નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં ફરી એક વાર સ્વાગત છે. આજે અમે તમારા માટે વેજીટેરીયન મન્ચૂરિયન બનાવવાની રેસિપી લઈને આવ્યા છીએ. મન્ચૂરિયન એક વસ્તુ છે જે ચાઇનીઝની ઘણી બધી રેસિપીમાં ઉપયોગમાં લેવાય છે. એટલે આજે અમે તમને ઘરે જ પરફેકટ મન્ચૂરિયન કેવી રીતે બનાવી શકાય તે જણાવીશું. એ શીખી લીધા પછી તમે ઘરે જ હોટલો અને રેસ્ટોરન્ટમાં મળતા હોય એવા સેમ મન્ચૂરિયન બનાવી શકો.
એની રેસિપી તમે સૌથી નીચે રહેલા શ્રીજી ફૂડના વિડિઓમાં પણ જોઈ શકો છો.
જરૂરી સામગ્રી :
કોબી ક્રશ કરેલ – 2.5 કપ
ગાજર ક્રશ કરેલ – 1.5 કપ
નાના ટુકડા કરેલા સિમલા મરચા – 1 કપ
મીઠું – સ્વાદ અનુસાર
મેંદો – 8 મોટી ચમચી
મરી અધકચરા વાટેલા – 2 નાની ચમચી
ગ્રીન ચીલી સોસ – 2 નાની ચમચી
આજીનોમોટો – 1 નાની ચમચી (વિકલ્પ છે)
ચાઈનીઝ મસાલો – 1 નાની ચમચી
કોર્ન ફ્લોર (મકાઈનો લોટ) – 8 મોટી ચમચી
ગરમ મસાલો – 1 નાની ચમચી
સોયા સોસ – 2 નાની ચમચી
કોથમીર જરૂરિયાત અનુસાર
બટર – 1 મોટી ચમચી
ગ્રેવી બનાવવા માટે જરૂરી સામગ્રી :
તેલ – 2 નાની ચમચી
કોબી – 2 નાની ચમચી
નાના ટુકડા કરેલા સિમલા મરચા – 2 નાની ચમચો
વાટેલા લીલા મરચા – 1 નાની ચમચી
આજીનોમોટો – ચપટી જેટલું
મીઠું સ્વાદ અનુસાર
ચાઈનીઝ મસાલો – 1 નાની ચમચી
લાલ મરચાંની ચટણી – 1 નાની ચમચી
લીલા મરચાંની ચટણી – 1 નાની ચમચી
સોયા સોસ – 1 નાની ચમચી
ટોમેટો કેચપ – 2 નાની ચમચી
કોર્ન ફ્લોર – 1 નાની ચમચી
કોથમીર જરિયાત અનુસાર
બનાવવાની રીત :
આ સ્વાદિષ્ટ વાનગી બનાવવા માટે સૌથી પહેલા એકમાં કોબી અને ગાજર મિક્ષ કરો. ત્યારબાદ તેમાં કેપ્સિકમ, મીઠું, કોર્ન ફ્લોર, મેંદો, મરી, ચાઈનીઝ મસાલો, ગરમ મસાલો, સોયા સોસ, ગ્રીન ચીલી સોસ અને કોથમીર ઉપર જણાવેલી માત્રામાં લઈને ઉમેરો. હવે તેને સારી રીતે મિક્ષ કરી લો. આ બધું મિક્ષ થઇ ગયા પછી એમાં કોર્ન ફ્લોર અને મેંદો ઉમેરો અને તેને ફરી સારી રીતે હલાવી દો. પછી એને 5 સુધી એમ જ રહેવા દો, જેથી તે સરસ રીતે મિક્ષ થઇ જાય. 5 મિનિટ પછી તેમાં બટર નાખી દો, અને તેને સારી રીતે મિક્ષ કરી નાખો.
હવે આગળની પ્રક્રિયા માટે એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દો. જયારે તે તેલ ગરમ થઇ જાય તો તેમાં મન્ચૂરિયન તળી લેવા. એને તમે સીધા તેલમાં નાખીને તળી શકો છો અથવા તો પહેલા એક પ્લેટમાં મન્ચૂરિયનના ગોટા બનાવી ત્યાર બાદ તેને એક સાથે તળી શકો છો. ધ્યાન રહે કે આને મીડીયમ ગેસ ઉપર તળવાના છે. ક્યારેય પણ મન્ચૂરિયનને ધીમા ગેસ ઉપર નહિ ફ્રાઈ કરવાનું કારણકે તેનાથી મન્ચૂરિયનમાં તેલ ઘુસી જશે. જયારે તે લાઈટ ગોલ્ડન થાય ત્યારે તેને બહાર કાઢી લો.
ગ્રેવી બનાવવા માટેની રીત :
ગ્રેવી બનાવવા માટે સૌથી પહેલા એક ફ્રાઈ પેનમાં થોડું તેલ ગરમ કરવા મૂકી દો. પછી તેમાં ક્રશ કરેલ કોબી, સિમલા મરચા, વાટેલા લીલા મરચા નાખી તેને સારી રીતે મિક્ષ કરો. તમારે ગેસને ફુલ કરી તેને મિક્ષ કરવાના છે. પછી તેમાં અજિનોમોટો ઉમેરો. પછી એને સારી રીતે મિક્ષ કરીને એમાં સ્વદાનુસાર મીઠું, ચાઈનીઝ મસાલો, લાલ મરચાંની ચટણી, લીલા મરચાંની ચટણી, સોયા સોસ અને ટોમેટો કેચપ એડ કરી તેને સારી રીતે હલાવો.
એને તમારે 1 મિનિટ સુધી ગરમ થવા દેવું અને તેને હલાવતા રહેવું. પછી એમાં કોર્ન ફ્લોર ઉમેરો અને જયારે કોર્ન ફ્લોર ઉમેરો ત્યારે મિશ્રણને હલાવતા રહેવું જોઈએ. કોર્ન ફ્લોરની વાટીમાં થોડું પાણી નાખી તેને પાછું તેમાં નાખી હલાવી દેવું. તેને એક મિનિટ ફરીથી ચડવા દેવાનું છે. ત્યારબાદ તેમાં કોથમીર એડ કરી દેવી.
હવે છેલ્લે તેમાં જે મન્ચૂરિયન બનાવીને રાખ્યા છે તેમાં નાખી દેવા. મન્ચૂરિયન નાખ્યા બાદ તેને 2 થી 3 મિનિટ હલાવતા રેહવું, અને તેને એક બાઉલમાં કાઢીને બધાને સર્વ કરો.
વીડિયોમાં શીખવા નીચે જુઓ .
વીડિઓ :