મનુષ્યની આ 6 આદતોને કારણે નારાજ થઈ જાય છે માં લક્ષ્મી, ઘરનો થાય છે સર્વનાશ

0
2060

ભારતમાં હિંદુ ધર્મમાં માનવા વાળાની સંખ્યા ઘણી વધારે છે. અને હિંદુ ધર્મમાં માનવા વાળા લોકો લક્ષ્મી માતાને ખુબ માને છે. લક્ષ્મી માતા ભક્તોનું કલ્યાણ કરવા વાળી દેવી છે. માતાના બીજા રૂપ મહાકાળી અને સરસ્વતી છે. માતાની પ્રસન્નતાથી જ માણસ તમામ સુખોને ભોગવીને મોક્ષ પ્રાપ્ત કરે છે. શ્રી મહાકાળી શક્તિ અને આરોગ્ય, માતા સરસ્વતી વિદ્યા અને બુદ્ધી અને મહાલક્ષ્મી અષ્ટલક્ષ્મીને પૂરી પાડનારી દેવી છે. તેમને પસન્ન કરવું પણ સરળ છે.

લક્ષ્મી માતાને ધનની દેવીના રૂપમાં પૂજવામાં આવે છે. હિંદુ ધર્મમાં માનતા દરેક લોકોના ઘર, ઓફિસ અને દુકાનમાં એમનો ફોટો કે મૂર્તિ હોય છે. દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે લક્ષ્મી માતા એમના ઘરમાં વાસ કરે. પરંતુ જો આપણે વિચારીએ છીએ કે લક્ષ્મી માતાનો સાથ ઘણી તપસ્યા અને કર્મ કંદ પછી જ પ્રાપ્ત થાય છે, તો તે આપણી ભૂલ છે. જણાવી દઈએ કે આપણા દૈનિક આચરણ અને કાર્યોથી પણ લક્ષ્મી માતાના આશીર્વાદ પ્રાપ્ત થઇ શકે છે. અને થોડા દૈનિક ખરાબ કામોથી લક્ષ્મી માતા આપણો સાથ છોડી પણ દે છે.

આજે અમે તમને એવી જ 6 ખરાબ આદતો વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી લક્ષ્મી માતા નારાજ થઇ જાય છે. આવો જાણીએ એના વિષે.

સવાર, સાંજે ઘરમાં દીવો ન સળગાવવાથી :

મિત્રો આજના મોર્ડન જમાનામાં ઘરના આંગણા કે દ્વાર પર દીવો પ્રગટાવવાની પરંપરા ભુલાઈ રહી છે. સવારે અને સાંજે જો ઘરમાં દીવા ન પ્રગટાવવામાં આવે, તો એમ કરવાથી લક્ષ્મીજી ક્રોધિત થઈને, આવા પ્રકારના ઘર અને વ્યક્તિનો ત્યાગ કરી દે છે.

ગુસ્સો અને ખરાબ શબ્દોનો પ્રયોગ કરવાથી :

એક ઘણી જ પ્રચલિત કહેવત છે કે, ‘ગુસ્સો કરવાથી આપણે આપણું બધું ન નાશ કરી દઈએ છીએ’. એ કહેવત એકદમ સાચી છે. ગુસ્સો કરવાથી અને કોઈને ખરાબ શબ્દો કહેવાથી ઘરમાં ક્યારે પણ સુખ શાંતિ નથી રહેતી. તેમજ લક્ષ્મી માતા પણ ક્યારેય આવા ઘરમાં વાસ નથી કરતા.

એ કારણે આપણે આપણા ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવો જોઈએ. તેમજ કારણ વગર ઘરમાં ક્યારે પણ કોઈનું અપમાન કરવું જોઈએ નહિ. એમાં પણ ખાસ કરીને સ્ત્રીઓનું અપમાન તો ક્યારેય નહિ કરવું. કારણ કે ઘરની સ્ત્રીમાં લક્ષ્મીનું જ રૂપ હોય છે. અને જે ઘરમાં સ્ત્રીનું સન્માન નથી થતું તે ઘર માંથી લક્ષ્મી માતા કાયમ માટે રિસાઈને જતા રહે છે.

સાધુ-સંતો અને શાસ્ત્રોનો અનાદર કરવાથી :

મિત્રો ઘણા બધા લોકો ઘરમાં કે જીવનમાં ઘણી વખત શાસ્ત્રોનો અને સાધુ સંતોનો અનાદર કરે છે, કે પછી શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર જીવન નિર્વાહ નથી કરતા. તો તેમ કરવાથી આપણે કોઈ બીજાનું નહિ, બસ આપણું જ નુકશાન કરતા હોઈએ છીએ. સાધુ-સંતો અને શાસ્ત્રોનો અનાદર કરવા વ્યક્તિથી લક્ષ્મી માતા દુર થઇ જાય છે.

બ્રહ્મ મુહુર્ત અને સાંજના સમયે ભોગ વિલાસ કરવાથી :

આપણા પ્રાચીન શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર બ્રહ્મ મુહુર્ત (સવારે 2 થી ૪) અને સાંજના સમયે ભોગ વિલાસ કરવાથી નસીબનો ઉદય નથી થઇ શકતો. હિંદુ ધર્મના શાસ્ત્રોમાં એ વાત સ્પષ્ટ જણાવી છે કે, સવારે ૨ થી ૪ અને સાંજના સમયે બ્રહ્માની આરાધના માટે સૌથી યોગ્ય સમય હોય છે. અને જે વ્યક્તિ તે સમયમાં ભોગ વિલાસમાં લીન રહે છે, તે મૃત્યુ પછી નરકની પ્રાપ્તિ કરે છે, અને જીવતા જ લક્ષ્મી માતા તેનો સાથ છોડીને જતા રહે છે.

મેલા કપડા ધારણ કરવાથી :

જણાવી દઈએ કે જો કોઈ વ્યક્તિ જીવનમાં મેલા કપડા ધારણ કરે છે, તો તે કારણે જ સામાજિક જીવનમાં તેણે અપમાનિત થવું જ પડે છે. અને સાથે શરીર સ્વચ્છ ન રાખવાથી લક્ષ્મી માતા પણ તેનાથી દુર થઇ જાય છે.

ઘરને ગંદુ રાખવાથી :

‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ આ કહેવત પણ તમે સાંભળી હશે. આ કહેવત પણ એકદમ સાચી છે. અને વ્યક્તિનું જીવન તેના ઘરના વાતાવરણથી બને છે, જ્યાં તે પોતાના જીવનનો સૌથી વધુ સમય પસાર કરે છે. જો તમે એક ગંદા અને અવ્યવસ્થિત ઘરમાં રહો છો, તો હંમેશા નકારાત્મક શક્તિઓ તમારા ઉપર છવાયેલી રહે છે. અને ધનની દેવી લક્ષ્મીજી આપનો સાથ છોડી દે છે. સાથે જ જે ઘરમાં સ્ત્રીઓ ઘરના ઉંબરા ઉપર બેસીને ખાવાનું ખાય છે, તે ઘરથી પણ લક્ષ્મી માતા કાયમ માટે રિસાઈ જાય છે.