માંડ માંડ બચી AP એક્સપ્રેસ, તોફાની તત્વોની હતી આ ખતરનાક તૈયારી, માલગાડીના ડ્રાઈવરે દેખાડી જાગૃતતા

0
862

જો ટ્રેન તેની સાથે અથડાત, તો અકસ્માત થવો નક્કી હતું ઘણા પ્રવાસી ઓનો જીવ જોખમમાં પડી જાત.

ડબરા (ગ્વાલિયર). માલગાડીના લોકો ડ્રાયવરની સતર્કતાથી ડાઉન ટ્રેક ઉપર એપી એક્સપ્રેસનો અકસ્માત થવાથી માંડ માંડ અટક્યો હતો. ટ્રેનનો અકસ્માત કરવાની ગણતરી સાથે થોડા તોફાની તત્વોએ સીમરીતાલ-અનંતપેઠ વચ્ચે ડાઉન ટ્રેક ઉપર ફેસિંગ તારનો થાંભલો મૂકી દેવામાં આવ્યો હતો. જો સુપર ફાસ્ટ ટ્રેન તેની સાથે અથડાત તો અકસ્માત થવો નક્કી હતો અને મોટી સંખ્યામાં પ્રવાસીઓનો જીવ જોખમમાં પડી શકતો હતો.

માનવામાં આવી રહ્યું છે કે બુધવારે બપોરે ૩.૩૦ વાગ્યે ગેટ નંબર ૩૯૮-૯૯ વચ્ચે થાંભલા નંબર ૧૧૮૮/૨૪-૨૬ પાટા ઉપર રાખવામાં આવેલા ફેસિંગ તારના થાંભલાની ઉપરના પાટા ઉપર જઈ રહેલી માલગાડીના ડ્રાયવરનું ધ્યાન પડી ગયું અને તેમણે ટ્રેનને રોકીને કંટ્રોલને જાણકારી આપી દીધી.

કહેવામાં આવે છે કે બુધવારે બપોરે ૩.૩૦ વાગ્યે સીમરીયાતાલ અને અનંતપેઠ સ્ટેશન વચ્ચે થાંભલા નંબર ૧૧૮/૨૪-૨૬ પાસે ગામના થોડા તોફાની તત્વોને પ્રવાસી ટ્રેનને અકસ્માત કરવાની ગણતરી સાથે ફેસિંગના તારના થાંભલાને નીચેના પાટા ઉપર રાખી દીધા અને ભાગી ગયા. એટલામાં વચ્ચે ઝાંસીથી ચાલીને કંટ્રોલને મેસેજ આપ્યો કે સીમરીયાતાલ અને અનંતપેઠ વચ્ચે ડાઉન ટ્રેક ઉપર સિમેન્ટના થાંભલા મુકવામાં આવ્યા છે.

કંટ્રોલ માંથી મળેલી સુચના ઉપર સ્ટેશન મેનેજરે એપી એક્સપ્રેસને ડબરા સ્ટેશન ઉપર જ રોકી દીધી અને આરપીએફને સુચના આપી. માહિતી મળતા જ આરપીએફના ઉપનિરીક્ષક રાજવીર સિંહ રાજાવત પોતાની ટીમના હેન્ડ કોન્સ્ટેબલ પચોરી, એન્જીનીયરીંગ વિભાગના સીનીયર સેક્શન એનીજીયર વિભોર માથુર ડબરા, સેક્શન મેટ રામપ્રકાશ સિંહ સાથે ઘટના સ્થળ ઉપર પહોચ્યા અને ડાઉન ટ્રેક નીચેના સિમેન્ટના થાંભલા દુર કરીને પાટા સાફ કર્યા. ત્યાર પછી આંધ્રપ્રદેશ એક્સપ્રેસને ગ્વાલિયર તરફ રવાના કરવામાં આવી છે.

આરપીએફએ અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ દાખલ કરી તપાસ શરુ કરી દીધી છે. હાલના સમયે ત્રણ લાઈનનું કામ ચાલી રહ્યું છે અને પાટાને બન્ને તરફ ફેસિંગ કરાવવા માટે પાટાની બાજુમાં સિમેન્ટના થાંભલા રાખવામાં આવ્યા છે.

સીમરિયાતાલ-અનંતપેઠ સ્ટેશન વચ્ચે રાખવામાં આવ્યા હતા ફેસિંગ તારના થાંભલા

કહેવામાં આવે છે કે તોફાની તત્વોએ અનંતપેઠ અને સ્ટેશન વચ્ચે થાંભલા નંબર ૧૧૮૮/૨૪-૨૬ પાસે ટ્રેનને અટકાવીને લુટ કરવાની ગણતરીએ નીચેના રેલ્વે પાટા ઉપર ફેસિંગ તારના થાંભલાનો ઢગલો રાખ્યો હતો, જેથી લોકો ડ્રાયવર ટ્રેનને રોકી દે અને તે સરળતાથી કામ પૂરું પડી શકે. આ સ્ટેશન એવું છે, જ્યાં ન તો આરપીએફ હાજર રહે છે અને ન તો જીઆરપી. તે ઉપરાંત સિવિલ પોલીસ પણ અહિયાં તપાસ માટે આવતી નથી.

એક કલાક પ્રભાવિત રહ્યો ટ્રેક :-

ઘટનાની જાણ થતા જ કંટ્રોલ દ્વારા ઝાંસીથી ગ્વાલિયર જઈ રહેલી AP એક્સપ્રેસને ડબરા સ્ટેશન ઉપર જ અટકાવી દેવામાં આવી. તે ઉપરાંત તેની પાછળ આવી રહેલી બીજી ટ્રેનને પણ છેલ્લા સ્ટેશન ઉપર જ અટકાવી દેવામાં આવી. આરપીએફ અને રેલ્વે કર્મચારીઓ દ્વારા પાટો બરોબર થવાના રીપોર્ટ પછી જ ટ્રેનોને ગ્વાલિયર તરફ રવાના કરવામાં આવી. આ ટ્રેનો લગભગ ૧ કલાક સુધી સ્ટેશન ઉપર જ ઉભી રહી.

પહેલા પણ બની ગઈ હતી આવી ઘટના :-

પહેલા પણ અનંતપેઠ-સીમરીના તાલ સ્ટેશન વચ્ચે તોફાની તત્વો દ્વારા નીચેના પાટા ઉપર સિમેન્ટના થાંભલા મૂકી દેવામાં આવ્યા હતા. તેનાથી ગ્વાલિયર તરફ જઈ રહેલી સચખંડ એક્સપ્રેસના સિમેન્ટના થાંભલા સાથે અથડાવવામાં આવી હતી. પરંતુ ડ્રાયવરની સતર્કતાથી અકસ્માત થયો ન હતો. તે ઉપરાંત નીચેના પાટા ઉપર રાખવામાં આવેલા થાંભલાને કારણે કર્નાટક એક્સપ્રેસનો અકસ્માત થવાથી અટકી ગયો હતો.

તેમનું કહેવું છે કે

અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે અને ઓળખાણ માટે સિવિલ પોલીસ સાથે મળીને તપાસ શરુ કરી દેવામાં આવી છે. ટ્રેન અને મુસાફરોની સુરક્ષા માટે રાત્રે ચેકિંગ વધારવામાં આવશે. જેથી ઘટનાનું પુનરાવર્તન ન થાય. રણવીર સિંહ રાજાવત, ઉપનિરીક્ષક આરપીએફ, ડબરા ચોકી

આ માહિતી નઈ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.