59 વર્ષથી વધુ ઉંમરના વર-વધુ, 28 વર્ષ સુધી લીવ-ઇનમાં રહ્યા, પપ્પાના લગ્નમાં જાનડીયુ બની દીકરીઓ.

0
242

દાદા-દાદી બન્યા પછી કપલે કર્યા લગ્ન, વર્ષો સુધી લગ્ન વગર સુખેથી રહ્યા, જાણો ક્યાંનો છે આ બનાવ?

કહેવાય છે ને કે, પ્રેમ દરેક પરીક્ષા આપવા માટે તૈયાર હોય છે. કદાચ એવું જ થયું 60 વર્ષની મહિલાના જીવનમાં. 28 વર્ષ સુધી લગ્ન વગર લીવ ઇનમાં રહીને જીવનના આગળના તબક્કા ઉપર પહોંચેલી મહિલાનું સપનું છેવટે સાકાર થઇ જ ગયું. તેમના પોતાના બાળકોની સાથે સાથે આખું ગામ આ વૃદ્ધ જોડાના લગ્ન સમારંભનું સાક્ષી બન્યું.

ઉત્તર પ્રદેશના અમેઠી જીલ્લામાં 65 વર્ષના વ્યક્તિએ 60 વર્ષની ઉંમરની મહિલા સાથે વિધિ-વિધાન પૂર્વક લગ્ન કર્યા. આ લગ્નમાં સામેલ થવા માટે ગામમાં કંકોત્રી વહેંચવામાં આવી હતી. એક યુવાન જોડીના લગ્નની જેમ આ લગ્નમાં પણ તમામ વિધિઓ થઇ. વરરાજાના દીકરા, દીકરીઓ સાથે જ વહુ અને પૌત્ર-પૌત્રી બધા આ લગ્નમાં શામેલ થયા. 28 વર્ષ સુધી લીવ ઈનમાં રહ્યા પછી વૃદ્ધ લગ્નના બંધનમાં બંધાવાથી ઘણા ખુશ જોવા મળ્યા.

જામો પોલીસ સ્ટેશન વિસ્તારના ખૂટહના ગામમાં રવિવારની રાત્રે ઉત્સવ જેવું વાતાવરણ હતું. ગામના રહેવાસી 65 વર્ષના મોતીલાલના ઘરે સંબંધીઓની ભીડ જામી હતી. આ ભીડ વૃદ્ધ મોતીલાલના લગ્ન સમારંભની હતી. તે પોતાની સાથે 28 વર્ષની લીવમાં રહેતી 60 વર્ષીય મોહિની દેવી સાથે લગ્ન કરી રહ્યા હતા. આ લગ્નમાં તેમના દીકરા દીકરીઓથી લઈને વહુ અને પૌત્ર-પૌત્રી આનંદ માણતા જોવા મળ્યા.

વહુ દીકરીઓ અને પૌત્ર-પૌત્રી બધા મોતીલાલની જાનમાં જાનૈયા બન્યા. ગામમાં થયેલા લગ્નમાં ઢોલની થાપ ઉપર નાચવા ગાવાનું પણ થયું. લગ્નની વિધિ હિંદુ રીતિ રીવાજ મુજબ કરવામાં આવી. પોતાના લગ્ન માટે મોતીલાલે ઘણા ગામ અને તમામ સંબંધિઓમાં કંકોત્રી છપાવીને વહેંચી હતી. બધા માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

રાતના સમયે મોતીલાલ અને મોહિની દેવીએ સાત ફેરા લઇને પોતાના સંબધોને ધાર્મિક માન્યતા આપી. મોતીલાલ જણાવે છે કે, લગભગ 28 વર્ષ પહેલા તે મોહિની દેવીને સાથે લઈને આવ્યા હતાં, પણ તેમની સાથે લગ્ન કરી શક્યા નહિ. કેમ કે દીકરા દીકરીઓના લગ્નમાં સમસ્યા ઉભી થાય એમ હતું.

મોતીલાલે જણાવ્યું કે, સમાજે તેમને અને તેમની પત્નીને અપનાવ્યા હતા. તેમણે જણાવ્યું કે, હવે જયારે અમે અમારી દીકરીઓ અને દીકરાને પરણાવી દીધા અને તે પણ સંતાન વાળા થઇ ગયા છે, તો મેં મોહિની સાથે લગ્ન કરીને મારું જીવન પૂર્ણ કર્યું છે.

મોતીલાલની પ્રિયા અને સીમા નામની બે દીકરીઓ છે, જે પિતાના લગ્નમાં જાનડીઓ બની હતી. પ્રિયા અને સીમાએ જણાવ્યું કે, તેમને આનંદ થઇ રહ્યો છે. લગ્નમાં સામેલ થતા ઘણું સારું લાગી રહ્યું છે. અને મોતીલાલની પત્ની મોહિનીએ જણાવ્યું કે, તે મકદુમપુર ગામની રહેવાસી છે.

મોતીલાલના લગ્નની વિધિ પૂરી કરવા વાળા પંડિત તેજ રાજ પાંડેયે જણાવ્યું કે, તેમના લગ્ન થયા ન હતા. હિંદુ ધર્મની માન્યતા મુજબ લગ્ન વગર જન્મેલા સંતાન દ્વારા કરવામાં આવેલું શ્રાધ અને તર્પણ માતા-પિતાને નથી મળતું. એટલા માટે તેમણે આ ઉંમરમાં લગ્ન કર્યા છે. અમેઠી જીલ્લામાં થયેલા આ લગ્નને લઇને ચર્ચાઓનું બજાર ગરમ છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.