મંદિર માટે દાન માગવા આવેલા હિંદુઓને મુસ્લિમ મહિલાએ દાન કરી ૧૦૦ ગજ જમીન

0
7513

આપણો દેશ વિવિધતા વાળો દેશ છે. અહી તમને અલગ અલગ ધર્મ, જાતી, સંપ્રદાયના લોકો રહે છે. એવામાં મંદિર અને મસ્જીદને લઈને આપણો સમાજ બે ભાગમાં વહેંચાઇ ગયો છે. છતાં પણ તમને સમાજમાં એવા લોકો મળશે જે ધર્મથી ઉપર જઈને ભાઈચારાનું ઉદાહરણ પૂરું પાડે છે. એવું જ એક ઉદાહરણ આજે અમે તમારી સામે લઈને આવ્યા છીએ.

આ પરિવારે સાબિત કરી દીધું છે કે જો સાચા મનથી કાંઈ કરવા માંગો છો, તો કોઈ પણ ધર્મ આડો આવતો નથી. આ મુસ્લિમ પરીવારે મંદિર માટે જમીન દાન આપી છે. જે સમાજ માટે ભાઈચારાનું એક ઉત્તમ ઉદાહરણ છે. કોઈ મુસ્લિમ વ્યક્તિ કે પરિવાર મંદિર બનાવવા માટે પોતાની જમીન દાનમાં આપી દે, એવી વાતો ઘણી ઓછી સાંભળવા મળે છે. પરંતુ મેરઠના રહેવાસી મુસ્લિમ મહિલા જેમનું નામ અકબરી છે, એમણે એવું હકીકતમાં કરી દેખાડ્યું છે.

વાત એવી છે કે થોડા હિંદુ લોકો આ મહિલાના ઘરે મંદિર માટે દાન માંગવા ગયા હતા. જે સમયે હિંદુ લોકો એમના ઘરે દાન માંગવા ગયા હતા, તે દરમિયાન ઘરે અકબરી એકલી હતી. એવામાં પોતાના પતિની ગેરહાજરી હોવા છતાં પણ અકબરીએ દાન આપ્યું. અને દાનમાં પૈસાને બદલે મંદિર માટે જમીન આપવાની વાત કરી દીધી. મંદિર માટે જમીન દાનમાં આપવાની વાત રાખી તો દાન માંગવા વાળાના આનંદનો પાર ન રહ્યો. પછી અકબરીએ આપેલી જમીન ઉપર મંદિર બનાવવાનો પાયો નાખવાનું કામ શરુ થઇ ગયું.

અકબરીના પતિ આસ મોહમ્મદ શિવાલખાસમાં નિવૃત્ત શિક્ષક છે. જયારે હિંદુ વર્ગના લોકો મંદિર માટે દાન માંગવા પહોંચ્યા હતા તો તે સમયે આસ મોહમ્મદ ઘરે ન હતા. આ લોકોએ ગામમાં મંદિર માટે જમીન ખરીદવા અને તેના નિર્માણ માટે દાન માંગ્યું. તો એના માટે પર આસ મોહમ્મદની પત્ની અકબરીએ કહ્યું, કે તે દાનમાં પોતાની ૧૦૦ ગજ જમીન તેમને આપી શકે છે. આ વાત સાંભળીને દાન માંગવા આવેલા લોકોને પહેલા તો વિશ્વાસ ન આવ્યો, પરંતુ પાછળથી અકબરી એ તે વાત ઉપરની ખરાઈ કરી ત્યારે તેઓ રાજી રાજી થઇ ગયા.

આ મુદ્દે અકબરીએ પોતાના પતિ સાથે તેના વાત કરી. અને તેમણે પણ દાન માટે પોતાની સહમતી વ્યકત કરી. ત્યાર પછી અકબરીએ હિંદુઓને મંદિર બનાવવા માટે ૧૦૦ ગજ જમીન દાનમાં આપી દીધી. અને મંદિરના પાયા બનાવવાનું કામ શરુ થઇ ગયું. સાંપ્રદાયિક ભાઈચારાનું ઉદાહરણ બેસાડનારી આ મહિલા પાસેથી દરેક વ્યકિતએ શીખ લેવી જોઈએ, કે બધા એક બીજાના ધર્મોનું સન્માન કરે, એક બીજા સાથે કોઈ વેર ન રાખે, કેમ કે કોઈ ધર્મ એક બીજા સાથે વેર રાખવાનું શીખવાડતા નથી.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે, અને એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુ માં વધુ શેર કરશો, જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોંચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેરથી જો જોઈ એક વ્યક્તિ જીવનમાં ઉપયોગમાં આવી જાય તો પણ ઘણું પુણ્યનું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મનથી શક્ય હોય એટલા લોકોને જરૂરથી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.