચ્ચે ધીમે ધીમે કડવાશ જોવા મળે છે. એટલા માટે ભૂલથી પણ પરણિત મહિલાએ સફેદ સાડી ન પહેરવી જોઈએ.

સોનાના ઝાંઝર અને વિંછીયા :

આજકાલ ફેશનનો જમાનો છે. અને મહિલાઓ પણ ફેશન માટે સોનાના ઝાંઝર અને વિંછીયા પહેરવા લાગી છે. ખાસ કરીને ક્યારે પણ પગમાં સોનાની બનેલી કોઈ પણ વસ્તુ ન પહેરવી જોઈએ. કારણ કે સોનાને કુબેર દેવતાનું પ્રતિક માનવામાં આવે છે, અને જો તમે સોનાના ઝાંઝર કે વિછીયા પહેરો છો, તો કુબેર દેવતા નારાજ થઇ જશે. એના કારણે તમારા ઘરમાં ગરીબીનો વાસ થવા લાગશે, તેમજ તમારા પતીની પ્રગતી પણ અટકી જશે.

સોનાના ઘરેણા સંબંધિત એવી માન્યતા છે કે, કમરની ઉપર વાળા શરીરના ભાગમાં જ એને પહેરી શકાય છે, એટલા માટે સોનાની વસ્તુઓ એટલે કે સોનાના ઝાંઝર કે વિંછીયા ન પહેરવા જોઈએ. એના બદલે ચાંદીના ઝાંઝર અને વિંછીયા પહેરવા.

કાળા રંગની બંગડી :

જાણકારી માટે જણાવી દઈએ કે કાળો રંગ નકારાત્મકતાનું પ્રતિક માનવામાં આવે છે. અને કોઈપણ શુભ કામમાં કાળા રંગની વસ્તુઓનો ઉપયોગ નથી કરવામાં આવતો. હવે બંગળી પણ સુહાગનું પ્રતિક હોય છે અને તે પરણિત મહિલાઓનો એક શૃંગાર હોય છે. એટલા માટે ક્યારે પણ તમારા હાથમાં કાળા રંગની બંગડીઓ ન પહેરો. કાળી બંગડીઓ સિવાય તમે બીજા દરેક રંગની બંગડી પહેરી શકો છો. કાળા રંગની બંગડીથી તમારા પતિ અને બાળકોને દુ:ખનો સામનો કરવો પડી શકે છે, એટલા માટે ભૂલથી કે ફેશનમાં પણ કાળા રંગની બંગડીઓ ન પહેરો.