મનને વશમાં કરવા માટે સૌથી પહેલો સંધર્ષ છે – કામ વાસના.

0
1508

મનને વશ કરવા માટે સૌથી પહેલો સંઘર્ષ છે – કામ વાસના. આ એક સામાન્ય ક્રિયા છે. પરંતુ જયારે માણસાઈ આડેધડ લુપ્ત થઇ જાય છે, તો તે વિનાશકારી બની જાય છે અને માણસને બરબાદ કરી દે છે. તમામ અસાધારણ પ્રબળ ઇચ્છાઓ અને લાલસાઓ કામના અંતર્ગત આવે છે.

તેમાં નશીલા પદાર્થ, નશીલા પીણા, તમાકુ અને ત્યાં સુધી કે સ્વાદિષ્ટ ભોજન પણ રહેલા છે, જેને માત્ર સ્વાદ માટે ખાવામાં આવે છે, એટલે કોઈપણ પ્રકારની ભૂખની લાલસા, જેને માત્ર લેવા માટે ભલે પૂરી કરવામાં આવે.

તે વિકાર સૌથી શક્તિશાળી અને ઘાતક છે. અનેક લોકો તેની ઝપટમાં છે. તે વિકાર જીવનભર તેને પોતાની જાળમાં જકડી રાખે છે. દિવસ રાત તેનો નશો તેની ઉપર છવાયેલો રહે છે. એવા લોકો હાસ્યને પાત્ર બની જાય છે. દરેક સમયે આ વિકાર પોતાના અવ નવા પ્રલોભનો સામે લાવતા રહે છે. પહેલા તો તે ઘણા જ લોભામણા રૂપમાં જોવા મળે છે, પરંતુ પરિણામ આવ્યા પછી ખબર પડે છે કે એ કેટલું હલકું અને ખોટું છે.

તે માણસને આંધળા કરી દે છે અને તે પોતાની નૈતિક જવાબદારી ભૂલી જાય છે.

તેના ષડ્યંત્ર રચવાની ઘણી રીતો છે. જેમ કે કેટલાય ખોટા બહાના બનાવવા, લલચામણા અને ખોટા વચનો આપવા. છેવટે જયારે માણસ તેમાં લુપ્ત થઈને પોતાનું તેજ ખોઈ બેસે છે, તો તે વિકાર એક કચરાના ઢગલામાં ફેંકી દે છે. આ વિકાર માણસને પશુતાના સ્તર ઉપર લઇ જાય છે, જેના કારણે માણસ પોતાનો વિવેક ગુમાવી બેસે છે, તેનાથી બુદ્ધી ભ્રષ્ટ થઇ જાય છે.

એટલા બધા નુકશાનના બદલામા માણસને શું મળે છે? આનંદની પળ, ઉન્માદથી ભરેલી એક પળ, અથવા તો એમ કહીએ કે ‘મજા લેવી’. પળભરનો નશો ત્યાર પછી માણસ પોતાની જાતને એકલો સમજે છે અને અંધકારમાં ઘેરાઈ જાય છે. પોતાની આજુબાજુ રહેલી મર્યાદાઓમાં પુરાયેલો માણસ એ વાત ઉપર દુઃખી હોય છે કે તે એટલો મુર્ખ કેમ હતો?

કામનું મુખ્ય કાર્ય પુરુષ કે સ્ત્રીને નીચે પશુતાના સ્તર સુધી લાવીને તેને ત્યાં અટકાવી રાખે છે. આ વિકાર તેને એ સ્તર ઉપર સ્થિર રહેવા માટે મજબુર કરે છે. મનોવિજ્ઞાનનો એ સિદ્ધાંત છે કે આપણે જેવું વિચારીએ છીએ તેવું જ બને છે. જેની ઉપર પ્રેમ થઇ જાય છે, તે વસ્તુ માણસના જીવનનો ભાગ બની જાય છે.

મનના આ નિયમને સારું અને ખરાબ બન્ને માટે ઉપયોગ કરી શકાય છે. જો આપણું મન સારા કાર્યમાં લાગી જાય છે તો આપણે સારાનો ભાગ બની જઈએ છીએ. જો આપણે રામ નામ અને તેના સંતો સાથે રહીએ છીએ તો આપણે તેનું પણ રૂપ બની જઈએ છીએ.

જો આપણે પરમ પરમેશ્વરનું હંમેશા ધ્યાન ધરીએ છીએ, તો તેમના પ્રત્યે આપણો પ્રેમ વધી જાય છે અને આપણે વધુને વધુ તેને અનુરૂપ બની જઈએ છીએ. એવી રીતે જો આપણે આપણું ધ્યાન ખરાબ કાર્યમાં લગાવીએ છીએ, કે આપણે તેને અપનાવીએ છીએ અને તેમાં ડૂબી જઈએ છીએ. તેના રૂપમાં એકરૂપ થઇ જઈએ છીએ.

જો કામવૃત્તિનો ઉપયોગ યોગ્ય ઉદેશ્ય માટે કરવામાં આવે, તો તે નૈતિક પતન તરફ જતી નથી. પરંતુ જ્યારે આપણે ભોગ વિલાસની જાળમાં ફસાઈ જાય છે, તો આપણે પશુતાથી નીચે આવી જઈએ છીએ. કુદરતે આ પૃથ્વી ઉપર જીવનને જાળવી રાખવા માટે આપણેને આ સાધન આપ્યું છે. તે આપણા નિયંત્રણમાં હોવું જોઈએ. પરંતુ જયારે આપણે તેને ભોગ વિલાસનું સાધન બનાવી લઈએ છીએ, તો આપણે આપણી શક્તિ ગુમાવી બેસીએ છીએ.

આપણા મન ઉપર પડદો પડી જાય છે. તેનો અંત પશુ જેવો નિરાશાજનક મૂર્ખતા જેવો જ હોય છે. લોક કલ્યાણને બદલે આ વૃત્તિ માણસ ઉપર પ્રભુત્વ જમાવતી જાય છે. તો સમજી લો નાશ નક્કી છે. એ સ્થિતિમાં તે માત્ર બે પગ વાળા પશુ છે. શું તે પોતાની જાતને માણસ કહી શકે છે?

આ પ્રકારના વિકારની શરુઆતની અવસ્થાઓ કંઈક આ મુજબ છે :

૧. નશાયુક્ત પીણા પદાર્થની ઈચ્છા.

૨. નશાયુક્ત દવાઓની ટેવ.

૩. તમાકુની ટેવ.

૪. ચિંતા.

૫. નકામી વાતો કરવાની ટેવ, ખાસ કરીને અશ્લીલ રમુજ અને વાર્તાઓ સાંભળવાની ટેવ.

૬. કામ સંબંધી પુસ્તકો વાચવા, અશ્લીલ ફિલ્મો જોવી, ઉન્માદગ્રસ્ત કામુકતા સંબંધી વિચારો કરવા અને અશ્લીલ ફોટા ઉપર ધ્યાન આપવું.

૭. ખોટી રમત રમવી, જુગાર સંબંધિત રમત રમવી જેવી કે જેમાં એક બીજાને હારવા સિવાય બીજા કોઈ ઉદેશ્ય નથી હોતા, અહંકાર વધારવાની એક નિરાશાજનક સંતુષ્ટિ, આળસની ટેવ કે નવરા બેસીને સમય વેડફવો.

આ બધી કામ વાસનાની વૃત્તિઓ છે, જેનો મુખ્ય ઉદેશ્ય ભોગ વિલાસમાં લુપ્ત થવું છે. એ ભોગ વિલાસ જ ખરાબની નિશાની છે. ભોગ વિલાસ દરેક કામગીરી માણસની નૈતિકતાનો નાશ કરી દે છે અને તેને ઇન્દીયોના ગુલામ બનાવી દે છે. તે આત્મા માટે ઝેર છે.

કામવૃત્તિની ટેવ કોઈપણ માણસને પશુતાના સ્તર ઉપર ખેંચી લાવે છે, જો કે માણસે આધ્યાત્મિક સ્તર તરફ ઉપર જવું જોઈએ. તેનાથી કોઈ ફર્ક નથી પડતો કે તેનું રૂપ કેવું છે. તે બધું ‘કામ’ જ છે અને ‘કામ’ આત્માના પાંચ ઘાતક દુશ્મનોમાંથી એક છે.

માણસના જન્મનો મુખ્ય ઉદેશ્ય પ્રભુની પ્રાપ્તિ છે. પરંતુ આ મનોવિકાર તેના રસ્તાની સૌથી મોટી અડચણ સિદ્ધ થાય છે. સાધકનો ઉદેશ્ય પોતાના વિચારોની આંખોની પાછળ શિવ નેત્ર ઉપર કેન્દ્રિત કરવાનું છે અને પછી આંતરિક માર્ગ નક્કી કરવાનો છે. કામમાં મન ઇન્દ્રિ ચક્ર સુધી નીચે આવી જાય છે. સંતો મહાત્માઓએ પોતાની વાણીમાં આ મનોવિકારોના જીવ રૂપી વાંદરાને અનેક પ્રકારના નાચ નચાવવા વાળા કલંદર કહ્યા છે.

લોકો હંમેશા ફરિયાદ કરે છે કે પરમાત્માએ માણસ સાથે મન કેમ લગાવ્યું અને મનોવિકાર કેમ ઉત્પન્ન કર્યું. એવું પણ કહેવામાં આવે છે કે આ આખું સરસ મન અને માયાને જીવાત્માને પરમાત્માથી દુર કરવા માટે રચ્યું છે. વાસ્તવિકતા એ છે કે સૃષ્ટિમાં જે પણ બન્યું છે, તે દયાળુ પ્રભુની ઇચ્છાથી બન્યું છે અને બીજા કોઈ પણ ખરાબ કે અકારણ નથી. આપણી બુદ્ધી મર્યાદિત છે એટલા માટે આ જટિલ સત્યને નહિ સમજી શકીએ. છરીથી ફળ કે શાકભાજી પણ કાપી શકીએ છીએ અને કોઈનું ગળું પણ.

મન અને મનોવિકાર માત્ર સાધન છે. સાધન ખરાબ કે સારા નથી હોતા, તેનો ઉપયોગ સારો કે ખરાબ હોય છે. માણસનો સ્વભાવ છે કે તે પોતાની ઉપર દોષનો ટોપલો ન લઈને દરેક વસ્તુનો દોષ બીજા ઉપર ઠોકી બેસાડે છે. રચના અને મનુષ્ય જીવનના સંચાલન માટે પાંચે મનોવિકાર જરૂરી છે, પરંતુ સાચી મુશ્કેલી ત્યારે ઉત્પન થાય છે જયારે આપણે તેને આપણું સાધન ન બનાવીને, પોતે તેનું સાધન બની જઈએ છીએ.

સંતાનની ઉત્પતિ માટે કામ જરૂરી છે, પરંતુ બાળકો બે હોવા જોઈએ, કે દસ, તે વ્યક્તિ ઉપર આધાર રાખે છે. એવી રીતે માણસ સંયમી ગૃહસ્થ જીવન પણ પસાર કરી શકે છે અને પર પુરુષ, કે પર નારીનો સંગાથ, વેશ્યા ગમન દ્વારા પોતાના માટે અસાધ્ય બીમારીઓ અને વિનાશના રસ્તા પણ ખોલી શકે છે.

સંત મહાત્મા આપણેને સમજાવે છે કે શીલ, ક્ષમા, સંતોષ, વિવેક અને નમ્રતા જેવા ગુણ અપનાવવા જોઈએ. તે આપણેને સદાચાર જીવન જીવવાનો ઉપદેશ આપે છે. તે પર નારી કે પર પુરુષના સંગતથી દુર રહેવાના આદર્શ શીખવે છે. જેમ જેમ સાધક ધ્યાન, ભજન વગેરેમાં પ્રગતી કરે છે, તેના આ વિકાર નબળા પડી જાય છે. જયારે ધ્યાન સંપૂર્ણ રીતે આંખોની પાછળ એકાગ્ર અને સ્થિર થઇ જાય છે ત્યારે મન, ઇન્દ્રિયોના વશમાં રહેવાને બદલે ઇન્દ્રિયોને વશમાં કરી લે છે.

અહિયાથી ઉલટી ગંગા વહેવાની શરુ થાય છે. જે ચેતનાની ધારને આ પાંચ ડાકુ લુટી રહ્યા હતા, હવે મન તે અમૃતને પીવા લાગે છે અને તે ધારને સહારે અંતરમાં પ્રવેશ કરે છે. તે સત-રજ-તમની ધરની ત્રિવેણીમાં સ્નાન કરે છે અને ચેતનતાના માન સરોવરમાં સ્નાન કરી પોતાના અનેક જન્મોનો મેલ ધોઈને આત્માના મિત્ર બની જાય છે. આત્માના મનના પંજામાંથી મુક્ત થવું જ મનોવિકારો ઉપર સાચી જીત છે.

આ માહિતી સ્પીકિંગટ્રી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.