14 વર્ષની ઉંમરમાં થયા લગ્ન, 18 વર્ષમાં બની બે બાળકોની માં, પછી આઇપીએસ ઓફિસર બનીને કાયમ કરી મિસાલ.

0
138

બે બાળકોની માતા હોવા છતાં સખત મહેનત કરીને બની આઇપીએસ, પતિએ આ રીતે આપ્યો સાથ, વાંચો ઈંસ્પીરેશનલ સ્ટોરી. એન અંબિકાએ 14 વર્ષની ઉંમરમાં એક પોલીસ વાળા સાથે લગ્ન કરી લીધા, અને 18 વર્ષની ઉંમરમાં તે બે બાળકોની માં બની.

એક દિવસ તે પોતાના પતિ સાથે ગણતંત્ર દિવસની પોલીસ પરેડ જોવા પહોંચી. તેમણે ત્યાં પોલીસ ઓફિસરને મળતું સન્માન જોયું, અને એ વિચાર્યું કે હું કઈ રીતે આ સન્માન મેળવી શકું છું. જયારે તેમણે આ વિષયમાં પોતાના પતિ સાથે વાત કરી, તો તેમણે જણાવ્યું કે આ સન્માન મળવું એટલુ સરળ નથી. તેના માટે સખત મહેનતની જરૂર પડે છે. આ બધું જાણ્યા પછી તેમણે સિવિલ સર્વિસીસની એન્ટ્રેસ પરીક્ષા ક્લિયર કરવાનો નિર્ણય લીધો.

તેના માટે અંબિકાએ સૌથી પહેલા 10 માં ધોરણની પરીક્ષા પાસ કરી અને ત્યારબાદ પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું. પણ તે એક નાનકડા વિસ્તારમાં રહેતી હતી જ્યાં ભણતરની પૂરતી સુવિધા ન હતી. ત્યારે અંબિકાના પતિએ ચેન્નઈમાં પોતાની પત્નીના રહેવા અને ભણતરની સગવડ કરી. તેમના પતિ પોતે નોકરી સાથે બાળકોની જવાબદારી ઉપાડવા લાગ્યા. ચેન્નઇમાં રહીને અંબિકાએ ખુબ મહેનત કરી પણ તે બે વાર આ પરીક્ષા પાસ કરી શકી નથી. જયારે ત્રીજી વાર પણ તે પાસ નહિ થઈ, તો તેમના પતિએ તેમને પાછા આવી જવા માટે કહ્યું.

પણ અંબિકાએ છેલ્લી વખત પ્રયત્ન કરવાની જીદ્દ કરી. અને તેમનો આ પ્રયત્ન સફળ થયો અને તેમનું નામ 2008 ની આઇપીએસ લિસ્ટમાં શામેલ થયું. તેમની પહેલી પોસ્ટિંગ મહારાષ્ટ્રમાં થઇ. 2019 માં તેમને ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસનું પદ મળ્યું, અને ‘લોકમત મહારાષ્ટ્રીયન ઓફ ધ યર એવોર્ડ’ માટે તેમની પસંદગી થઇ. આ બહાદુર મહિલા લેડી સિંઘમના નામથી પોતાની ખાસ ઓળખ ધરાવે છે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.