મરેલા વ્યક્તિનું માથું ઉત્તર દિશાની તરફ જ કેમ રાખવામાં આવે છે? જાણો તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ.

0
327

જાણો કેમ મરેલા વ્યક્તિનું માથું ઉત્તર દિશામાં જ રાખવામાં આવે છે? ધાર્મિકની સાથે છે વૈજ્ઞાનિક કારણ. માન્યતાઓ મુજબ સુતી વખતે માથું દક્ષીણ દિશામાં જયારે પગને ઉત્તર દિશામાં રાખવા જોઈએ. તે કારણ છે કે સામાન્ય ચુંબકને જો શરીર સાથે બાંધી દેવામાં આવે તો તે આપણા શરીરના ઉત્તકો ઉપર વિપરીત અસર કરે છે. જયારે સામાન્ય ચુબક શરીર ઉપર વિપરીત અસર કરી શકે છે, તો વિચારો ઉત્તરી પોલ ઉપર ઉપસ્થિત પ્રાકૃતિક ચુંબક આપણા મન, મગજ અને સંપૂર્ણ શરીર ઉપર કેટલી વિપરીત અસર કરતું હશે.

આમ તો તમે એ નોંધ લીધી હશે કે જયારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થઇ જાય છે તો તેનું માથું ઉત્તર દિશા તરફ રાખવામાં આવે છે. તે મૃત્યુ સાથે જોડાયેલી ઘણી પરંપરા માંથી એક છે. હવે આ પરંપરાનું પાલન તો ઘણા લોકો કરે છે પરંતુ તેની પાછળનું કારણ ઘણા ઓછા લોકો જાણે છે. તેથી તમે એ ક્યારેય વિચાર્યું છે કે મૃતકનું માથું હંમેશા ઉત્તર દિશામાં જ કેમ રાખવામાં આવે છે? આવો જાણીએ.

આમ તો આપણું શરીર ભલે નાશ થઇ જાય છે પરંતુ આત્મા નશ્વર હોય છે. તે કપડાની જેમ શરીર બદલે છે. જયારે આપણે મૃતકનું માથું ઉત્તર દિશા તરફ રાખીએ છીએ તો તેનો જીવનું ઉત્સર્ગ દશમ દ્વારથી થાય છે. ચુંબકીય વિદ્યુત પ્રવાહ પણ હંમેશા દક્ષીણથી ઉત્તર તરફ હોય છે. હવે એવું કહેવામાં આવે છે કે મૃત્યુ પામ્યા પછી થોડી ક્ષણો માટે મૃતકનો જીવ મગજમાં રહે છે.

તેથી જયારે મૃતકનું શરીર ઉત્તર દિશામાં હોય છે તો ધ્રુવાકર્ષણને લીધે તેનો જીવ જલ્દી નીકળી જાય છે. તે એ સ્થિતિમાં લાભદાયક રહે છે જયારે વ્યક્તિનું મૃત્યુ થવાનું હોય છે, પરંતુ તેને જીવ ત્યાગવામાં ઘણી પીડા થતી રહે છે. એટલા માટે શાસ્ત્રોમાં મરવાના બરોબર પહેલા વ્યક્તિના માથાને ઉત્તર દિશામાં રાખવાની સલાહ આપવામાં આવે છે. તેનાથી જીવ જલ્દી અને ઓછી પીડા સાથે નીકળે છે.

જયારે વ્યક્તિનું મૃત્યુ થઇ જાય છે, તો તેનું માથું ઉત્તર દિશા તરફ રાખવું જોઈએ. તેનું કારણ એ છે કે દક્ષીણ દિશા મૃત્યુના દેવતા યમરાજને માનવામાં આવે છે. એટલા માટે દાહ સંસ્કાર સમયે મૃતકનું માથું દક્ષીણ દિશામાં રાખી આપણે તેને મૃત્યુના દેવતા યમરાજને સમર્પિત કરીએ છીએ.

હવે તમે જાણી ગયા હશો કે મૃતકનું માથું હંમેશા ઉત્તર દિશામાં જ કેમ રાખવું જોઈએ. જો તમને આ માહિતી ગમી હોય તો તેને બીજા સાથે શેર કરવાનું ન ભૂલશો. સાથે જ આ પ્રકારની રસપ્રદ માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો અમે તમારા સુધી આવી જ રસપ્રદ માહિતી લઈને આવતા રહીશું.

જો તમને સ્ટોરી સારી લાગી હોય તો તેને ફેસબુક ઉપર જરૂર શેર કરો અને આવા પ્રકારના બીજા લેખ વાંચવા માટે જોડાયેલા રહો અને તેનો આનંદ ઉઠાવતા રહો.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.