મંડપમાં વરરાજાને છોડી નોકરીની કાઉન્સલીંગમાં પહુંચી દુલ્હન, સરકારી ટીચર બનીને થઇ વિદાઈ

0
185

લગ્નની વિધિઓ કરવાની છોડી નોકરીની કાઉન્સલીંગમાં પહુંચી દુલ્હન, પતિને માન્યું લકી ચાર્મિંગ. મંડપમાં બેસલ દુલ્હનના માંગમાં સવારે 5 વાગ્યા જેવું જ વરરાજાએ સિંદૂર ભર્યું, ત્યારે જ દુલ્હન મંડપ છોડીને નોકરીની કાઉન્સલીંગમાં નીકળી ગઈ. ત્યાં તેને સરકારી નોકરી મળી ગઈ અને પછી આવીને ખુશી-ખુશી વિદાઈ થઇ. આ અનોખી ઘટના ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લાની છે.

ગોંડામાં રામનગરમાં બારાબંકીની રહેનારી પ્રજ્ઞા તિવારી મહેંદી લાગેલ હાથોથી પોતાના ડોક્યુમેન્ટ સાથે અને ફોર્મ ફીલ કરતા દેખાઈ. તેમના વાળમાં મોગરાના ફૂલનો ગજરો પણ લાગેલ હતો.

પ્રજ્ઞાના બુધવારે લગ્ન થયા અને ગુરુવારે સવારે 5 વાગ્યે ફેરા થતા જ તે પોતાના પતિના નામનું સિંદૂર લગાવીને ગોંડા બીએસએ ઓફિસ માટે નીકળી પડી હતી. જ્યાં પ્રજ્ઞાની કાઉન્સલીંગ થવાની હતી.

જો કે કાઉન્સલિંગનો શેડ્યુલની તારીખ ફિક્સ હતી એટલા માટે ફેરા પછી જ પ્રજ્ઞાએ ઘણી વિધિઓ છોડીને કાઉન્સલીંગ માટે જવું પડ્યું. પ્રજ્ઞા લાઈનમાં લાગી અને પોતાના ડોક્યુમેન્ટને ચેક કરાવીને રીસીવિંગ લીધી. પ્રજ્ઞાના ચહેરા પર પણ ખુબ ખુશી દેખાઈ રહી હતી.

પ્રજ્ઞાનું કહેવાનું છે કે તેની માટે કરિયર વધારે મહત્વપૂર્ણ છે એટલા માટે પોતાના વરરાજાને પોતાની રાહ જોવા માટે મંડપમાં છોડીને કાઉન્સલીંગ માટે આવી હતી. ત્યાં બધા રાહ જોઈ રહ્યા છે કે ક્યારે દુલ્હન બનેલ પ્રજ્ઞા આવશે અને દરેક વિધિઓ થયા પછી પોતાના સાસરિયે માટે પતિ સાથે વિદાય થશે.

પ્રજ્ઞાનું માનવું છે કે તેમનો વરરાજા તેમના માટે ખુબ લકી ચાર્મિંગ છે કે તેમના જીવનમાં આવ્યા પછી જ તેમને નોકરી મળી ગઈ. પ્રજ્ઞાએ બધા વાલીઓને અપીલ કરી છે કે બધા પોતાની દીકરીઓને ખુબ ભણાવો જેથી તે સેલ્ફ ડિપેન્ડેટ થઇ શકે. પ્રજ્ઞાએ પોતાની આ સરળતાનું ક્રેડિટ પોતાના મમ્મી-પપ્પાને આપ્યું છે.

બેસિક શિક્ષા અધિકારીએ પણ પ્રજ્ઞાને શુભકામનાઓ આપણા જણાવ્યું કે આ મોટી વાત છે કે કાલે લગ્ન થયા અને આજે નોકરી લાગી ગઈ. પ્રજ્ઞા કાઉન્સલીંગ કરાવીને પાછી બારાબંકી નીકળી ગઈ. પ્રજ્ઞા, બેસિક શિક્ષા વિભાગ ગોંડામાં શિક્ષકના પદ પર નિમણુંક થઇ છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.