જીવલેણ બની ગયો લગ્ન પ્રસંગ, વરરાજાનું મૃત્યુ, 95 મહેમાન થઇ ગયા કોરોના પોઝિટિવ

0
135

અચંભિત કરી દેનાર ઘટના : લગ્ન પ્રસંગમાં 95 મહેમાન કોરોના પોઝિટિવ સહીત વરરાજાનું મૃત્યુ

બિહારમાં કોરોનાનો કેર સતત વધી રહ્યો છે. તાજો બનાવ પટનાના પાલીગંજ વિસ્તાર સાથે જોડાયેલો છે, જ્યાં કોરોના બૉમ્બ ફાટ્યો છે. પાલીગંજમાં દિલ્લીથી આવેલા એક યુવકે લગ્ન કર્યા અને સુહાગરાતના બીજા દિવસે તેનું મૃત્યુ થઈ ગયું. પછી ખબર પડી કે તે કોરોના પોઝિટિવ હતો. ત્યારબાદ આખા વિસ્તારમાં હડકંપ મચી ગયો.

જયારે તેના લગ્નમાં શામેલ 125 લોકોના કોરોના સેમ્પલ લેવામાં આવ્યા, ત્યારે પહેલા તો 15 લોકો પોઝિટિવ નીકળ્યા હતા. પછી સોમવારે આવેલા કોરોનાની તપાસના રિપોર્ટમાં 79 જાનૈયા કોરોના પોઝિટિવ મળ્યા છે. તે દરેક પાલીગંજના ડીહપાલી ગામમાં 16 જૂને લગ્નના જમણવારમાં ભરપેટ ખાવા ગયા હતા. પાલીગંજમાં થયેલા આ લગ્ન પછી હવે આ કેસ સામુદાયિક સંક્રમણનું રૂપ લેતો દેખાઈ રહ્યો છે.

લગ્નના જમણવારમાં પેટભરી ખાધું, હવે છે કરોનાનો ભય :

જેના લગ્નમાં દરેક વ્યક્તિ કોરોના સંક્રમિત થયા છે, તે વરરાજાનું લગ્ન પછી એટલે કે સુહાગરાતના બીજા દિવસે 17 જૂને ઈલાજ દરમિયાન મોત નીપજ્યું. વરરાજાના મૃત્યુ પછી તેના માં-બાપ સહીત 125 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. સાથે જ જ્યાંથી સેમ્પલ લેવામાં આવ્યા તે દરેક મહોલ્લાને સીલ કરી દેવામાં આવ્યા હતા. દરેક પોઝિટિવ દર્દીઓને ઈલાજ માટે મસૌઢીમાં આવેલ આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે.

પાલીગંજ બજારમાં એક સાથે આટલી સંખ્યામાં કોરોના દર્દી મળવાથી વિસ્તારમાં ડરનો માહોલ છે. બીડીઓ ચિરંજીવી પાંડેયએ જણાવ્યું કે, સંક્રમિત દર્દી મળી આવેલા ગામ અને મહોલ્લાને ચિહ્નિત કરીને સીલ કરી દેવામાં આવ્યા છે.

પટનાના પાલીગંજમાંથી મળ્યા 79 સંક્રમિત :

સોમવારે ફક્ત પટના જિલ્લામાંથી 109 સંક્રમિત લોકો મળ્યા છે. તેમાંથી 79 તો એકલા પાલીગંજમાંથી છે. પાલીગંજમાં મળેલા દરેક સંક્રમિત એક લગ્ન પ્રસંગમાં શામેલ થયા હતા. સ્વાસ્થ્ય વિભાગ અનુસાર લગ્ન સમારોહમાં શામેલ થવાવાળા મોટાભાગના લોકોના રિપોર્ટ આવ્યા છે, જે પોઝિટિવ છે. પટનાથી 109 નવા સંક્રમિત મળ્યા પછી આ જિલ્લામાં સંક્રમિતોની સંખ્યા 696 થઈ ગઈ. તેમાંથી અત્યાર સુધી 321 સાજા થયા છે. 6 ના મૃત્યુ થયા છે. અહીં એક્ટિવ કેસ 369 છે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.