માનવભક્ષી દીપડા ના કારણે વાયરલ થયો આ લોકહિત મા સંદેશ તમે પણ વાંચો ને સેર જરૂર કરો

0
961

બગસરા ધારી વિસાવદર તેમજ ગીર કાંઠા ના ખેડૂતો મજૂરો અને ગામ ના છેવાડે રહેતા લોકો માટે

જરૂરી સૂચના

છેલ્લા 3 મહિના થી આ વિસ્તાર માં માનવભક્ષી દીપડા ના લીધે અનેક ખેડૂત તેમજ મજૂરો એ જીવ ગુમાવેલ છે. હવે પછી આવા કોઈ બનાવ ના બને એ માટે દરેક લોકો એ તકેદારી અને સાવધાની રાખવી.

1. ખેડૂત મજૂર તેમજ છેવાડે રહેતા લોકો એ રાત્રી દરમિયાન ખુલ્લા માં સુવાનું ટાળવું. બને ત્યાં સુધી બંધ મકાન માં સૂવું.

2. રાત્રી દરમિયાન પાણી વાળતા હોય કે વાહુપૂ કરતા હોય તો બને ત્યાં સુધી તાપણું ચાલુ રાખો અને પોતાના ગળા ના ભાગે મજબૂત જાડુ કપડું, પતરું બાંધવુ ( દીપડા મોટે ભાગે ગળા ના ભાગે વાર કરે છે).

3. વહેલી સવારે કે દિવસ આથમ્યા પછી નદી.હોકળા, કે ખેતરે ખુલ્લા માં શૌષ કરવાનું કે રખડવા નુ ટાળો.

4. નાના બાળકો ને દિવસ દરમિયાન ખેતર કે ઝાડી વિસ્તાર થી દુર રાખો. સમી સાંજે કે વહેલી સવારે બાળકો ને બંધ મકાન માં જ રાખો ( કેમકે 2 કુમળા બાળકો ને પરિવાર ની વચ્ચે થી દીપડો ઉપાડી ગયો છે.

5. તમારા ખેતર,સીમ, કે ગામ વિસ્તાર માં દીપડો દેખાય તો ગામ માં વાડી ઓ માં તેમજ આજુબાજુ ના ગામ માં લોકો ને જાણ કરવી.

આ સૂચના ઓ તમારી કે તમારી વાડી પર રહેતા મજૂરો ની સલામતી માટે ની છે જેનુ ખાસ પાલન કરો.

કેમકે છેલ્લા 3 મહિના થી સરકાર,અને વનવિભાગ દ્વારા કોઈ નક્કર પગલાં કે નિર્ણયો લેવાયા નથી કે હજુ કદાચ લેવાશે નહી એટલે ખોટા વાયડા,કે વચનો પર વિશ્વાસ કર્યા વગર કે કોઈ રાજકીય આગેવાનો ના ભરોષે રહ્યા વગર ખુદ ની સલામતી રાખજો.

ખુદ સલામત રહો.

બીજાને સલામત રાખો.

લોકહિતમાં જારી.

(વધુ માં વધુ લોકો સુધી આ મેસેજ પહોંચાડો કદાચ તમારા એક પ્રયાસ થી કોઈક ની ઝીંદગી બચી શકે છે )

જય જવાન, જય કિશાન.