વિધવા મહિલા સાથે લગ્ન કરવાથી થાય છે આ ફાયદા, જાણીને તમે પણ ચોકી જશો, એક વખત જરૂર વાંચો

0
9748

લગ્નને ભારતમાં અત્યંત વધારે મહત્વનો સંબંધ માનવામાં આવે છે. અને જયારે પણ કોઈ છોકરીના લગ્ન થાય છે, ત્યારે તે પોતાના આગળના સુખી જીવનના ઘણા બાધા સપના જુવે છે. પણ દુર્ભાગ્યવશ બધી છોકરીઓના એવા સપના નથી પુરા થઇ શકતા. ઘણી વખત કોઈ દુર્ઘટનાને કારણે એક પરણિત મહિલાના પતીનું મૃત્યુ થઇ જાય છે, તેવામાં તે મહિલા ઉપર વિધવા હોવાનો સિક્કો લાગી જાય છે. તેવામાં આપણા સમાજમાં વિધવા મહિલાઓ માટે સ્થિતિ કાંઈ વધુ સારી નથી.

આપણા દેશમાં ઘણા કિસ્સાઓમાં તો થોડા જુના વિચારના લોકો એ મહિલાને જ તેના પતીના મૃત્યુનું કારણ ગણાવે છે. તેઓ કહે છે કે આ મહિલા તેના ઘર માટે શુભ નથી. અને એની સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવે છે. તેમજ ઘણા કિસ્સામાં વિધવા મહિલાને સમાજ ધૃણાની દ્રષ્ટિથી પણ જોવામાં આવે છે. અને વિધવા બન્યા પછી એ છોકરીનું આગળનું જીવન ઘણું મુશ્કેલ બની જાય છે. ઘણા લોકો દ્વારા તો તેને સમાજથી અલગ ગણવામાં આવે છે.

એવામાં તેના સુના જીવનમાં ફરીથી ખુશીઓ લાવવા માટે તેમના લગ્ન થવા જરૂરી બની જાય છે. પણ આ કામમાં સમસ્યા એ છે કે ઘણા લોકો એક વિધવા મહિલા સાથે લગ્ન કરવાને યોગ્ય નથી સમજતા. તેમને એવું લાગે છે કે તે મહિલા એક પનોતી છે જે લગ્ન પછી આપણા ઘરમાં આવી જશે.

પરંતુ આ પ્રકારના અંધવિશ્વાસમાં વિશ્વાસ કરવાની કોઈ જરૂર ખરી? એનાથી ઉલટું એની સાથે લગ્ન કરી તમે એનું જીવન ફરીથી આબાદ કરી શકો છો. એક વિધવા મહિલા સાથે લગ્ન કરવાથી ઘણા ફાયદા થઇ શકે છે. આજે અમે તે ફાયદા ઉપર થોડો પ્રકાશ નાખીને જણાવવાનો પ્રયાસ કરીશું, કે એક વિધવા મહિલા સાથે લગ્ન કરીને તમને કેટલો ફાયદો થઇ શકે છે.

વિધવા સાથે લગ્ન કરવાના ફાયદા :

એક વિધવા મહિલા પોતાના પતિને પહેલા જ ગુમાવી ચુકી હોય છે. એવામાં પોતાના લાઈફ પાર્ટનરની જવાબદારી સારી રીતે સમજે છે. તે મહિલા એ વાત સારી રીતે જાણે છે, કે આ જીવનનો કોઈ ભરોસો નથી હોતો. જીવન ક્યારેય પણ સાથ છોડી દે છે. એટલા માટે તે સારી રીતે જાણે છે કે આ જીવનની દરેક પળને સૌની સાથે એન્જોય કરવી જોઈએ. તેને કારણે જ તે તમારી સાથે નાની-નાની વાતો ઉપર લડાઈ ઝગડા નહિ કરે.

તેમજ એ તમારો સાથ જીવનભર આપશે. તમે તેના મુશ્કેલ સમયમાં તેનો સાથ આપ્યો છે, જયારે સમાજે તેનો હાથ છોડી દીધો ત્યારે તમે એનો હાથ પકડ્યો છે. તેવામાં જયારે તમારા જીવનમાં મુશ્કેલ સમય આવશે તો તે તમારો સાથ ક્યારે પણ નહિ છોડે.

તેમજ વિધવા મહિલા ઘણી જ વફાદાર અને ઈમાનદાર હોય છે. તે દરેક સંબંધોની કિંમત કરવાનું સારી રીતે જાણે છે. તે એ વાતને સારી રીતે સમજે છે કે સંબંધમાં સત્ય અને દગાને સ્થાન નથી હોતું. સાથે જ એક વિધવા મહિલાને ઘરને અને ઘરના દરેક સભ્યને સંભાળવાનો પણ સારો એવો અનુભવ હોય છે. તેવામાં તે તમારા ઘર અને ઘરના સભ્યોને સાથે લઈને ચાલશે.

મિત્રો એક વિધવા થયેલી મહિલાએ પોતાના જીવનમાં ઘણા દુ:ખ અને તકલીફ સહન કર્યા હોય છે. જેમાં એની કોઈ ભૂલ પણ નથી હોતી. જે થયું હોય એ તો નિયતિ હોય છે. તેવામાં જો તમે એક વિધવા સાથે લગ્ન કરો તો તે તમારી સાથે કોઈ વાતની ફરિયાદ નહિ કરે કે કોઈ નખરા પણ નહિ કરે. એટલું જ નહિ જયારે કોઈ મોટી મુશ્કેલી આવશે તો તે તૂટીને બેસી નહિ રહે પરંતુ પોતાને સંભાળીને તે મુશ્કેલીને દુર ભગાડવાનો પ્રયાસ કરશે. એવું સાહસ માત્ર વિધવા મહિલાઓમાં જ જોવા મળે છે.

એટલા માટે તમારે બધાએ તમારી અને સમાજની વિચારસરણી બદલવી જોઈએ, અને કોઈપણ વિધવા મહિલા સાથે લગ્ન કરવામાં અચકાવું ન જોઈએ.