જાણો વડતાલ સ્વામિનારાયણ મંદિરના વર્લ્ડ ફેમસ મરચાંના અથાણાની રેસિપી

0
12806

મિત્રો, અથાણાં તો તમે ઘણા ખાધા હશે. જેવા કે કેરીનું અથાણું, ગાજરનું અથાણું, લીંબુનું અથાણું, મરચાનું અથાણું વગેરે વગેરે. અને તમે એવા અથાણા ઘરે પણ બનાવતા હશો. આ વિવિધ પ્રકારના અથાણાં માંથી મરચાનું અથાણું ઘણા બધા લોકોને ભાવતું હોય છે. એટલા માટે મોટાભાગે દરેક ઘરમાં એનું અથાણું બનાવવામાં આવે છે. પણ જે સ્વાદ તમને વડતાલમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં બનતા મરચાંના અથાણામાં આવશે, એ કદાચ બીજે ક્યાંય નહિ આવે.

મિત્રો ગુજરાતમાં વડતાલમાં આવેલું સ્વામિનારાયણ મંદિર આપણા દેશમાં અને વિદેશમાં પણ પ્રસિદ્ધ છે. અને સાથે જ પ્રસિદ્ધ છે અહી બનતું મરચાનું અથાણું. અને આજે અમે તમને એ અથાણું બનાવવાની રેસીપી જણાવીશું.

જણાવી દઈએ કે અત્યારે આ તમામ અથાણાની કામગીરી પૂ.શ્યામવલ્લભ સ્વામીના હસ્તક છે. તેમના જણાવ્યા અનુસાર આ ભાવનગરી મરચાંનું અથાણું બનાવતા માટે સૌથી પહેલા ભાવનગરના પ્રખ્યાત લીંબુના કટકા કરીને તેમાં હળદર અને મીઠું નાખીને આથવામાં આવે છે.

એ પછી જયારે આ આથેલા લીંબુ ગળી જાય, પછી મરચાંની સીઝનમાં તેને મરચાં સાથે મિક્સ કરી દેવામાં આવે છે. પછી આ અથાયેલા અથાણાને બેગમાં પેક કરી દેવામાં આવે છે. જુની રીતથી તૈયાર કરેલું આ અથાણું લાંબા સમય સુધી સાચવી શકાય છે, અને તે બગડતુ પણ નથી.

મરચાનું અથાણું બનાવવા માટે જરૂરી સામગ્રી :

ભાવનગરના મરચા (પાતળી પટ્ટી જેવા સમારેલા), મરચાં ટ્રાયલ માટે એક મુઠ્ઠી જેટલા લઈશું,

અજમો (અડધી ચમચી),

આખા મરી (અડધી ચમચી),

સુંઠ (પોણી ચમચી),

જીરૂ (બે મોટી ચમચી),

ગોળનો ભુક્કો (દોઢ મોટી ચમચી),

લીંબુનો રસ (એક મોટી ચમચી),

તેલ (એક ચમચી),

મીઠું સ્વાદ અનુસાર

મરચાંનું અથાણું બનાવવાની રીત :

આ મરચાનું અથાણું બનાવવા માટે સૌથી પહેલા એક નોનસ્ટીક પેન લઇ તેમાં ઉપર જણાવ્યા અનુસાર તેલ લઈ ગરમ થવા દો. ગરમ થાય એટલે એમાં લીલા મરચાને બે થી ત્રણ મિનીટ સુધી સાંતળો અને ત્યારબાદ ગેસને બંધ કરી દો. અને આ પેનને નીચે ઉતારી લો. હવે એક બીજું નોનસ્ટીક પેન લઈને એમાં જીરૂ, મરી તેમજ અજમો ઉમેરીને તેને શેકો. તે સારી રીતે શેકાય એટલે તેને ઠંડા કરી તેનો ભુક્કો તૈયાર કરી લો.

હવે તમારે આ ભુક્કામાં સુંઠ, ગોળ અને લીંબુનો રસ તેમજ મીઠું ઉમેરવાનું છે. આ બધું સારી રીતે મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં પહેલા તૈયાર કરેલા સાંતળેલા મરચા ઉમેરો. આ બધાને લગભગ ત્રણ થી ચાર કલાક માટે મૂકી દો. ત્યારબાદ આ મરચાંને એક વાસણમાં કાઢી તેને ફ્રીઝમાં મૂકી દો. આ રીતે તમે તમારા ઘરે જ સ્વામિનારાયણ મંદિર જેવું જ અથાણું બનાવી શકો છો. જો તમે વધારે માત્રાના બનાવો તો આ અથાણાંને તમે બે થી ત્રણ સુધી ઉપયોગમાં લઇ શકો છો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.