મરચાથી પણ પુરી થાય છે મનોકામનાઓ અને મળે છે સમસ્યાઓનું સમાધાન, જાણો કેવી રીતે.

0
1508

મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે પણ આજના ડીજીટલ યુગમાં પણ ઘણા લોકો અનેક પ્રકારના ટોટકાનો ઉપયોગ કરતા જોવા મળે છે. અને એવા જ થોડા ટોટકા વિષે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. તો આવો વિસ્તારથી જાણીએ કે, એ ટોટકા કયા છે? અને એનો ઉપયોગ કેવી રીતે કરવો?

તમે અત્યાર સુધી તમારા રસોડામાં લાલ મરચાનો ઉપયોગ ખાવાનો સ્વાદ વધારવા માટે કર્યો હશે. પરંતુ શું તમને ખબર છે? કે તમે આ તીખા મરચાથી તમારા જીવનનો ગુમાવેલો આનંદ પાછો લાવી શકો છો. જો હજુ સુધી તમને તેના વિષે કોઈ માહિતી નથી મળી શકી, તો આજે અમે તમને જણાવી દઈએ લાલ મરચાના મહાઉપાય.

લાલ મરચા સાથે જોડાયેલા આ ટોટકા અપનાવીને તમે નાનામાં નાની કે મોટામાં મોટી તકલીફોને દુર કરી શકો છો. તો આવો જાણીએ કે કેવી રીતે લાલ મરચાથી તમારું નસીબ ચમકાવી શકો છો.

જો તમે અવાર નવાર બીમાર પડી જાવ છો, તો તમને તેનાથી બચાવશે એક કપડામાં રહેલા પાંચ સુકા લાલ મરચા. એના માટે પાંચ મરચા એક કપડામાં બાંધીને તમારી પથારી નીચે મુકો. મરચાનો આ મહાઉપાય તમને જરૂર લાભ આપશે.

જો કોઈ બાળકને મોટાની નજર લાગી ગઈ છે, તો તે વખતે તમે લાલ મરચાથી એ પીડિત વ્યક્તિની નજર ઉતારો, અને સળગતી આગમાં આ મરચાને નાખી દો. એમ કરવાથી વ્યક્તિના નજર દોષ દુર થાય છે, અને તેને જલ્દી રાહત મળે છે.

જો તમે કોઈ કામને વધુ લાંબા સમય સુધી કરવા માંગો છો, અને વારંવાર તે કામમાં અડચણ આવી રહી છે, તો લાલ મરચાના ૨૧ દાણા લઈને એને કોઈ વાસણમાં પાણી ભરીને તેમાં મૂકી દો. હવે આ પાણીને સાત વખત તમારી ઉપરથી ઉતારીને રોડના કાંઠે ફેંકી દો. તમારું કામ થઇ જશે.

ઘરમાં ક્યારે પણ અચાનક પૈસાની તંગી આવવા લાગે, તો ધન સાથે જોડાયેલા આ દોષને દુર કરવા માટે સાત લાલ મરચાને એક રૂમાલમાં બાંધીને તમારી તિજોરીમાં કે મિલકત રાખવા વાળા સ્થાન ઉપર મૂકી દો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.