આમણે 5 લાખ રૂપિયામાં શરુ કરી માટી વિનાની ખેતી, અને ફક્ત 2 વર્ષમાં જ કમાઈ લીધા 4 કરોડ

0
6120

આપણો ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે. અને આપણે ત્યાં જ ઘણા બધા લોકો એવું વિચારે છે કે, ખેતી નુકશાનીનું કામ છે. અને આપણા દેશના ઘણા બધા યુવાનો ખેતી કરવાથી દુર ભાગે છે. તો એનાથી વિપરીત ભારતમાં જ ઘણા બધા લોકો એવા પણ છે, જેમણે આ ધારણાને ખોટી સાબિત કરી છે. આજે અમે તમને એમાંથી જ એક વ્યક્તિ વિષે જણાવીશું.

મિત્રો આપણા ભારતમાં આવેલા ચેન્નાઈના રહેવાસી એવા શ્રીરામ ગોપાલને માટી વગરની ખેતીની રીત એટલી બધી ગમી, કે એમણે ખેતીને જ પોતાના ગુજરાનનું સાધન બનાવી લીધું. આ વ્યક્તિએ માટી વગરની ખેતીની એક પહેલ કરી, અને એક નવી શરૂઆત કરી. અને તેમનું ટન ઓવર ૨ કરોડ સુધી પહોચી ગયું છે.

જયારે શ્રીરામ ગોપાલને આ બાબતે પૂછવામાં આવ્યું તો એમણે જણાવ્યું કે, 5 વર્ષ પહેલા તેમના એક મિત્રએ મને એક વિડીયો બતાવ્યો હતો. એ વિડીયોમાં માટી વગર ખેતીની પદ્ધતિ દેખાડવામાં આવી હતી. હું તેનાથી ઘણો પ્રભાવિત થયો. કારણ કે આ ટેકનીકમાં ખેતરની જરૂર નથી રહેતી. માટી વગરની ખેતી કરવાની આ પદ્ધતિનું નામ છે-હાઈડ્રોપોનિકસ. તેની શરૂઆત મેં પિતાનીની ફેક્ટરીથી કરી.

માટી વગર ધાબા ઉપર ખેતી :

જાણકારી માટે જણાવી દઈએ કે હાઈડ્રોપોનિકસ ટેકનીકમાં હર્બ્સ માટી વગર ઉગાડવામાં આવે છે. તેના છોડ માટે જરૂરી પોષક તત્વોને પાણીના સહારે સીધા છોડના મૂળ સુધી પહોંચાડવામાં આવે છે. આ પદ્ધતિથી ખેતી કરતા છોડ મલ્ટી લેયર ફ્રેમના સહારે લગાવેલા પાઈપમાં ઉગે છે. અને તેના મૂળ પાઈપની અંદર પોષક તત્વોથી ભરેલા પાણીમાં મૂકી દેવામાં આવે છે.

એની ખાસ એ પણ છે કે એમાં માટી ન હોવાને કારણે ધાબા ઉપર વજન વધતો નથી. અને તે એકદમ જુદા જ પ્રકારની સીસ્ટમ હોવાને કારણે ધાબામાં કોઈ ફેરફાર પણ નથી કરવો પડતો.

5 લાખ રૂપિયામાં શરુ કર્યો વેપાર :

શ્રીરામ ગોપાલે એના વિષે આગળ જણાવ્તા કહ્યું કે, તેમણે માત્ર 5 લાખ રૂપિયામાં ત્રણ મિત્રો સાથે મળીને ‘ફ્યુચર ફાર્મસ’ ની શરૂઆત કરી હતી. તેમના પિતાની જૂની ફેક્ટરીમાં ઘણી જગ્યા પડી હતી. ત્યાં તેમણે હાઈડ્રોપોનિકસ ટેકનીકથી ખેતી કરવાનું વિચાર્યુ.

એમણે જણાવ્યું કે એમના પિતાની ફેક્ટરીમાં ફોટો ફ્રેમ ડેવલપ કરવાનું કામ થતું હતું, પરંતુ ડીજીટલ ફોટોગ્રાફી આવવાને કારણે ફેક્ટરી બંધ થઇ ગઈ હતી. અને ત્યાંથી જ ફ્યુચર ફાર્મસની શરૂઆત થઇ. હાલમાં તેમની કંપનીનું ટનઓવર વર્ષના ૬ કરોડ રૂપિયા પહોંચવાની આશા છે.

હાઈડ્રોપોનિકસને આપી રહ્યા છે પ્રોત્સાહન :

મિત્રો શ્રીરામ ગોપાલ આ પદ્ધતિ વિષે વાત કરતા જણાવે છે કે, માટી વગરની ખેતીમાં સામાન્ય ખેતીની સરખામણીએ ૯૦ ટકા ઓછું પાણી વપરાય છે. હાલમાં અમારી કંપની હાઈડ્રોપોનિકસ કીટ્સ વેચે છે. કીટ્સની શરૂઆતની કિંમત ૯૯૯ રૂપિયાથી છે. એરિયાના હિસાબે અને જરૂર મુજબ કીટ્સની કિંમત નક્કી થાય છે. આ ટેકનીકને એક એકરમાં લગાવવાનો ખર્ચ ૫૦ લાખ રૂપિયા થાય છે. તે જો તમારા ઘરમાં ૮૦ સ્ક્વેર ફૂટ જગ્યા છે, તો આ ટેકનીકને લગાવવાનો ખર્ચ ૫૦ હજાર થી ૪૫ હજાર રૂપિયા લાગે છે. તેમાં ૧૬૦ છોડ ઉગાડી શકાય છે.

૩૦૦ ટકા વર્ષના દરથી વધે :

શ્રીરામ ગોપાલ આગળ જણાવે છે કે, ૨૦૧૫-૧૬ માં કંપનીનું ટનઓવર માત્ર ૩૮ લાખ રૂપિયા હતું, પરંતુ એક વર્ષમાં જ તે વધીને ૨ કરોડ રૂપિયા થઇ ગયું. અમારો વેપાર ૩૦૦ ટકા વર્ષના દરે આગળ વધી રહ્યો છે. હાલના નાણાકીય વર્ષ પહેલા ક્વાર્ટરમાં ટનઓવર ૨ કરોડ રૂપિયા રહ્યું. આશા છે આ વર્ષે અમારું ટનઓવર ૬ કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, ટ્રાંસપરેસી માર્કેટની રીચર્સ મુજબ ગ્લોબલ હાઈડ્રોપોનિકસ માર્કેટ ૨૦૧૬ માં ૬૯૩.૪૬ કરોડ ડોલર (૪૮,૦૦૦ કરોડ રૂપિયા)નો હતો અને ૨૦૨૫ માં તેના ૧,૨૧૦.૬૫ કરોડ ડોલર (૮૪,૧૬૭ કરોડ રૂપિયા) સુધી પહોંચવાની આશા છે.